________________
श्री सङ्घाचार भाष्यम्
૪૯ ભુવનમલ્લ પણ રાજાની સામે ગયો. કામદેવ કરતા મનોહર રુપવાળા કુમારને દેખી રાજાને મૂર્છા આવી અને ધબ દઈને રાજા નીચે પડ્યા. રાજા મૂછિત થતાંની સાથે જ લોકોમાં હાહારવ થવા લાગ્યો. ચંદન આદિના શીતલ ઉપચારો કર્યા અને રાજા જાગૃત થયા. સંભ્રમ સહિત કુમારે પૂછ્યું - આપને શું થાય છે?
રાજાએ કાંઈ જવાબ ન આપ્યો અને લજ્જાથી આંખો નીચી કરી દીધી, પછી ચંચળનેત્રથી કુમારને જોઈને ડાબા કાનને ખણવા લાગ્યા અને પગના અંગૂઠાથી ભૂમિને ખણવા લાગ્યાં.
આ જોઈને ભુવનમલ્લકુમારે શ્રી શેખરમંત્રીના પુત્ર અને પોતાના મિત્ર સિંહકુમારને પૂછ્યું કે મિત્ર! આ બધું શું છે? કાંઈ સમજાતું નથી. સિંહે કહ્યું, “સ્વામી! મને પણ કાંઈ સમજાતું નથી, પણ અહીંથી થોડેક જ દૂર મહાજ્ઞાની અભયઘોષ સૂરિ મહારાજા પધાર્યા છે. ત્યાં આપણે જઈએ.”
“આ અભયઘોષસૂરિ મહારાજ મેરુપર્વતની જેમ સંસારરૂપી સમુદ્રનું મંથન કરનારા છે, શૂરવીરની જેમ દુર્દમ ઈન્દ્રિયોનું દમન કરનારા છે, સૂર્યની જેમ દોષ(દોષારાત્રિ) નો નાશ કરવામાં રસિક છે અને જેમ હાર ઉત્તમ દોરાથી પરોવેલો હોય તેમ ઉત્તમ ગુણોનાં ઘારક છે. આ મહાત્મા એણ-પશુઆદિના પરિગ્રહથી રહિત હતા પણ સારંગ-સારભૂત અંગ એટલે આગમોના જ્ઞાતા છે. કરોડો આંતર શત્રુઓ ઉપર વિજય મેળવેલો હોવા છતાં એક સંસારથી જ ભયભીત છે ભુવનમલ્લકુમારે સિંહની આ વાત સાંભળી મૂળદેવ રાજાની સાથે ત્યાં જઈ આચાર્ય ભગવંતના ચરણ કમળમાં નમસ્કાર કર્યો. યોગ્ય સ્થાને આસન ગ્રહણ કર્યું. આચાર્ય ભગવંતે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો.
ધર્મ દેશના- “આ સંસાર રૂપી દ્રહમાં અત્યંત દુર્લભ એવી મનુષ્યભવ આદિ સામગ્રી પ્રાપ્ત કરીને સમ્યગ્ દર્શનથી ભ્રષ્ટ થઈને કાચબાની જેમ દુઃખને ન પામો અને ભટકો નહી. દ્રહનું પ્રમાણ પરિમિત હતું તેથી કાચબો કદાચ ચંદ્રના દર્શનને પ્રાપ્ત કરી શકે પરંતુ અનંત સંસાર સમુદ્રમાં સત્કૃત્યોની સાધના સ્વરૂપ સમ્યકત્વની પ્રાપ્તિ ફરીથી થઈ શકતી નથી. આ તત્વને સાંભળો અને અરિહંત ભગવંત મારા દેવ છે, સુસાધુ ભગવંતો મારા ગુરુ છે અને જિનેશ્વર દેવે પ્રરૂપેલો ધર્મ મારો ધર્મ છે. તથા આ - કાચબાને દષ્ટાંત - ૧ લાખ યોજનનો મોટો દ્રહ હતો. મગર મત્સ્ય વગેરે તેમાં ઘણા પ્રાણીઓ હતા. કહના પાણી ઉપર સવાલના પડ બાજેલા. એક વખત એક કાચબાએ એ સેવાલમાં પડેલા કાણામાંથી જોયું. આકાશમાં એક ચંદ્ર દેખાયો. તેને દ્રહમાં જઈને બીજા કાચબાને કહ્યું - ચાલ હું તમને નહી દેખેલી એવી વસ્તુ બતાવું, બંને કાચબા કાણા પાસે આવ્યા. ત્યાંતો કાણું પૂરાઈ ગયું હતું. પહેલા દેખેલ ચંદ્રનું દર્શન દુર્લભ થતાં કાચબો દુઃખી દુઃખી થઈ ગયો.