________________
श्री सङ्घाचार भाष्यम् શોક કેવી રીતે કરાય અર્થાત્ શોક ન જ કરવો જોઈએ.'
વિમલગુરુએ આ પ્રમાણે ચિત્રવેગ વિદ્યાધરને બોધ આપ્યો. ચિત્રવેગે તૃણના ત્યાગની જેમ ચક્રવર્તીપણાનો ત્યાગ કરી સંપૂર્ણ દુઃખના નાશ માટે તરત જ સંયમ સ્વીકાર્યો. પૂર્વભવમાં અધ્યયન કરેલ શ્રુતસાગર (પૂર્વકૃત)નું સ્મરણ થઈ આવ્યું અને તે જ ક્ષણે શુક્લધ્યાનની ધારામાં ચઢેલ એ મહાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં ઈન્દ્ર મહારાજા તેમને વંદન કરવા માટે આવી પહોંચ્યા. વંદનાર્થે આવેલા ઈન્દ્ર મહારાજાને ચિત્રવેગ કેવલી ભગવંતે ધર્મદેશના આપી અને તે જ દિવસે શિવલક્ષ્મીને પ્રાપ્ત કરી. ઈન્દ્ર તેમનો આશ્ચર્ય ઉપજાવે તેવો નિર્વાણ મહોત્સવ કર્યો.
ત્યારબાદ આ જ સ્થાને ઈન્દ્ર મહારાજાએ એક જિનાયતનનું નિર્માણ કર્યું. - જિનાલયની મધ્યમાં આ સૌધર્મેન્દ્ર આદિનાથ પ્રભુ અને પોતાના ભાઈ ચિત્રવેગ કેવલીની સુવર્ણની પ્રતિમાને સ્થાપના કરી. ચક્રવર્તીના ચક્રરત્નની જેમ આ ધર્મચક્રને અહીં પધરાવ્યું. જિનાલયની બહાર ભદ્રાસન બનાવ્યું, તેની ઉપર મંડપનું નિર્માણ કર્યુ. - વસુદેવહિંડીમાં પણ કહ્યું છે. દેવેન્દ્ર હરિકૂટ પર્વત ઉપર અવર્ણનીય, અનુપમ અને અત્યંત સુશોભિત એવું જિનાલય બનાવ્યું. આ જિનાલયમાં આદિનાથ પ્રભુ અને પોતાના ભાઈ ચિત્રવેગ કેવલીની સુવર્ણમયી પ્રતિમાને સ્થાપી ચક્રરત્નની જેમ ધર્મચક્ર પણ સ્થાપ્યું. બહાર સ્થાપેલ ભદ્રાસન ઉપર રત્નના મંડપનું નિર્માણ કરવામાં આવ્યું.
જિનાલયના નિર્માણ બાદ ઈન્દ્ર મહારાજાએ ઘોષિત કર્યું કે હરિકૂટ પર્વતના ઉપરના આ જિનાલયના દ્વાર બંધ રહેશે. મારી આજ્ઞા અનુસાર જિનાલયની અંદર રહેલી પ્રભુપ્રતિમાને દેવો સદેવ પૂજશે.
વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિ તથા દક્ષિણશ્રેણિના વિદ્યાધરોએ પ્રતિવર્ષેજિનાલયની બહાર વાર્ષિક મહોત્સવ કરવાનો છે. જે વિદ્યાધર આ વાર્ષિકોત્સવને નહિ કરે તો તેની વિદ્યા ભ્રષ્ટ થશે.
અહીં કારણથી આવેલ ચક્રવર્તી, ચરમ શરીરી, વિદ્યાધર ચક્રવર્તી, જે ખેચરચક્રી દ્વારા પીડાય નહિ અને જે સમ્યગુ દેષ્ટિ હોય તે તથા એનો પિતા કે પુત્ર આ વનમાં આ ચૈત્યને પોતે ઉઘાડશે અને તે આ સિંહાસન ઉપર બેસશે.
આ પુણ્યશાળીની સાથે જે હશે તે જનસમુદાય પણ આ પ્રભુજીની પ્રતિમાના વંદન કરી શકશે.
આ મારી આજ્ઞા છે એ પ્રમાણે કહીને દેવેન્દ્ર દેવલોકમાં ગયા. સૌધર્મેન્દ્રના બંને ભવોમાં હરિ નામ હતું આથી સ્તૂપના નિર્માણ બાદ તે હરિકૂટ