________________
૮૩
श्री सङ्घाचार भाष्यम्
કહ્યું છે તયા ૩ ભાવપૂયા તારું પ્રિયવંન્દ્રિયવેને ।
जसत्ति चित्तथुइथुत्तमाइणा देववंदणयं ॥
જિનાલયમાં ચૈત્યવંદનને યોગ્ય સ્થાનમાં બેસી પોતાનામાં જેટલી પણ શક્તિ હોય તે પ્રમાણે આશ્ચર્ય ઉપજાવે તેવી સ્તુતિઓ અને સ્તોત્રો દ્વારા દેવવંદન કરવું.
નિશીથસૂત્રમાં કહ્યું છે- ગિરિની ગુફામાં સંપૂર્ણ રાત્રિ અને દિવસ પર્યંત ગંધાર શ્રાવકે સ્તુતિ અને સ્તોત્રનું ગાન કરી પોતાનો આખો દિવસ વિતાવ્યો હતો.
વસુદેવહિંડી: એક સમયે ભાનુશેઠે તેમની પત્ની સાથે જિનપૂજા કરીને દીવો પ્રગટાવ્યો, ત્યારબાદ પૌષધને ગ્રહણ કરી ડાભના સંથારામાં બેસી સ્તવ સ્તુતિના મંગલ પાઠમાં પરાયણ હતા તે સમયે ભગવાન ચારુ નામના ગગનમાર્ગે વિહાર કરનારા અણગાર ત્યાં પધાર્યા.
ચારુદત્ત નામનો ભાવિક અંગમંદિર નામના ઉદ્યાનમાં પ્રવેશ્યો. સ્તુતિઓ ગાઈને પ્રભુને વંદના કરી. ત્યારબાદ જિનાલયની બહાર નિકળ્યો.
વસુદેવે પ્રાતઃકાળે શ્રાવકને કરવા યોગ્ય સામાયિક આદિ નિયમોનું પાલન કર્યુ, પચ્ચક્ખાણ કર્યું તેમજ કાઉસ્સગ્ગ સ્તુતિ તથા વંદન આદિ કર્યા અને પુષ્પોને ચૂંટવા માટે સરોવરમાં ઉતર્યો.
વસુદેવ હિંડીના ઉપરોક્ત ત્રણ પાઠ દ્વારા ભાવપૂજા રૂપ સ્તુતિ સ્તોત્ર વિધાન બતાવવામાં આવ્યું.
વસુદેવહિંડી તૃતીયખંડઃ વિદ્યાધરીઓ દ્વારા સતત ચાલતા સેંકડો સ્તુતિઓના ગુંજનથી યુક્ત ત્રણ પ્રદક્ષિણાના ભ્રમણથી વ્યાપ્ત એવા મહોત્સવને જોયો.
ગયા મો સિદ્ધાયયાં, શુ િવંવાં જ્યું' - અમે સિદ્ધાયતનમાં ગયા તથા સ્તુતિઓ દ્વારા વંદન કર્યું.
અન્યત્ર પણ કહ્યું છે- ‘વંફ મો જાંપિ ઘેઞરૂં થયત્થરૂપરમો' સ્તવ સ્તુતિ પૂર્વક ઉભયકાળ ચૈત્યવંદન કરે છે.
આમ, અનેક સ્થાનોએ શ્રાવક આદિએ પણ કાઉસગ્ગ સ્તુતિ આદિ દ્વારા ચૈત્યવંદના કરી છે તેનો ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
અંગપૂજા, અગ્રપૂજા તથા ભાવપૂજાના ત્રણ પ્રકાર બતાવ્યા. હવે પંચોપચારી, અષ્ટોપચારી તથા સર્વોપચારી એમ પૂજાના બીજા ત્રણ પ્રકાર બનાવે છે.
ચૈત્યવંદન મહાભાસમાં આ ત્રણ પ્રકારની પૂજા બતાવવામાં આવી છે. પંચોપચારી, અષ્ટોપચારી તથા સર્વોપચારી. ઋદ્ધિ વિશેષથી કરાતી પૂજા સર્વોપચારી જાણવી. (૨૦૯)
પૂજાષોડશકમાં હરિભદ્રસૂરિ મહારાજે આ જ વિધાન કર્યુ છે. पंचोपचारयुक्ता काचिच्चाष्टोपचारयुक्ता स्यात् ।