________________
श्री सङ्घाचार भाष्यम्
પ્રભુને વાંદીને નાટક આદિને કરાવ્યા.
આ પ્રમાણે બૃહદ્ભાષ્ય આદિમાં કહેલા બીજા પાઠો તથા પૂર્વ કહેલા પાઠો બલિ આરતી આદિનું વિધાન કરે છે.
પ્રશ્નઃ પુષ્પ પૂજા (અંગપૂજા), આમિષપૂજા (અગ્રપૂજા) તથા સ્તુતિ (ભાવપૂજા) આ પૂજાત્રિકનું વિધાન કરવામાં આવ્યું છતાં પંચોપચારી આદિ પૂજાત્રિક કેમ અલગ બતાવવામાં આવ્યું છે?
સમાધાનઃ અંગઆદિ ત્રણ પૂજાઓ સ્વતંત્ર બતાવવામાં આવી હતી જ્યારે પંચોપચારી પૂજા અંગપૂજારૂપ છે. અષ્ટોપચારી પૂજા અંગ તથા અગ્રપૂજા રૂપ તથા સર્વોપચારી પૂજા અંગ, અગ્ર અને ભાવપૂજા રૂપ છે અર્થાત્ પંચોપચારી પૂજાનો એક પ્રકાર છે, અષ્ટોપચારીના બે પ્રકાર અને સર્વોપચારી પૂજાના ત્રણ ભેદ છે.
આ પંચોપચારી આદિ ત્રણ પ્રકાર બૃહદ્ભાષ્યમાં આગળ બતાવવામાં આવેલી ૨૦૯મી ગાથા ‘પંચોપાર નુત્તા' તેમજ પૂજા ષોડશકની ‘પંચોપાર યુl’ ગાથા દ્વારા બતાવવામાં આવ્યાં છે.
અન્યત્ર બતાવેલ પૂજાત્રિકનો અંગાદિક પૂજામાં અંતર્ભાવ सयमाणयणे पढमा बीआ आणावणेण अन्नेहिं । तइया मणसा संपाडणेण वरपुप्फमाईणं ॥
પૂજા પંશાશકમાં એક અલગ રીતે પૂજાત્રિક બતાવવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે. પુષ્પોને પોતાની જાતે જ લાવવા તે પ્રથમ પૂજા છે. બીજાઓથી પુષ્પો લવરાવવા તે બીજી પૂજા અને મનથી શ્રેષ્ઠ ફુલોનું સંપાદન કરવું એ ત્રીજી પૂજા છે.
આ બતાવેલા પૂજાત્રિકમાં પ્રથમ પૂજા કાયમી કરવા સ્વરૂપ છે, બીજી પૂજા વચનથી કરાવવા સ્વરૂપ છે અને ત્રીજી પૂજા મનથી અનુમોદવા સ્વરૂપ છે, અને આથીજ આ પૂજાત્રિક સર્વોપચારી પૂજાની અંદર સમાઈ જાય છે. આમ, સ્વયં લાવવું આદિ પૂજાના ત્રણ પ્રકારને અહીં ગણવામાં આવ્યા નથી.
તથા
विग्घोवसामिगेगा अब्भुदयपसाहिणी भवे ।
निव्वुइकरणी तझ्या फलया उ जहत्थनामेहिं ॥
બીજા પણ પૂજાના ત્રણ પ્રકાર છે. (૧) વિઘ્નોપશામિકા (૨) અભ્યુદયપ્રસાધિની (૩) નિવૃત્તિ કરણી. યથાર્થ નામવાળુ આ પૂજાત્રિકપોતાના નામને અનુસારે ફળ આપનારું છે. અર્થાત્ વિઘ્નોપશામિકા પૂજા વિઘ્નોનું ઉપશમન કરે છે, અભ્યુદય પ્રસાધિની પૂજા *અહીંયા સૌ ચ પ્રાય: અંગપૂનાવિષયેર્ત્યાત્મિા- અહીંયા બતાવેલી પાંચભેદની પંચોપચારી પ્રાયઃ અંગપૂજા કહી છે તેથી સમજાય છે કે તે એક અંગપૂજા રૂપે નથી પણ મોટાભાગે અંગપૂજા રૂપ હોવાથી તેને અંગપૂજા રૂપે કહી એક પ્રકારની કહી છે.