________________
૫૮
श्री सङ्घाचार भाष्यम् જમણી બાજુ અને ચાર ચક્રો ડાબી બાજુ ફરે છે. તે ભૂમિતળમાં તેલની કુંડી ભરેલી છે. તેલમાં પડતા પ્રતિબિંબને જોઈને અત્યંત સાવધાની પૂર્વક ડાબી આંખની કીકીને વીંધવાની છે. અહીંયા આવેલા બધાં જ ક્ષત્રિયોના નામો ભૂર્જપત્ર ઉપર લખાવીને માટીના ગોળામાં નખાવેલા છે. આ સુવર્ણના ઘડામાં નાખેલા માટીના ગોળાને અમારા પુરોહિતજી કાઢશે. જેના નામનો ગોળો નીકળશે તે રાધાવેધ કરવામાં પ્રયાસ કરી શકશે આ અમારી ગોઠવણ છે.
પુરોહિતજીએ પ્રથમ ગોળો કાઢ્યો. નામ વાંચતા અયોધ્યા નગરીના રાજાના પુત્ર મકરધ્વજ કુમારે પોતાના હાથમાં બાણને ગ્રહણ કર્યું. શ્રીષેણ રાજાએ વર્ણવેલા રાધાવેધની વિધિ પ્રમાણે બાણને છોડ્યું, પણ જેમ સચ્ચારિત્રી મુનિના હૃદયમાં કામના બાણ નાશ પામે છે તેમ મકરધ્વજ રાજકુમારનું બાણ વચ્ચે ટકરાઈ તૂટી ગયું.
આ પ્રમાણે બીજા રાજાઓ પણ રાધાવેધ સાધી ન શક્યા ત્યારે અવસર મળતા ભુવનમલ્લ કુમાર ઊભો થયો.
જેમ ભવ્યજીવ ધર્મગુણમાં તત્પર બની, અંતર કરણ કરી અપૂર્વકરણનું બાણ મારી ગ્રંથિભેદને કરે છે તેમ ભુવનમલ્લકુમારે ધનુષ્યની દોરી ખેંચી, અવસર મેળવીને પ્રચંડ બાણથી રાધાવેધ કર્યો. " રાધાવેઘ થતાં લોકો જયજ્યારાવ કરવા લાગ્યા અને તાળી પાડવા લાગ્યા. શ્રીષેણરાજાનું મન હર્ષિત થઈ ગયુ. ભુવનમલ્લની સાથે રત્નમાલાને પરણાવી. બીજા રાજાઓનું સન્માન કરી પોતાના સ્થાને જવા માટે શ્રીષેણ રાજાએ રજા આપી. કુમાર પણ કેટલાક દિવસ ત્યાં સુખપૂર્વક રહીને શ્રીષેણ રાજાની આજ્ઞા લઈ ઘણા પરિવાર અને પત્નીઓની સાથે પોતાના નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં જઈને પિતાના ચરણોમાં નમસ્કાર કર્યા. ભોજન કર્યું. પછી કુમારના મિત્ર સિંહ કુમાર અહીં આવ્યો ત્યાં સુધીનું સઘળુ વૃત્તાંત શ્રી હેમપ્રભ રાજાને જણાવ્યું.
એક દિવસ ધર્મને જાણવાની ઈચ્છાથી શ્રી હેમપ્રભ રાજાએ બધાં જ ધર્મગુરુઓને બોલાવ્યા. તેઓએ પોતપોતાનો ધર્મરાજાને જણાવ્યો. આ ધર્મોના વિષયમાં વિચારતા રાજાએ જણાવ્યું કે જ્યાં ઈન્દ્રિયોના વિષયોથી વિરક્તિ નથી, પરિગ્રહનો ત્યાગ નથી કર્યો અને જીવોની હિંસા કરવામાં આવે છે તેને ધર્મ કેવી રીતે કહેવો. આવો વિચાર કરીને રાજાએ ધર્મગુરુઓને વિદાય આપી.
હે પિતાજી! આપ જો ધર્મને ઈચ્છો છો તો પ્રાણીની રક્ષા કરનારા, પરિગ્રહ વિનાના અને કામવાસનાથી મૂકાયેલા એવા મુનિભગવંતોની પાસે ધર્મની પૃચ્છા કરો. રાજાએ દ્વારપાળને આદેશ કર્યો અને દ્વારપાળ એક ક્ષુલ્લક મુનિને રાજાની પાસે લાવ્યો. હેમપ્રભ રાજાએ ક્ષુલ્લક મુનિને કહ્યુ, “ક્ષુલ્લક મુનિ! જો તમે ધર્મને જાણો છો તો મને ધર્મનો બોધ આપો.” રાજાની આ વાતથી ક્ષુલ્લક મુનિનું મન અક્ષુબ્ધ રહ્યું. તેમણે