________________
૮૬
श्री सङ्घाचार भाष्यम् પ્રભુના સ્તવ તથા સ્તુતિરૂપ મંગલમાં એકતાન બન્યા.
આ ભાનુશેઠની કથા ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણ) દંડકની વ્યાખ્યાના પ્રસંગે કહેવામાં આવશે.
તથા સીમનગપર્વત ઉપર વિદ્યાધરોએ જિનાલયમાં દીપકોને પ્રગટાવ્યા, એવો ઉલ્લેખ વસુદેવહિંદી દ્વિતીયખંડમાં વેડૂર્યમાલા નામના ૮મા લંભકમાં કરવામાં આવ્યો
સૂર્યનો અસ્ત થયો. સંધ્યા શોભાયમાન થવા લાગી. જિનાયતનને પ્રકાશમાન કરતી દીપશ્રેણિને પ્રગટાવી. લાખો દીવડાઓથી સીમનગ પર્વત જાજ્વલ્યમાન થયો હોય તેમ ચમકવા લાગ્યો.
(૩) સર્વોપચાર પૂજા સર્વોપચારી પૂજા અંગ, અગ્ર તથા ભાવપૂજા સ્વરૂપ છે.
કહ્યું પણ છે. આ સર્વોપચાર પૂજા પ્રક્ષાલ, અર્ચના, વસ્ત્ર, આભૂષણ આદિથી ફલ, બલિ તથા દીપ આદિથી તેમજ નાટ્ય, ગીત તથા આરતી આદિ દ્વારા થાય છે. પંચવવુકમાં વિવિનિયા સાત્તિ /ટ્ટ ધુવયમરૂ વિશિTI
जहसत्ति गीयवाईयनच्चण दाणाइयं चेव ॥ વિવિધ પ્રકારના નૈવેદ્ય ધરવા, આરતી ઉતારવી આદિ, ધૂપાદિપૂજા, ગીત વાજીંત્ર નૃત્ય તથા દાનાદિક સ્વશક્તિને અનુસાર કરવા.
બલિ આરતી આદિનું શાસ્ત્રોક્ત વિધાન પ્રતિષ્ઠા પ્રાભૂત આદિ ગ્રંથોમાં સર્વોપચારી પૂજામાં કરાતા આરાત્રિક (આરતી) નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એવું વિધાન પાદલિપ્ત સૂરીશ્વરજી મહારાજાએ પ્રતિષ્ઠા પ્રાભૃતમાંથી ઉદ્ધરીને રચેલા સ્વનિર્મિત પ્રતિષ્ઠા પદ્ધતિ નામના ગ્રંથમાં કરેલ છે.
આરતી આદિનો ઉલ્લેખ આગમ ગ્રંથમાં પણ પ્રાપ્ત થાય છે. આગમઃ મંગલદીપ આદિ પ્રગટાવવા, ઘી સાકરથી ભરેલી ઈમુ આદિ ફળ મૂકીને સુવર્ણ વર્ણવાળા ચોખાની ગહુલી કરવી, વિવિધ ધાન્યો, ફળો, વસ્ત્રો, સુવર્ણ રન મુક્તાફળ આદિ લાવવા, અત્યંત સુંદર દેખાતાદિવ્ય તથા નિર્મળ બીજા પદાર્થો પણ મૂકવા, વિચિત્ર બલિ, ગંધ, માળા, વિવિધ પ્રકારના પુષ્પો, સુંદર વસ્ત્રો, તથા વિવિધ પ્રકારના શુભ અને સુંદર ધાન્યો પ્રભુજીને ધરવા લાવવા. પ્રભુજીની આરતી અને મંગળદીવો ઉતારવો. ત્યારબાદ ચાર નારીઓએ ભેગી થઈને વલોણાની જેમ વિધિ કરવી.
મહાપુરુષ ચરિત્ર નેમિનાથ પ્રભુના જન્મ ઉદેશકમાં કહ્યું છે કે - ' तो देविंदेहिं बलिं काउं आरत्तियं भमाडेवि । वंदिता जयनाहं पिच्छणयाइं च कारेन्ति ॥ દેવેન્દ્રોએ પ્રભુને બલિ ધરીને આરતી ઉતારી અને વંદન કર્યું. ત્રણે જગતનાં