________________
श्री सङ्घाचार भाष्यम्
અગ્નિસમાન તેજસ્વી છે. તેની મહાદેવી વાયુવેગા અત્યંત સુવિવેકી છે. અર્કકીર્તિ નામનો પુત્ર છે અને સ્વયંપ્રભા નામની સુંદર પુત્રી છે.
એક દિવસ રથનૂપુર ચક્રવાલ નગરમાં અભિનંદન અને જગનંદન નામના ચારણશ્રમણ આવ્યાં. આ મહાત્મા ભવ્યજીવોના બધા અનર્થોને નાશ કરનારા હતા.
સાધુ ભગવંતોની પૂજા, નમસ્કાર, સત્કાર અને વિનય કરવા દ્વારા બાંધેલા અશુભ કર્મો નાશ પામે છે. આવો વિચાર આવતા જ્વલનજટી વિદ્યાધર પોતાના પુત્રાદિ પરિવાર સાથે મુનિભગવંતો પાસે આવ્યો. મહાત્માને નમસ્કાર કરીને બેઠા. વડીલ મહાત્માએ જ્વલનજટી વિદ્યાધરના પરિવારને ઉપદેશ આપ્યો- ‘આ લોકમાં ધર્મ અનેક પ્રકારની સમૃદ્ધિ, સિદ્ધિ અને સ્વર્ગાદિના સુખને આપનારો છે. મહામંગળ રૂપ વેલડીને નવપલ્લવિત કરવામાં મેઘરાજ સમાન છે. આ ધર્મ આપણી સામે સતત આવ્યાં જ કરતા વિઘ્નોના વૃંદને નાશ કરે છે. ધર્મ ઉત્કૃષ્ટ, સંપૂર્ણ, સુંદર અને મંગળનું સ્થાન છે. મોક્ષના સુખને આપવામાં સમર્થ ધર્મ જ છે. આ ધર્મના બે ભેદ છે. દેશિવરિત અને સર્વવરિત. દેશિવરિત અને સર્વવિરતિ ધર્મનો મૂળ પાયો સમ્યક્ત્વ છે.’
જવલનજટી રાજાની કન્યા સ્વયંપ્રભાએ મહાત્માની આ દેશના સાંભળી આ જ તત્ત્વ છે એવો નિશ્ચય કર્યો. તેણે મિથ્યાત્ત્વનો ત્યાગ કર્યો અને સમ્યક્ત્વ મૂળ દેશિવરિત ધર્મનો સ્વીકાર કર્યો.
પરિવાર સહિત જવલનજટી મુનિમહાત્માના ચરણોમાં નમસ્કાર કરી સ્વસ્થાને ગયા. પાપના અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન મહાત્માએ પણ રથનૂપુર ચક્રવાલથી અન્યત્ર વિહાર કર્યો.
એકવખત પર્વ દિવસે સ્વયંપ્રભાએ પોષહ કર્યો. બીજા દિવસે પોષહ પાળી જિનાલયમાં ચૈત્યવંદન કરી પિતાની પાસે ગઈ. તેણે પિતાને કહ્યું, હે પિતાજી, જિનેશ્વર પ્રભુના નમણને ગ્રહણ કરો. આ નમણ(શેષ) કલ્યાણકારી છે. પિતાએ પણ મસ્તક નમાવીને નમણને ગ્રહણ કર્યું.
વસુદેવપિંડીના પ્રથમ ખંડના ૧૯માં લંભકમાં કહ્યું છે. ‘ અભિનંદન અને જગનંદન નામના ચારણ શ્રમણ પાસે ધર્મનું શ્રવણ કરી સ્વયંપ્રભાએ સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. પર્વ દિવસે પોષહ કર્યો. પોષહ પાળી સિદ્ધાયતનમાં પૂજા કરી પિતાની પાસે આવી. પિતાજી આ શેષને ગ્રહણ કરો. રાજાએ નમ્ર બની મસ્તક નમાવી શેષનો સ્વીકાર કર્યો.
સ્વયંપ્રભાના પગ સુંદર હતા. મુખ તેમજ આંખ પણ સુંદર હતી. પોતાની આવી સ્વરૂપવતી પુત્રીને દેખીને રાજાએ મંત્રીને કહ્યું - હે મંત્રીશ્વર, મને એ કહો કે મારી પુત્રીને યોગ્ય વર કોણ છે?