________________
श्री सङ्घाचार भाष्यम्
પ૭
દેવોની વાણી સાંભળી મંત્રી આદિક અત્યધિક હર્ષવાળા થયા. વિમાનમાંથી ઉતરેલા કુમાર તથા દેવીથી પરિવરેલા અસુરને તેઓએ પ્રસન્ન થઈને નમસ્કાર કર્યા. આથી પ્રસન્ન થયેલા અસુરે કુમારની સાથે વિજયપતાકાના લગ્ન કરાવ્યા. અત્યંત પ્રેમ સાથે તેને વિજયપતાકાને શીખ આપી,
निर्व्याजा दयिते ननान्दृषु नता श्वश्रूषु नम्रा भवेः। . स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि ॥ पत्युमित्रजने सनर्मवचना खिन्ना च तवेषिषु ।
स्त्रीणां संवननं नतभ्रु ! तदिदं वीतोषधं भर्तृषु ॥ બેટા! તું તારા પતિની સાથે માયાનું સેવન ન કરજે. નણંદ ઉપર વાત્સલ્ય ધારણ કરજે. સાસુ આગળ નમ્ર બનજે. ભાઈઓ સાથે સ્નેહભાવ અને પરિવાર સાથે પ્રેમભાવથી વર્તજે. શૌક્યની સાથે પણ પ્રસન્નતાથી રહેજે. પતિના મિત્રોની સાથે મીઠા વચનનો ઉપયોગ કરજે. પતિના શત્રુઓ ઉપર ખિન્નતા બતાવજે. નારીનું આવું વર્તન જ કામણ વિના સ્વામિનાથનું વશીકરણ કરે છે.
અમિતગતિઅસુરની આ શીખ વિજયપતાકાએ હૈયે ધરી. અમિતગતિ વિજયપતાકા સહિત ભુવનમલ્લને વસ્ત્ર આભરણ આદિ ઘણું આપીને સ્વસ્થાને ગયો. કુમાર પણ ત્યાંથી પ્રસ્થાન કરી ચંપાનગરીમાં પહોંચ્યો. કુમારના મુખથી આ વૃત્તાંત સાંભળીને શ્રીષેણ રાજા હરખઘેલા થઈ હૈયામાં વિચારવા લાગ્યા કે ભુવનમલ્લ કુમારની ઉત્તમ કુળમાં ઉત્પત્તિ થઈ છે. આવો તેનો ઉત્તમ વિનય છે, સર્વકળાઓમાં કુશળતા છે તેથી નક્કી છે કે કુમારને કોક મહાપુણ્યનો ઉદય છે. આ કારણે જ તે, રમતા રમતા રાધાવેધને કરી લેશે.”
હવે શ્રીષેણરાજાનું હૃદય હળવું પડ્યું. રાજા શ્રીષેણે શ્રેષ્ઠ ભુવનમાં કુમારને સ્થાપ્યો. ત્યારબાદ શ્રીષેણ રાજાએ રાધાવેધનો મંડપ સ્થાપ્યો. રત્નોના થાંભલાથી મંડપને સુશોભિત બનાવ્યો. મંચ ઉપર ઉત્તમ સિંહાસનોમાં રાજાઓને બેસાડવામાં આવ્યા. ભુવનમલ્લકુમારે અસુર દેવે આપેલા ઉત્તમ વસ્ત્ર તથા આભૂષણો પોતાના શરીર ઉપર ધારણ કર્યા અને મંડપમાં આવ્યો. પ્રતિહારીએ બતાવેલા રમ્ય સિંહાસન ઉપર આસન ગ્રહણ કર્યું.
કુમારી રત્નમાળાએ શ્વેત વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારો ધારણ કરી, શિબિકાઢ થઈ, મંડપમાં પ્રવેશી, પિતાના ખોળામાં સ્થાન ગ્રહણ કર્યું.
અંતે શ્રીષેણ રાજાએ કહ્યું, “હે રાજાઓ! સાંભળો જે આ રાધાવેધ કરશે તેને આ કન્યા આપવામાં આવશે. મંડપની મધ્યમાં સ્તંભ સ્થાપવામાં આવ્યો છે. સ્તંભ ઉપર નીચા મુખવાળી અને ઉત્તમ સુવર્ણની પુતળી સ્થાપી છે. પુતળીની નીચે ચાર ચક્રો