________________
૬૨
श्री सङ्घाचार भाष्यम् રીતે મોટો થયો. એ જ્યારે તરૂણ અવસ્થાએ પહોંચ્યો ત્યારે કામક્રીડામાં રત નગરજનોને દેખીને વિચારવા લાગ્યો મારા જીવનને ધિક્કાર થાવ, કારણકે હું ધન અને કામ બંનેથી પાંગળો છું.
ભઈઅના હૃદયમાં વિષયવાસના પ્રગટ થઈ, પણ વિષયો ધન વિના પ્રાપ્ત થતા નથી આવો વિચાર કરીને ભઈઅ કોઈના વહાણમાં રત્નદ્વીપમાં પહોંચી ગયો. રોહણાચલને વિનંતી કરવા લાગ્યો, ‘હે રોહણાચલ! આકાશમાંથી આવી પડ્યો છું અને પૃથ્વીએ મને ઝીલી દીધો છે. તો હવે મને તારા વિના કોઈ આધાર નથી.’ આવું બોલીને તેને રોહણાચલની પૂજા કરી કોદાળાને હાથમાં ઉપાડ્યો. કછોટો લગાવ્યો અને પોતાના વાળને છૂટા મૂક્યા. રત્નોની ખાણને ખોદવા તો લાગ્યો પણ, તેને લાગ્યું કે હું તો નિર્ભાગ્ય શિરોમણિ છું. અખૂટ ખજાના સમાન ચિંતામણિ રત્ન જો મને ન મળે તો મને મળી ગયેલા ઉત્તમ રત્નોનો પણ ક્ષય થઈ જશે. હવે મારે ઉત્તમ રત્નો પણ નથી જોઈતા, આવો તેણે નિશ્ચય કર્યો. હવે ચિંતામણિમાં પાગલ બનેલો વજરત્ન જેવા રત્નોને પણ ફેંકી દે છે, કેટલાક દિવસો બાદ સાર્થજનોએ કહ્યું- ‘ચાલો હવે આપણે જઈએ.’ ત્યારે ભઈએ કહ્યુ- “મને આજ સુધી કાંઈ પણ મળ્યુ નથી, હું કેવી રીતે આવી શકું?’
હવે તો સાર્થજનો પણ દયાન્વિત બન્યા. તેઓએ કહ્યું કે આ બિચારો આપણી સાથે આવ્યો છે, હવે આ બિચારાને એકલો મૂકીને આપણે કેમ જઈએ? તેઓએ ફરીને તેને કહ્યુ- તું અમારી સાથે ચાલ. અમે તને અમારા રત્નોમાંથી ભાગ આપશું. ‘હું તો ચિંતામણિ રત્ન વિના ગમે તેવા સારા રત્નોને પણ ગ્રહણ નહી કરું.’ ભઈએ સાર્થજનોને કહ્યુ.
અરે! આના મનમાં ચિંતા છે એજ એને માટે ચિંતામણિ છે.' આમ મશ્કરી કરતા સાર્થજનો તેને છોડીને પોતાના નગર ભણી ચાલ્યા ગયા.
આ દુઃખીયારો તો ઠંડી, ગરમી, ભૂખ આદિ ઘણા કષ્ટોને સહન કરવા લાગ્યો. છ માસ વીતી ગયા. એક દિવસ રોહણાચલના અધિપતિ દેવે તેને સ્વપ્રમાં કહ્યું, ‘અરે! ભઈ! તું રત્નોને ગ્રહણ કરી સાથેજનો સાથે કેમ ચાલ્યો ન ગયો ?’ દ્રમક- ‘મને ચિંતામણિ રત્ન ન મળ્યો એટલે હું ગયો નથી.’
દેવ- ‘તું ચિંતામણિ રત્ન નહી મેળવી શકે.’
દ્રમક- શું પર્વતમાં ચિંતામણિ રત્ન નથી ?
દેવ- ભઈ! ચિંતામણિ રત્નો તો અહીંયા અઢળક છે, પણ અભાગીયાઓને ચિંતામણિ રત્નો અહીંયા ન મળે.
દ્રમક- ચિંતામણિ રત્ન મેળવવા માટે તો હું આખા પર્વતને ખણી નાખીશ, પછી તું ચિંતામણિને ક્યાં સંતાડીશ?