________________
श्री सङ्घाचार भाष्यम्
૭૯ પ્રતિમાજીની પૂજા કરવામાં આવે તો સમગ્ર લોકના નાથ પ્રભુજીમાં પણ સ્વામી અને સેવક ભાવ ઊભો થતો દેખાય છે. વળી, મૂળનાયકની અત્યંત આદર સહિત શ્રેષ્ઠ પૂજા કરાય છે અને બીજા જિનેશ્વરોની સામાન્યથી પૂજા કરાય છે. તેથી અહીં નિપુણબુદ્ધિથી વિચાર કરવામાં આવે તો પ્રભુની અવજ્ઞા થતી દેખાય છે.
આચાર્ય ભાઈ આ તારી વાત બરાબર નથી, કારણકે દરેક તીર્થકરો ના સમાન પરિવાર અને પ્રતિહાર્યાદિની સમૃદ્ધિ જોતા જાણકાર માણસને આ મૂળનાયક સ્વામી છે અને બીજા સેવકો છે તેવો ભાવ જાગતો નથી.
તથા જે જિનેશ્વરની પ્રતિષ્ઠા પ્રથમ કરવામાં આવે છે તે મૂળનાયક તરીકે ગણાય છે એવો વ્યવહાર છે, પરંતુ આ વ્યવહારને કારણે બીજા પરમાત્માનો સ્વામી ભાવ દૂર થઈ જતો નથી.
જેની પ્રવૃત્તિઓ ઔચિત્યથી ગર્ભિત છે તે મનુષ્ય જો એક પરમાત્માની જ વિશેષથી વંદનપૂજા કરે, નૈવેદ્ય ચઢાવે તેમાં કાંઈ પણ આશાતના નથી.
વળી, જ્યાં જે ઉચિત હોય તે જ કરાય. જેમ માટીની પ્રતિમાની પુષ્પાદિથી પૂજા કરવી ઉચિત છે, અને સોના વગેરેથી બનાવેલી પ્રતિમાની પ્રક્ષાલાદિથી પણ પૂજા કરવી યોગ્ય છે -
કલ્યાણકની આરાધના વિગેરે કાર્યથી એક જિનબિંબની વિશિષ્ટ પૂજા કરવા છતાં બાકીના પરમાત્માઓ પ્રત્યે ધાર્મિક જનોને અવજ્ઞાનો ભાવ નથી.
આમ, માટીથી નિર્મિત પ્રતિમાની પ્રક્ષાલપૂજા ઉચિત નથી, જે ભગવાનનું કલ્યાણ હોય તે ભગવાનની વિશેષ પૂજા કરવી એ વધુ ઉચિત છે, પરંતુ તેમાં અવજ્ઞા નથી, તેમ મૂળનાયક ભગવાનની વિશેષ પૂજા કરવામાં કોઈ પણ જાતની અવજ્ઞા નથી.
જિનાલયોમાં જિનપ્રતિમાની પૂજા ભગવાન માટે નથી કરાતી, પરંતુ પોતાનામાં શુભભાવ ઉત્પન્ન થાય અને બીજા પંડિત જીવો તે જોઈને બોધ પામે તે માટે કરાય છે.
કહ્યું પણ છે, કેટલાક નયનરમ્ય જિનાલયને જોઈને, કેટલાક જિનબિંબની પ્રશાંત મુદ્રાથી, કેટલાક અતિશય સુંદર પૂજા જોઈને અને કેટલાક ઉપદેશ સાંભળીને બોધ પામે છે.
પુષ્પ આદિ દ્વારા કરાતી અંગપૂજા વિવેચન પૂર્ણ થયું.
બીજી અગપૂજા ઃ અગ્રપૂજા ઉત્તમ પ્રકારના આહારથી કરવામાં આવે છે. આહારનું બીજું નામ આમિષ પણ છે.
ગૌડઃ ડોરે પત્નત્ન ન સ્ત્રી, મામi મોર્ચવસ્તુનિ આમિષ શબ્દ લાંચ અને માંસ અર્થમાં નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ છે, જ્યારે ભોજ્ય વસ્તુનો વાચક આમિષ શબ્દ નપુંસકલિંગે છે.
આ આહાર ચાર પ્રકારનો છે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. આ ચારે