________________
श्री सङ्घाचार भाष्यम्
૭૫ દિવ્ય ગંધકાષાયિક વસ્ત્રોથી પ્રભુની પ્રતિમાને લુંછી. સરસ ગોશીષ ચંદન વડે વિલેપન કર્યું. જિનેશ્વર પ્રભુની બધી જ પ્રતિમાઓને અખંડ અને શ્વેત દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેરાવ્યા. ઉત્તમ ગંધ અને પુષ્પ દ્વારા પૂજા કરી. પુષ્પ, માળા, ગંધ, વર્ણક (કેશરાદિ) ચૂર્ણ, આભરણ અને વસ્ત્ર આદિ પણ ચઢાવ્યા. ત્યારબાદ ઉપરથી ભૂમિ સુધી લાંબા, વિશાળ, ગોળાકારના અને લટકતા પુષ્પ માળાના સમૂહ ચઢાવે છે.
પ્રભુની અંગપૂજા કર્યા બાદ અગ્રપૂજા કરે છે.
વિજયદેવે અગ્રપૂજા કરવાની ઈચ્છાથી રત્નના નિર્મળ, સફેદ અને પાતળા ચમકદાર ચોખાથી પ્રતિમાની આગળ સ્વસ્તિક, શ્રી વત્સ, નંદાવર્ત, શરાવસંપુટ, ભદ્રાસન, શ્રેષ્ઠ કળશ, મત્સ્ય અને દર્પણ આ આઠ મંગલ આલેખ્યા. અષ્ટમંગલ આલેખીને હાથ દ્વારા ગ્રહણ કરેલા પાંચ વર્ણના પુષ્પોનો રાશિ કર્યો.
ચંદ્રકાંત મણિ, વજ રત્ન અને વૈડૂર્યરત્વના નિર્મળ દંડવાળા, સુવર્ણ, મણિ અને રત્નની ગોઠવણથી સુંદર, અગર, ઊંચી જાતનો કિંતુ, સેલારસ અને બળી રહેલા દશાંગાદિ કાળો ધૂપ એ બધા પદાર્થોની મહેક મારી રહેલી અને ચારે તરફ ફેલાઈ રહેલી ઉત્તમ ગંધથી યુક્ત ધૂપઘટાવાળા વૈડૂર્યમય ધૂપીયાને ગ્રહણ કરી ધૂપપૂજા કરી.
અંગપૂજા અને અંગ્રપૂજા કર્યા પછી ભાવપૂજા કરવાની ઈચ્છાવાળા વિજયદેવે શુદ્ધ (કાવ્યદોષ થી રહિત), અર્થગંભીર અને પુનરુક્તિ દોષ વિનાના અને મહિમાશાળી ૧૦૮ છંદોમાં તેવા પ્રકારની દેવી લબ્ધિથી સ્તુતિ કરી.
શ્રસ્તાશમરવૃત સ્તોત્રથી સ્તુતિ કરી
પ્રભુની સ્તવના કરી સાત-આઠ ડગલા પાછળ આવ્યા. ત્યાં આવીને ડાબા ઢીંચણને ઊંચો કર્યો અને જમણા ઢીંચણને ભૂમિ ઉપર રાખ્યો. મસ્તકને ભૂમિ ઉપર ત્રણ વખત નમાવ્યું. આ પ્રમાણે ચાર અંગથી નમસ્કાર કરી અંજલિબદ્ધ પ્રણામ કરવા માટે પોતાના શરીરને જરા નમાવે છે, ભુજાઓને જરાવાળીને ઊંચી કરે છે. બે હાથ જોડી, દશનખ ભેગા કરી, આવર્ત કરી અને મસ્તકે અંજલી કરી અને શકસ્તવનો પાઠ કરે.
વિજયદેવ આ પ્રમાણે અંજલિ જોડવા દ્વારા ભક્તિ વિશેષને સાચવીને શાસ્ત્ર પ્રસિદ્ધ વિધિથી શક્રસ્તવને ભણે છે.
મહાનિશીથમાં શક્રસ્તવ પાઠનો વિધિ ઃ ત્રણ ભુવનના એક ગુરુ એવી જિન પ્રતિમામાં આંખ અને મનને પરોવીને હસ્ત કમલ દ્વારા અંજલિ કરી, ત્રસ બીજ અને વનસ્પતિકાય આદિ જંતુથી રહિત એવા સ્થળમાં શકસ્તવ આદિ દ્વારા ચૈત્યવંદન કરવું.
નમુત્થણનો પાઠ ‘નમોત્થણે અરિહંતાણં ભગવંતાણથી લઈને સિદ્ધિગઈ નામધેયં ઠાણું સપત્તાણં નમો જિરાણું જિઅભયાણું.” આ સૂત્ર બોલી વિજયદેવ વંદન