________________
૫૯
श्री सङ्घाचार भाष्यम् ધર્મના રહસ્યને સમજાવવા માટે સુકા અને ભીના એમ માટીના બે ગોળા રાજાની સામે જ ભીંત ઉપર નાખ્યા. “ક્ષુલ્લક મુનિ! આ ગોળા ભીંત ઉપર નાખવાથી મને ધર્મનું રહસ્ય સમજાતું નથી.” રાજા બોલી ઉઠ્યા.
તો રાજન! જો તમને ધર્મનું રહસ્ય ન સમજાયું હોય તો આ ગોળાઓ જે કહે છે તે મનની એકાગ્રતા પૂર્વક તમે સાંભળો. મેં ભીના અને સુકા એમ માટીના બે ગોળા નાખ્યા. બંને ભીંત ઉપર પડ્યા. ભીનો હતો તે ભીંત ઉપર ચોંટી ગયો. આ પ્રમાણે જીવો પણ બે પ્રકારના છે એક બુદ્ધિ વિનાના કામાસક્ત જીવો અને બીજા સંસાર ભાવથી વિરક્ત થયેલા. કામાસક્તજીવો ભીના ગોળાની જેમ સંસારમાં ચોંટી જાય છે અને સુકા ગોળાની જેમ વિરક્ત જીવો સંસારમાં ચોંટતા નથી.” શુલ્લક મુનિના મુખથી ધર્મનું રહસ્ય સાંભળી રાજા હેમપ્રભનું મન વિસ્મયને અનુભવવા લાગ્યું, “હે મુનિશ્રેષ્ઠ! મારું અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામ્યું છે. આપે બહુ મજાનો ઉપદેશ આપ્યો છે. આ પ્રમાણે રાજાએ મુનિની સ્તુતિ કરી અને નમસ્કાર કર્યો. ત્યારબાદ મહાત્માને વિદાય આપી.
બીજે દિવસે રાજાએ ભુવનમલ્લને રાજ્ય આપી શ્રી અભયઘોષસૂરિ મહારાજની પાસે પ્રવજ્યાને ગ્રહણ કરી. રાજર્ષિ હેમપ્રભમુનિએ દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આચાર્ય પદારૂઢ થયા. પૃથ્વીરુપ તળાવડીમાં ભવ્યરૂપી કમળોને પ્રતિબોધ પમાડવા લાગ્યા.
ભુવનમલ્લ રાજાના તેજથી શત્રુ રુપ મલ્લો જીતાવા લાગ્યા. સાધર્મિક વાત્સલ્ય, જિનેશ્વર પ્રભુને વંદન તથા પ્રવચનની પ્રભાવનામાં તત્પર બનવા લાગ્યા. નિસાહિત્રિક આદિ વિધિપૂર્વક જિનાલયોમાં પ્રવેશ કરીને જિનપૂજા કરવા લાગ્યા. જિનેશ્વર પ્રભુની રથયાત્રા દ્વારા રાજ્યની શોભામાં ઘણી વૃદ્ધિ થઈ. અષ્ટાલિકા મહોત્સવ દ્વારા લોકોની મોહમલિનતા પણ દૂર થવા લાગી. ભુવનમલ એવું રાજ્ય પાળવા લાગ્યા કે જેથી દેવો પણ આશ્ચર્યની અનુભૂતિ કરવા લાગ્યા.
એક દિવસ મહામુનિ હેમપ્રભની ત્યાં પધરામણી થઈ. ભુવનમલ રાજાએ તેમના મુખેથી દેશના સાંભળી. પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપી વિજયપતાકા આદિ રાણીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. સર્વપ્રકારના સાવદ્ય યોગોનો ત્રણે પ્રકારે ત્યાગ કર્યો. મુનિઓમાં સિંહ સમાન એવા ભુવનમલ્લ મુનિ ગ્રહણ શિક્ષા તથા આસેવન શિક્ષાનો અભ્યાસ કરવા લાગ્યા. ઈચ્છાકાર, મિથ્થાકાર, તથાકાર, આવસ્યહી, નૈષિધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના, નિમંત્રણા તથા ઉપસંપદા આ દશ સામાચારીનું પાલન કરવા લાગ્યા. પ્રાંતે સઘળાય આંતરશત્રુઓનો નાશ કરી, ક્રિયાઓમાંથી મુક્ત થઈ વિજયપતાકાની સાથે ભુવનમલ્લ મુનિ સિદ્ધિગતિને પામ્યા.
અખૂટ પુણ્યની હાટ સમા ભુવનમલ રાજાના વૃત્તાંતને સાંભળીને સર્વજ્ઞ એવા