________________
४०
श्री सङ्घाचार भाष्यम् ચૂલિકા સ્તુતિ કહેવાય છે. બીજા ભાષ્યોમાં પણ આ જ રીતે કહેવામાં આવ્યું છે તથા ક્રિયાવિધિમાં પણ આ જ પ્રમાણે પરંપરા ચાલી આવે છે. - સાયં બાપુપુથ્વીપ - વેમ્પરિવાડી સુત્તો અત્થો વUTય' સૂત્રથી, અર્થથી અને ક્રિયાવિધિમાં આ જ પરંપરા ચાલી આવી છે એવું આવશ્યક ચૂર્ણિકારે પણ કહેલું છે. બહુશ્રુત આચાર્ય ભગવંતોની આચરણમાં પણ આ પ્રમાણે છે. અહીંયા આ બધું સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવું.
આ ચારે સ્તુતિઓ ક્રમશઃ મૂળનાયક ભગવાન, સર્વ તીર્થકરો, આગમ અને સમ્યમ્ દેવતાની કરવી. ‘અગિય જિણ પઢમ થઈ આ ગાથાથી તે બતાવવામાં
આવશે.
(૧૦) નિમિત્તદ્વાર ઃ કાઉસ્સગ્ન કર્યા પછી સ્તુતિ બોલવાની હોય છે, એ સ્તુતિ દ્વારમાં કહ્યું, પણ કાઉસ્સગ્ન શા માટે કરવાનો હોય છે. એવું તેનું ફળ બતાવવા માટે નિમિત્ત દ્વાર બતાવે છે. કાઉસ્સગ્નના આઠ નિમિત્તો છે. અર્થાત્ ચૈત્યવંદન સંપૂર્ણ કરે તો પાપનાશ આદિ આઠ ફળોની પ્રાપ્તિ થાય છે. “પાવનવણWમિરિયાઈ પદો દ્વારા આ વાતને આગળ જણાવવામાં આવશે.
અહીંયા ઈરિયાવહિયાના કાઉસ્સગ્નનું ફળ બતાવ્યું છે તેજ એમ જણાવે છે કે ઈરિયાવહિયા પૂર્વક જ ચૈત્યવંદન પૂર્ણ થાય છે, અન્યથા ચૈત્યવંદન અધૂરું છે. તેમજ ઈરિયાવહિયાના કાઉસ્સગ્ગના હેતુ, કાઉસ્સગ્નનું પ્રમાણ તથા ઈરિયાવહિયાના સૂત્રોનું વર્ણન આદિ પણ તે જ જણાવે છે.
(૧૮) બાર હેતુઃ આઠ ફળ મેળવવા માટે કાઉસ્સગ્ન કરવાનો છે એ નિમિત્ત દ્વારમાં કહેવામાં આવ્યું, પણ કારણ વિના કાર્ય થતું નથી. જેમ બીજ ન હોય તો અંકુરો ફૂટતો નથી. તેમ કાઉસ્સગ્મનું કારણ ન હોય તો કાઉસ્સગ્ન રૂપ કાર્ય થતું નથી. આથી કાઉસ્સગ્નના આઠ ફળ (નિમિત્ત) બતાવ્યા બાદ હવે બાર હેતુ નામનું દ્વાર બતાવવામાં આવ્યું છે. ફળની પ્રાપ્તિમાં યોગ્ય કારણોને હેતુ કહેવામાં આવે છે. તસ્સ ઉત્તરીકરણ આદિ હેતુઓ આગળ બતાવવામાં આવશે. “બાર હેઊ - અહીં જે ચ શબ્દ મૂક્યો છે તે જણાવે છે કે આઠ નિમિત્ત અને બાર હેતુમાંથી કેટલાક હેતુઓને કોઈક માને છે તેવી બીજી વાચના છે. આ અન્યવાચના આગળ બતાવવામાં આવશે.
(૧૯) સોળ આગારોઃ આઠ નિમિત્તો તથા બાર હેતુઓ દ્વારા કરાતા કાઉસ્સગ્નમાં આગારો (છૂટ) રાખવામાં ન આવે તો કાઉસ્સગ્ગ નિરતિચાર પણ કરી ન શકાય, માટે સોળ આગારો રાખવામાં આવ્યા છે. આગાર એટલે અપવાદ. અન્નત્થયાઈ બારસ” ગાથા દ્વારા આ સોળ અપવાદો બતાવવામાં આવશે.
(૨૦) ૧૯ દોષ કાઉસ્સગ્નમાં દોષોનું વર્જન કરવું જોઈએ. માટે કાઉસ્સગ્ગ