________________
श्री सङ्घाचार भाष्यम्
રાખે છે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી તેમજ સદ્ગતિ પણ મળતી નથી.’
વિચિત્રવેગે આ પ્રમાણે વિમલગુપ્તાચાર્ય પાસે દેશના સાંભળીને પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો. મુનિ વિચિત્રવેગ પોતાના મનને હરહંમેશ ભાવનાથી ભાવિત કરવા
લાગ્યા.
૬૫
‘હે જીવ! તને દીક્ષા અને ગુરુની શિક્ષા બંને પ્રાપ્ત થઈ છે. હવે તું શરીરની ઉપેક્ષા કર. ઉગ્ર તપ ધર્મની આરાધના કર. જેથી શુભંકર એવી દીક્ષાના પાલનથી મોક્ષના સુખો તારી નિકટમાં આવી જશે.’
વિચિત્રવેગ મુનિ આ પ્રમાણે પોતાના આત્માને પુનઃપુનઃ ભાવિત કરવા લાગ્યા. અંતે નિર્દોષ ભિક્ષાનો પણ ત્યાગ કરી અરિહંતાદિની ભગવંતોની સાક્ષીએ અણસણ કર્યુ. કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર થયા.
વિચિત્રવેગ મુનિએ જ્યાં કાળ કર્યો હતો ત્યાં રહેલા દેવોએ અણસણ ભૂમિની પૂજા કરી. આ મહાત્માને નમસ્કાર કરવા માટે વિદ્યાધરોમાં ચતુર એવો ચિત્રવેગ પણ ત્યાં આવ્યો હતો. આ મહાત્માના નિષ્પ્રાણ દેહને દેખીને ભાઈ ઉપરના સ્નેહરાગને કારણે ચિત્રવેગ વિદ્યાધર મૂર્છા પામ્યો. અનેક ઉપાયો બાદ મૂર્છા દૂર થઈ ત્યારે વિમલ નામના ગુરુભગવંતે તેને બોધ આપ્યો,
તે
“ભાગ્યશાળી તું શોક ન કર. શોક કોનો કરાય તે તું સાંભળ, न हु होइ सोइयव्वो जो कालगओ दढो चरित्तंमि । सो होइ सोइयव्वो जो संजमदुब्बलो विहरे ||
જે મહાત્માઓનું ચારિત્ર નિરતિચાર છે તેઓ કાલ કરે તો પણ તેમનો શોક ન કરવો જોઈએ, પરંતુ તેઓનો જ શોક કરવા જેવો છે કે જેઓ સંયમ પાલનમાં નિર્બળ થઈને સંયમ જીવનને પૂરું કરે છે.
सोच्चा ते जियलोए जिणवयणं जे नरा न याणंति । सोच्चाणवि ते सोच्चा जे नाऊण नवि करंति ॥
ખરેખર તેઓનો શોક કરવો જોઈએ કે જેઓ આ લોકમાં જિનવચનને જાણતા નથી, વળી તેઓ તો અતિશય શોચનીય છે જેઓ જિનવચનને જાણવા છતાં પણ આચરણમાં મૂક્તા નથી.
दावेऊण धणनिहिं तेसिं उप्पाडिआणि अच्छीणि ।
नाऊणवि जिणवयणं जे इह विहलंति धम्मधणं ॥
જેઓ જિનવચનને જાણવા છતાં પણ પોતાનું ધર્મધન નિષ્ફળ બનાવે છે તેઓ પૈસા આપીને પોતાની આંખોને ઉખાડાવે છે.
ભાઈ ચિત્રવેગ! આ વિચિત્રમુનિની સદ્ગતિ નિશ્ચિત છે, એમનું જીવન સંયમપૂર્વકનું હતું. તપધર્મની સુંદર આરાધના કરનાર અને ગુણવાન એવા મહાત્માનો