________________
૬૦
____ श्री सङ्घाचार भाष्यम् જિનેશ્વર પ્રભુના જિનાલયમનિસાહિત્રિક કરવામાં હે ચતુર પુરુષો પ્રયત્ન કરો.
- નિસાહિત્રિકના વિષયમાં ભુવનમલ્લ નરેશ્વર કથા સમાપ્ત. પ્રદક્ષિણાત્રિક
જિનાલયમાં પ્રવેશતી વેળાએ દ્વારમાં ત્રણ નિશીહિ કરી લીધા પછી જિનેશ્વર પ્રભુના દર્શન થતાં “નમો જિણાણ” કહી પ્રણામ કરવાના છે. પ્રણામ કર્યા પછી જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરવા માટે ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. પ્રદક્ષિણા કરનારના જમણા હાથે મૂળનાયક પ્રભુજીના પ્રતિમાજી આવે તે રીતે પ્રદક્ષિણા કરવાની છે. કારણકે જેમને કલ્યાણની કામના હોય તેમણે ઉત્કૃષ્ટ વસ્તુ જમણી બાજુ કરવી જોઈએ. આથી પ્રદક્ષિણા કરતી વખતે શ્રેષ્ઠતમ એવા પરમાત્મા જાણી હાણે તે રીતે પ્રદક્ષિણા કરવી.
“ચેઈયવંદણ મહાભાસ'માં પ્રદક્ષિણાત્રિકનું વિધાન तत्तो नमो जिणाणंति भणिय अद्धोणयं पणामं च । काउ पंचंगं वा भत्तिभरनिब्भरमणेण ॥१॥ पूअंग पाणिपरिवारगओ गहिरमहुरघोसेण। पढमाणो जिणगुणगणनिबद्धमंगल्लथुत्ताई ॥२॥ करधरियजोगमुद्दो पए पए पाणिरक्खणाउत्तो । दिज्जा पयाहिण तिगं एगग्गमणो जिणगुणेसु ॥३।
બલાનક મંડપમાં (જિનચૈત્યના અગ્રભાગમાં) નિસાહિત્રિક કે દક્તિના સમૂહથી ભરપૂર મનવડે પ્રભુજીને “નમો જિણાણું કહી અદ્ધવનત પ્રણામ કરે અથવા પંચાગ પ્રણિપાત નમસ્કાર કરીને પૂજાની સામગ્રી હાથમાં ગ્રહણ કરીને આવેલા પરિવારથી પરિવરેલો ગંભીર અને સુમધુર સ્વરે જિનેશ્વર દેવના ગુણસમૂહથી સંબંદ્ધ માંગલિક એવા પવિત્ર શ્લોકોને બોલતો, હાથમાં યોગમુદ્રાને ધારણ કરતો, પગલે પગલે જીવોની રક્ષા માટે દત્તચિત્ત, તથા જિનેશ્વર દેવોના ગુણોમાં એકાગ્ર મનવાળો થઈ ત્રણ પ્રદક્ષિણા આપે.
પ્રદક્ષિણાના અવસરે ચિત્તની એકાગ્રતા રાખવી. કહ્યું પણ છે. જિનેશ્વર પ્રભુની ભક્તિને છોડીને બીજી કોઈ પણ વિચારણા ન કરી શકાય. જિનાલયમાં સ્ત્રીકથા, ભક્તકથા, દશકથા તથા રાજકથાનો ત્યાગ કરવાનો છે. મર્મવેધી વાક્યનો ત્યાગ કરવો. જન્મ અને કર્મને આશ્રયી વિરુદ્ધ વાક્ય ન ઉચ્ચારવા. અસત્ય, ચાડી તથા કઠોર વાણી પણ ન બોલવી. બોલવું હોય તો પણ અલ્પ, હિતકારક અને ધર્મ પરક શબ્દો ઉચ્ચારવા.
પ્રદક્ષિણા ન થાય ત્યારે પણ પ્રદક્ષિણાના પરિણામ ન છોડવા ગૃહમંદિરમાં પ્રદક્ષિણાત્રિક કરી શકાતું નથી તથા ગૃહમંદિર સિવાયના સંઘચૈત્યો