________________
श्री सङ्घाचार भाष्यम् કરે છે અને નમસ્કાર કરે છે.
નમુસ્કુર્ણ સૂત્રનો અર્થ ચૈત્યવંદન સૂત્રોનું જેમાં વિવરણ કરવામાં આવ્યું છે એવી લલિતવિસ્તરા ટીકાથી જાણી લેવું. નમુત્થણે આદિ સૂત્રો દ્વારા વંદન અને નમસ્કાર કરવાનું કહ્યું છે. તેમાં પ્રતિમાજીને પ્રસિદ્ધ ચૈત્યવંદન વિધિ દ્વારા નમસ્કાર કરે છે અને પ્રણિધાન આદિ દ્વારા નમસ્કાર કરે છે.
વિજયદેવ વંદન અને નમસ્કાર બાદ સિદ્ધાયતનના મધ્યભાગમાં આવે છે. ત્યાં આવીને તેમણે દિવ્ય જલધારાથી અભિષેક કર્યો, સરસ ગોશીષ ચંદનથી હાથ દ્વારા થાપા લગાવ્યા. કેશરથી પૂજા કરી, પાંચ વર્ણના પુષ્પોને બે હાથથી ગ્રહણ કરી પુષ્પનો રાશિ કર્યો. ધૂપ ઘટા પ્રગટાવી. ' હવે દક્ષિણદિશાના દ્વારથી નીકળીને ત્યતૂપની પશ્ચિમ દિશામાં જિનપ્રતિમાના દર્શન કર્યા. ત્યાં પણ પૂર્વોક્ત વિધિથી પ્રણામ આદિ કર્યા. આ પ્રમાણે ત્યાં પ્રણામ, પ્રમાર્જન, પ્રક્ષાલ, અંગભૂંછન, વિલેપન, વસ્ત્રનું પરિબાપન, ફુલનો હાર, પુષ્પનો હાર, પુષ્પનો રાશિ, મંગલસ્ત્રોત્ર, પ્રભુના ગુણોની પ્રશંસા આદિ જિનભક્તિ કરે છે.
આજ પ્રમાણે ઉત્તર, પૂર્વ તથા દક્ષિણદિશામાં રહેલા જિનબિંબોની અર્ચના કરી. ત્યારપછી સુધર્મા સભામાં આવીને જિનેશ્વરપ્રભુના અસ્થિના દર્શન થતાં પ્રણામ કર્યા. દાબડાને ઉઘાડ્યો મોરપીંછીથી પ્રમાર્જના કરી સુગંધી પાણીથી એકવીશ વાર પ્રક્ષાલ કરી, ગોશીર્ષ ચંદનથી વિલેપન કર્યું. કુસુમ આદિથી પૂજા કરી. પછી પાંચે સભાના દ્વારની પ્રતિમાનું પૂજન પૂર્વવિધિ પ્રમાણે કર્યું. ત્યારબાદ વિજયદેવ દ્વારા કરાતી દ્વાર પૂજા આદિનું વર્ણન જીવાજીવાભિગમ નામના ત્રીજા ઉપાંગથી જાણી લેવું.
આ પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા ત્રણ પ્રણામ પૂર્વક જિનેશ્વર પ્રભુની પૂજા અને વંદનમાં તત્પર એવો વિજયદેવ દેવી સુખને ભોગવતો સુખ પૂર્વક વિહરે છે.
હે ભવ્યજીવો! વિજયદેવના આ વૃત્તાંતને સાંભળીને જિનાલયમાં ત્રણ પ્રદક્ષિણા આપીને પૂજાત્રિક તથા પ્રણામત્રિકને નિત્ય કરો. પ્રદક્ષિણાત્રિક, પૂજાનિક અને પ્રણામત્રિક ઉપર વિજયદેવ કથા સમાપ્ત
અત્યાર સુધી નિશીહિત્રિક, પ્રદક્ષિણાત્રિક અને પ્રણામત્રિકનું વિવરણ કરવામાં આવ્યું. હવે પૂજાત્રિકની અનેક રીતે વિચારણા કરતા ગ્રંથકાર કહે છેગાથા - માવપેથાપુદીરસ્યુટિંપૂતિમાં
પંચોવચાર નવાર સવ્યવથાર વા ૨૦ | ગાથાર્થ:પૂજાના ત્રણ પ્રકાર છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. પુષ્પદ્વારા અંગપૂજા, આહાર દ્વારા અગ્રપૂજા તથા સ્તુતિ દ્વારા ભાવપૂજા થાય છે. અથવા પંચોપચારી, અષ્ટોપચારી અને સર્વોપચારી એમ પૂજાના ત્રણ પ્રકાર છે.
ટીકાર્ય અંગપૂજામાં અંગ શબ્દથી જિનપ્રતિમાને, અગ્રપૂજામાં અગ્ર શબ્દથી