________________
श्री सङ्घाचार भाष्यम् સ્વામીએ વિલાપ કરતા ભઈઅને આશ્વાસન આપીને પૂછ્યું, “ભાઈ! શું થયું, કહેતો ખરી’.
ભઈએ રડતા રડતા પોતાની વીતક કથા વહાણના માલિકને સંભળાવી, “મેં ઘણા કષ્ટ વેઠ્યા પછી આ મણિને મેળવ્યો ખરી પણ અભાગીયો હું પ્રમાદમાં પડીને મણિને હારી ગયો. હવે મારી ઉપર કૃપા કરો અને મને મણિ પાછો અપાવો.”
“અરે ગાંડા! આ અગાધ સાગરમાં સમાઈ ગયેલો મણિ કેવી રીતે તેને પાછો મળવાનો છે. સમુદ્રમાંથી મણિને પાછો મેળવવામાં આપણી બુદ્ધિ પહોંચતી નથી, આપણી પાસે એવો કોઈ વૈભવ નથી કે એવું કોઈ સામર્થ્ય નથી.”
આ દુઃખીયારો ભઈઅ પ્રાપ્ત કરેલા ચિંતામણિને ખોયા બાદ જેમ દુઃખીઓ થયો તેમ જીવ પણ પ્રમાદી બનીને મનુષ્યપણું હારી જાય છે અને લાંબાકાળ સુધી દુઃખોનું ભાજન થાય છે. કદાચિત્ દેવની કૃપા ફરીને પ્રાપ્ત થાય અને ચિંતામણિને પ્રાપ્ત કરીને ભઈઅ સુખી થઈ જાય પરંતુ મનુષ્ય જો પ્રમાદી બને તો અનેક સુકૃતોથી પ્રાપ્ત થતો માનવભવ પુનઃ પ્રાપ્ત થઈ શક્તો નથી.
જેમ આ લોકમાં પૂજન પૂર્વક ચિંતામણિ રત્નની આરાધના સફળ બને છે તેમ પૂજનરસિક એવા મનુષ્યનો આ માનવભવ સુખનું કારણ બને છે.
તેથી ઈચ્છિત ફળને આપનાર એવા જિનેશ્વર પ્રભુની સદૈવ પૂજા કરવી જોઈએ. દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ પૂજાના બે પ્રકાર છે.
મહાનિશીથ સૂત્ર ઃ દેશવિરતિધર શ્રાવક જે પૂજા, સત્કોર તેમજ દાનશીલ આદિ ધર્મનું સેવન કરે છે તે દ્રવ્યપૂજા છે અને ચારિત્રાનુષ્ઠાન અને કષ્ટવાળા ઘોર તપનું આસેવન તે ભાવપૂજા છે.
ભાવઅર્ચન એ ઉત્કૃષ્ટ ચારિત્રપાલન રૂપ છે, જ્યારે દ્રવ્યઅર્ચન એ જિનપૂજા રૂપ છે. મુનિઓને માટે ભાવપૂજા છે અને શ્રાવકો માટે દ્રવ્ય અર્ચા છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ભાવપૂજા શ્રેષ્ઠ છે.
કારણ કે કોઈ ભાવિક સુવર્ણ અને મણિના પગથિયાવાળું, હજારો થાંભલા વાળું અને સોનાની ફરસવાળું જિનાલય બનાવે છે તેના કરતા તપ સંયમ અનેક ગુણવાળો
આ તપસંયમ દ્વારા ઘણા ભવોમાં ઉપાર્જેલા પાપકર્મના મળરૂપ લેપને સાફ કરીને થોડાંક જ કાળમાં અનંત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે.
સમગ્ર પૃથ્વી પટને જિનાલયોથી શોભાયમાન કરનાર અને દાનાદિક ચારે પ્રકારના સુંદર ધર્મને સેવનાર શ્રાવક વધારેમાં વધારે સારી ગતિ પામે તો પણ બારમાં દેવલોકથી આગળ જઈ શકતો નથી. અર્થાત્ અશ્રુત નામના બારમા દેવલોક સુધી જ જાય છે. - જે જિનેશ્વર પ્રભુની પૂજા નથી કરતો અને માત્ર શરીરના સુખની લાલસા જ