________________
श्री सङ्घाचार भाष्यम्
૬૯ રાતના વાસી નિર્માલ્ય મોરપીંછીથી દૂર કરે. નિર્માલ્ય ઉતાર્યા પછી જિનાલયનો કાજો સ્વયં કાઢે અથવા બીજા પાસે કઢાવરાવે. પછી પોતાના સામર્થ્યને અનુસાર જિનેશ્વર પ્રભુની પૂજા કરે.
વિશિષ્ટ આંગી આદિને દૂર કરી શકાય? પ્રભુની પૂજા કરતા પહેલા કોઈએ જો મોટા ઠાઠમાઠથી પૂજા કરેલી હોય તો એ વિશેષ અંગરચના આદિ પ્રભુ પૂજાને પોતાની પાસે તેનાથી વધારે સારી પૂજાની સામગ્રી ન હોય તો દૂર કરી ન શકાય, કારણકે તે વિશિષ્ટ પ્રભુપૂજાને દૂર કરવામાં આવે તો તેના દર્શનથી થવાવાળા પુણ્યાનુબંધી પુણ્યના અનુબંધનો અંતરાય થાય. પરંતુ તે અંગરચના આદિમાં વધુ શોભાની અભિવૃદ્ધિ થાય તેવો પ્રયત્ન કરી શકાય.
સુંદર વૈભવથી કરેલી પૂજાને નિમલ્સ કહેવાય? આ અંગરચના આદિ પૂજાને નિર્માલ્ય કહી ન શકાય, કારણકે એમાં નિર્માલ્ય લક્ષણ ઘટતું નથી.
નિમલ્યનું લક્ષણઃ મોવિM૬ વ્યં નિમર્ણિ વિતિ શિયસ્થા- જે દ્રવ્યને ફરીથી વાપરી ન શકાય તે દ્રવ્યને નિર્માલ્ય કહેવાય છે. જિનેશ્વર પ્રભુની પ્રતિમા ઉપર ચઢાવેલુ પુષ્પ આદિ જે કરમાઈ ગયું હોય, દુર્ગધ નીકળતી હોય અથવા જે પહેલાની જેમ સુશોભિત ન હોય તેમજ જેના દર્શન થતાં ભવ્યજીવોના મનમાં આનંદ ઊભો ન થતો હોય તેને બહુશ્રુત નિર્માલ્ય કહે છે.
આભરણ આદિને નિમલ્સ કહેવાય? આગમ ગ્રંથોમાં નિર્માલ્ય કોને કહેવાય અને કોને ન કહેવાય તેવું વિધાન મળતું નથી. પણ ગીતાર્થોએ નિર્માલ્યની જે વ્યાખ્યા કરી છે તેને અનુસાર વસ્ત્રો, આભરણો, યુગલ, કુંડલ આદિ જિનેશ્વરોને ફરીથી ઉપયોગમાં ન લઈ શકાય તો શાસ્ત્રમાં જ વર્ણન મળે છે કે વિજય આદિ દેવ એક કષાઈ વસ્ત્રથી ૧૦૮ જિનપ્રતિમાને લૂછતા વર્ણવેલા છે તે કેવી રીતે ઘટી શકે?
નિર્માલ્યને દૂર કર્યા બાદ અંગપૂજા તથા અગ્રપૂજા કરવાની છે. આ અંગપૂજા તથા અગ્રપૂજાનું સ્વરૂપ આગળ બતાવાશે. ત્યારબાદ ચૈત્યવંદન કરવાની ઈચ્છાવાળો પોતપોતાની મર્યાદાના અનુસાર અવગ્રહમાં રહી ત્રીજી નિસીહિ કરે છે. આ નિરીતિથી જિનપૂજા સંબંધી વ્યાપારનો ત્યાગ થઈ જાય છે. આથી પૂજા માટે ફુલ લાવવા સ્વરૂપ સાવદ્ય વ્યાપાર ચૈત્યવંદનની વેળાએ નિષિદ્ધ થઈ જાય છે.
પ્રણામસિકનું વર્ણન -
બીજી નિસાહિ બાદ પ્રણામત્રિક વિધિપૂર્વક કરવાનું કહ્યું હતું. આ પ્રણામત્રિકના સ્વરૂપનું નિરૂપણ કરનાર ગાથાનું વર્ણન કરે છે. गाथा :- अंजलिबद्धो अद्धोणओ अ पंचंगओ य तिपणामा।
सव्वत्था वा तिवारं सिराइनमणे पणामतियं ॥९॥ ગાથાર્થ - અંજલિ સહિત પ્રણામ, અર્ધાવનત પ્રણામ અને પંચાગ પ્રણામ એ