________________
श्री सङ्घाचार भाष्यम्
કરવામાં આવે છે. આ અષ્ટોપચારી પૂજા આઠ કર્મોનો નાશ કરનારી છે. પૂજા પંચાશકમાં અષ્ટપ્રકારી પૂજાનું વિધાન : वरगंधधूपअक्खेहिं पवरकुसुमेहिं पवरदीवेहिं । नेवेज्जफलजलेहि य जिणपूया अट्टहा होइ ॥ निच्चं चिय संपुन्ना जइवि हु एसा न तीरए काउं । तहवि अणुचिट्ठियव्वा अक्खयदीवाइदाणेणं ॥
૮૫
ઉત્તમ ચંદન, ધૂપ, ચોખા, સુગંધી પુષ્પો, દીપક, નૈવેદ્ય, ફળ અને જલ વડે જિનેશ્વર પ્રભુની અષ્ટપ્રકારી પૂજા થાય છે. આ અષ્ટોપચારી પૂજા પ્રતિદિન પૂરેપૂરી ન કરી શકાય તો અક્ષત પૂજા, દીપકપૂજા આદિ કરવા દ્વારા પણ કરી શકાય છે.
પંચોપચારી પૂજાનું વિધાન શા માટે? પ્રક્ષાલપૂજા આદિ વિના કરાતી પંચોપચારી પૂજાનો ઉપન્યાસ કરવાનું પ્રયોજન એ છે કે માટીથી નિર્માણ કરેલી પ્રતિમા તથા જે પ્રતિમાને લેપ કે ઓપ કરવામાં આવ્યો હોય તો તે પ્રક્ષાલપૂજા આદિ કરવાથી પ્રતિમાને નુકશાન શક્ય છે માટે માટી આદિની પ્રતિમાને તથા જે પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરી લેવામાં આવી છે તે પ્રતિમાની બીજી-ત્રીજી આદિ વખત પંચોપચારી પૂજા કરવી જોઈએ તેવું જણાવ્યું છે તથા પ્રાતઃકાલની, સંધ્યાકાલની અને સાયંકાલની સંધ્યાએ પણ આ પંચોપચારી પૂજા કરવી જોઈએ એવું જણાવવા માટે પંચોપચારી પૂજાનું વિધાન છે. આમ, આ પૂજા ત્રણે સંધ્યા આદિ સર્વ કાળે તથા બધાને માટે ઉપયોગી છે.
પંચોપચારી પૂજામાં ઉપરોક્ત કારણથી પ્રક્ષાલપૂજાનું ગ્રહણ નથી કર્યું તેમજ આ પ્રક્ષાલપૂજાનો સર્વોપચારી પૂજામાં સમાવેશ થઈ જાય છે માટે પંચોપચારીમાં તેનું ગ્રહણ નથી કરવામાં આવ્યું.
છેદગ્રંથોમાં પૂજાનું વર્ણનઃ બલિ પ્રદીપ આદિ પૂજાઓનું વર્ણન છેદ ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે.
મહાનિશીથ સૂત્રઃ ત્રીજા અધ્યયનમાં પંચમંગલ મહાદ્ભુત સ્કંધની વ્યાખ્યાના અવસરમાં શ્રી પ્રભુ મહાવીરના કથનને અનુસરીને શ્રી વજસ્વામીએ કહ્યું છે, जहा किल अरहंताणं भगवंताणं गंधमल्लपइव - संमज्जणोवलेवणविचित्त बलि-वत्थ - धूवाइएहिं पूयासकारेहिं पइदिणमब्भच्चणं पकुव्वाणा तित्थुस्सप्पणं વતિ-વત્ય
મો
અરિહંત ભગવંતોને ચંદન, પુષ્પ, પ્રદીપ, પ્રક્ષાલ, લેપ, વિચિત્ર બલિ, વસ્ત્ર અને ધૂપ આદિ પૂજા સત્કાર કરવાથી જિન શાસનની ઉન્નતિ થાય છે.
વસુદેવહિંડીમાં દીપપૂજાનું વિધાનઃ એક સમયે ભાનુશેઠે પોતાની ગૃહિણી સાથે જિનપૂજા કરી અને દીવો પ્રગટાવીને પૌષધ ગ્રહણ કર્યો, ડાભના સંથારામાં બેસી