________________
श्री सङ्घाचार भाष्यम् અને બહારથી ગોળ છે. તેનો આકાર ઊભા કરેલા ગાયના પૂંછડા જેવો છે. તે મૂળમાં ૧રા યોજન, મધ્યમાં ૬ યોજન અને ઉપર ૩ યોજન ને અડધો ગાઉ પહોળો છે. તે પાંચ વર્ણના મણિમય કાંગરાથી શોભે છે. આ કાંગરા ૫૦૦ ધનુષ્યના વિસ્તારવાળા, એક ગાઉ લાંબા અને કાંઈક ન્યૂન અડધો ગાઉ ઊંચા છે. કિલ્લાની ચારે દિશાએ ૧૨પ-૧૨પ દ્વાર છે. આ કારો શ્વેત છે, તેની ઉપર ઉત્તમ સુવર્ણના શિખરો છે, વળી તેઓ તોરણ છત્ર અને ધ્વજથી યુક્ત છે. તેની પૂર્વઆદિ ચારે દિશાઓમાં બધી જ ઋતુના પુષ્પ અને ફળ આપનારા અશોક વન, સપ્ત પર્ણવન, ચંપકવન અને આંબાના વનો છે. આ વનોમાં ઘણા વ્યંતર દેવો હર્ષપૂર્વક સૂવું, બેસવું, પડખા ફેરવવા, આનંદ કરવો, ક્રિીડા કરવી આદિ ક્રિયાઓ કરે છે. આ દેવો પૂર્વે આદરપૂર્વક કરેલા સુકૃતોના કલ્યાણકારી ફળ વિશેષને અનુભવે છે.
આ વિજ્યાનગરીના બરાબર મધ્યભાગમાં વિજય દેવનો પ્રાસાદ છે. પ્રાસાદમાં લાગેલા ઉત્તમ મણિ અને રત્નોના કિરણ સમૂહથી આકાશમાં ઈન્દ્રધનુષ્યની રચના થતી હતી. જેમાં સૌધર્માવલંસક વિમાન ચારે દિક્ષાલના વિમાનોથી શોભે છે તેમ વિજયદેવનો આ પ્રાસાદ ચારે દિશામાં રહેલા નાના પ્રાસાદોથી પરિવરેલો શોભે છે. આ ચાર નાના પ્રાસાદો પણ જેમ મેરુપર્વત ૪ ગજદંત પર્વતોથી શોભે છે તેમ બીજા ચાર નાના પ્રાસાદોથી રમણીય લાગે છે.
આ બધાં જ પ્રાસાદો મણિ, તોરણ, ચંદન ઘડા, પુતળીઓ, છત્રો અને ધ્વજાઓથી અત્યંત સુંદર લાગે છે.
આ વિજયદેવના પ્રાસાદની ઈશાનદિશામાં સુધર્મા સભા, ઉપપાતસભા, અભિષેક સભા, અલંકાર સભા અને વ્યવસાય સભા આ પાંચ સભા છે. આ પાંચ સભામાં સહસ્ત્ર સ્તંભો, છ મુખ મંડપો તથા ત્રણ દ્વાર છે.
આ પાંચ સભામાંથી ઉપપાત સભામાં દેવશય્યાની અંદર ચાદરની નીચે વિજય નામના દેવનો ઉપપાત થયો. .
ઉત્પન્ન થયેલ દેવ વિચારવા લાગ્યો, “અત્યારે મારે શું કલ્યાણકારી છે અને પછી શું કલ્યાણકારી છે? અત્યારે શું કરવા જેવું છે અને પછી શું કરવા જેવું છે? પૂર્વમાં પરિણામે શું સુંદર છે, હિત માટે છે, સુખ માટે છે, નિશ્ચિત કલ્યાણ માટે છે અને પરંપરાએ શુભ અનુબંધ વાળા સુખ માટે થશે તથા પછી શું પરિણામે સુંદર હિતાદિ માટે થશે?”
વિજયદેવના આવા મનોગત સંકલ્પને જાણીને સામાનિક દેવો ત્યાં આવ્યા. તેઓએ શિરસાવર્તનમસ્કાર કરી વિજયદેવને જય-વિજય દ્વારા વધાવ્યા અને બોલ્યા, હે પ્રભુ સુધર્મા સભાની ઈશાન દિશામાં ત્રણ ધારવાળું, નવ યોજનાની ઉંચાઈવાળું, ૧૨ા યોજન લાંબુ અને ૬ યોજન પહોળાઈવાળુ સિદ્ધાયતન છે.