________________
૫૫
श्री सङ्घाचार भाष्यम् પૂર્વભવના સંસ્કારના કારણે એકબીજાને દેખવા માત્રથી ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામીને ત્રીજી નરકમાં પહોંચ્યા.
પૂર્વભવમાં કોઈક સુકૃત કર્યુ હશે તેથી નરકમાંથી નીકળીને ભાભીનો જીવ શ્રીશૂર રાજાની પત્ની બન્યો. નણંદ જયસુંદરી તેના ગર્ભમાં ઉત્પન્ન થઈ. નણંદ જયસુંદરી આ ભવમાં ભાભીની પુત્રી બની.
આ ગર્ભ અત્યંત ભારે અરતિ, માનસિક સંતાપ અને ઉદ્વેગ કરવા લાગ્યો. ગર્ભપાત કરવા માટે સેંકડો ઉપાયો કર્યા પણ ગર્ભપડ્યો નહિ. જ્યારે તેનો જન્મ થયો ત્યારે ગર્ભ મરેલો આવ્યો છે એવું જાહેર કરીને દાસી પાસે ગર્ભને ફેંકાવી દીધો. દાસીની પુત્રીએ પણ એ દિવસે પ્રસવ કર્યો હતો. ફેંકી દીધેલા ગર્ભને દાસીએ પોતાની પુત્રીને સોંપી દીધો. ત્યાં તેનું લાલન પાલન થવા લાગ્યું.
એક દિવસ બાળકોની સાથે આ બાળા રમતી હતી. એક યોગીએ આ બાળાના ભોળપણનો લાભ ઉઠાવ્યો. અતિભયંકર મંત્રની સાધના માટે આ બાળાને યોગી સ્મશાનમાં લઈ ગયો. જ્યારે યોગી અગ્નિમાં નાખવા જતો હતો ત્યારે ત્યાંથી ભુવનમલ્લા તે આ કન્યાને છોડાવીને અહીયા લાવી છે. જયસુંદરીના વૃત્તાંતને સાંભળી આત્મામાં અલ્પ કષાય પણ ન કરવો જોઈએ. કહ્યું છે. પથર્વ વીથોવં મીથોવ વક્ષાયથોવં ચા
નટુ બે વીસસગવૅ થેવપિરુતં વંદુ છું ! થોડુઋણ, નાનો ઘા, થોડોક અગ્નિ કે અલ્પ કષાયનો વિશ્વાસ ન કરવો જોઈએ, કારણકે ઋણ આદિ થોડાક પણ સમય જતાં મોટા સ્વરૂપને ધારણ કરે છે.”
दासत्तं देइ अणं अइरा मरणं वणो विसप्पंतो।
सव्वस्स दाहमग्गी दिति कसाया भवमणंतं ॥ વધતું ઋણ દાસ બનાવી દે છે. વધતો ઘા તરત મરણ આપે છે, અગ્નિ બધાને બાળી નાખે છે, તેમ વૃદ્ધિ પામતા કષાયો અનંતા ભવોનું દાન કરી દે છે.
કેવળજ્ઞાનીની આ દેશના સાંભળી જયસુંદરીને જાતિસ્મરણ થયું. જાતિસ્મરણ થતાં તેને કહ્યું, હે ભગવન્, આપે જે પ્રકાડ્યું છે તે બધું જ મારે અનુભવવું પડ્યું છે. પ્રભુ! હવે અમારી ઉપર કૃપા કરો. આ કૃપાથી અમે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના પરિગ્રહ વિનાના બનીયે.
કેવલીભગવંતે કહ્યું, “તમારે હમણાં ગૃહસ્થ ધર્મનું પાલન કરવું યોગ્ય છે, કારણકે પૂર્વભવોમાં તમે દેવપૂજા આદિ સત્કૃત્યો સેવ્યા છે, આ સુકૃતોથી ઉપાર્જેલા ભોગફળો બાકી છે.”
देवच्चणेण रज्जं भोगा दाणेण रुवमभएणं । सोहग्गं सीलेणं तवेण मणवंछिया सिद्धी ॥