________________
श्री सङ्घाचार भाष्यम्
૫૩ બાંધવની જેમ મારી આંખોને માટે મહોત્સવ સરખા છો. તમે બીજા ઉપકાર માટે હરહંમેશ તત્પર હો છો. આજે તમે પુણ્યના ઉદયથી મને મળ્યા છો તો હવે જ્યાં સુધી મારા દુશમનને મારીને ન આવું ત્યાં સુધી મારી સ્નેહાદ્રિ પત્નીને સાચવજો. એ તમને કોઈપણ જાતનો ઉપદ્રવ નહી કરે.' ! મનુષ્યવાણી બોલતો વાનર તેની પત્નીને ભુવનમલ્લ કુમાર પાસે મુકીને ગયો. આ બધું જોઈ કુમાર મનમાં વિચારવા લાગ્યો કે આ પશુ હોવા છતાં મનુષ્યની ભાષામાં બોલે છે અને તેની પ્રવૃત્તિ પણ બુદ્ધિ પૂર્વકની છે આવું કેમ હશે?
કુમાર આવો વિચાર કરતો હતો ત્યાં વાંદરીએ કુમારને કહ્યું, ‘બળવાન શત્રુ મારા પ્રિયને હણી નાખશે. મારા પ્રાણનાથ હણાઈ જાય એવા સમાચાર માટે સાંભળવા પડે એની પહેલા જ મૃત્યુ પામવું મને ઉચિત લાગે છે. આટલું કુમારને કહીને વાંદરીએ વાવડીમાં ઝંપાપાત કર્યો.
વાંદરી મારા આશ્રયે આવી છે આથી તેના મોતની ઉપેક્ષા કરવી અયોગ્ય છે. આથી વાવડીમાંથી તેને કાઢવા માટે કુમારે પણ વાવડીમાં કૂદકો લગાવ્યો. ત્યાંતો ન દેખાઈ વાવડી, પાણી કે વાંદરી. પરંતુ સુંદર મણિમય પ્રાસાદ દેખાયો. પલંગમાં પોતે પોઢેલો હતો.
આ બાજુ કુમારની તપાસ કરતા સેવકોને કુમાર દેખાયો નહી, આથી સેવકોએ મંત્રીને આવીને વાત કરી. ચારેબાજુ કુમારની શોધખોળ થવા લાગી.
મણિમય પ્રાસાદમાં પલંગ ઉપર બેઠેલા કુમારની પાસે એક મનુષ્ય આવ્યો. તેને કુમારને કહ્યું કે કારણસર તને અહીંયા લાવ્યો છે. તું બીજું કાઈ વિચારતો નહિ.
કુમારે તેને પ્રશ્ન કર્યો કે તું કોણ છે અને મને શા માટે અહીંયા લાવ્યો છે? તેનો ઉત્તર તે મનુષ્ય આપ્યો,
“કુમાર! સાંભળ, હું અમિતગતિ નામનો અસુર છું. આ મારુ ક્રીડા ભવન છે. એક વખત ગિરનારમાં બિરાજમાન સુમતિ કેવળીને નમસ્કાર કરવા માટે હું મારી પત્ની સાથે ગયો. માર્ગની અંદર સ્મશાનમાં એક યોગીને દેખ્યો. યોગીએ મસ્તક ઉપર રક્તચંદનનું તિલક કર્યુ હતું. મૃગચર્મને શરીર ઉપર વીંટાળેલું હતું. ચિત્તાની ખાલ ઉપર બેઠા હતા. કાળા સાપનો યોગપટ્ટ હતો. યોગી મોટા મોટા હુંકાર કરતા હતા. યોગીની આગળ ધગધગતી આગનો કુંડ હતો અને તેની ડાબી બાજુએ એક કન્યા હતી. તેને પણ રક્તચંદનના તિલક કર્યા હતા. ગળામાં કણેરના પુષ્પની માળા હતી. રુદન કરતી આ કન્યાને યોગી જ્યાં અગ્નિ કુંડમાં હોમવા ગયો ત્યાં જ મે યોગીને તર્જના કરી, “હે દુષ્ટ યોગી! આવું અનુચિત કરીને તું ક્યાં ભાગી જઈશ?'
આવું સાંભળતા ડરી ગયેલો યોગી કન્યાને છોડીને ભાગી જવા લાગ્યો. મને યોગી ઉપર દયા આવી અને યોગીને મેં જવા દીધો. એ કન્યાને મારી સાથે લીધી અને