________________
श्री सङ्घाचार भाष्यम् જિનપ્રતિમાની આગળનો ભાગ અને ભાવપૂજામાં ભાવશબ્દથી ચૈત્યવંદન કરતા ઉત્પન્ન થતો આત્માનો પરિણામ વિશેષ ગ્રહણ કરવાનો છે.
આ પૂજાત્રિક અનુક્રમે પુષ્પ, આહાર અને સ્તુતિ દ્વારા કરવાની છે. अंगंमि पुष्फपूया आमिसपूया जिणग्गओ बीया। तइया थुत्तगया जा तासि सरूवं इमं होई ॥
પ્રભુના અંગે પુષ્પપૂજા કરાય છે, પ્રભુની આગળ આહારફળ આદિ મૂકવા દ્વારા બીજી અગ્રપૂજા કરાય છે અને સ્તોત્ર દ્વારા ત્રીજી ભાવપૂજા કરાય છે.
ચૈત્યવંદન ચૂર્ણિઃ તિવિદ્દ પૂન-પુષ્પદંનેન્સેટિંશુદિય, સેસમેય રૂલ્ય चेव पविसंति.
પુષ્પ, નૈવેદ્ય તથા સ્તુતિ દ્વારા ત્રણ પ્રકારે પૂજા થાય છે. પૂજાના બીજા ભેદોનો પણ આ ત્રણ પ્રકારની પૂજામાં સમાવેશ થાય છે.
ઉત્તરાધ્યયન : તિસ્થયરી માવંતો તરૂ વેવ ત્તિ વયત્રી, ના पुआवंदणाईहिं हवइ । पूर्यपि पुप्फामिसथुइपडिवत्तिभेयं चउव्विहंपि जहासत्तीए
જ્ઞા |
તીર્થકર ભગવંતોની ભક્તિ કરવી જોઈએ. પ્રભુ પૂજા અને વંદનઆદિથી ભક્તિ થાય છે. પ્રભુને કરાતી પૂજાના ચાર પ્રકાર છે. પુષ્પ, આહાર, સ્તુતિ અને પ્રતિપત્તિ. પોતાની શક્તિને અનુસાર આ ચાર પ્રકારની પૂજા કરવી જોઈએ.
લલિતવિસ્તરાઃ પુષ્યામિણસ્તોત્રપ્રતિપત્તિપૂગીનાં યથોત્તર પ્રાધાન્યમ્ ા પુષ્પ, આહાર, સ્તોત્ર અને પ્રતિપત્તિ એમ પૂજાના ચાર પ્રકાર બતાવ્યા છે. આ ચાર પ્રકારની પૂજામાં પછી પછીની પૂજા પ્રધાન છે. પ્રતિપત્તિ પૂજા એટલે તીર્થકરોની આજ્ઞાને સંપૂર્ણ પણે પાળવી.
પ્રથમ અંગપૂજા (પુષ્પ પૂજ) ઉત્તમ પ્રકારના પુષ્પો દ્વારા અંગપૂજા થાય છે. પ્રશ્નઃ આ અંગપૂજામાં પુષ્પનું ગ્રહણ શા માટે કરવામાં આવ્યું છે? સમાધાનઃ અંગ પૂજા જો કે પત્ર જલ ગંધ વસ્ત્ર તથા આભરણ આદિ દ્વારા થાય છે તો પણ અહીં પુષ્પનું ગ્રહણ કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે પુષ્પ પૂજાના આરંભમાં કુસુમાંજલિ કરે ત્યારે, મધ્યમાં પુષ્પોથી પૂજા કરે ત્યારે અને પૂજાના અંતે પુષ્યનો પ્રકર કરવામાં વપરાય છે. આમ પુષ્પ, પૂજામાં ઘણું ઉપયોગી છે અને શોભામાં ઘણો જ વધારે કરે છે તેથી અંગપૂજામાં પુષ્પ શબ્દનું ગ્રહણ કરવામાં આવ્યું છે.
બીજુ અહીં ગ્રહણ કરવામાં આવેલ પુષ્પ એ તો ઉપલક્ષણ છે. તેથી નિર્માલ્ય દૂર કરવું, પ્રમાર્જન કરવું, પ્રભુના અંગે પ્રક્ષાલ કરવો, ત્યારબાદ હંમેશા અથવા વિશેષથી પર્વદિવસોમાં કુસુમાંજલિ નાખવા પૂર્વક નદીઓના પાણી, કપુર મિશ્રિત પાણી આદિ, ચંદન કેસર આદિથી મિશ્રિત પાણી, સારા ઘરનું પાણી કે બીજા કોઈ સુગંધી પાણીથી