________________
४८
श्री सङ्काचार भाष्यम् નમસ્કાર કરી કહ્યું- લાંબા સમયે દેખવા છતાં મને કેવી રીતે ઓળખી ગયા અને મારું નામ પણ આપને યાદ આવી ગયું?
કરભ! તું તો મારો ઉપકારી છે. હું તને કેવી રીતે ભૂલી જાઉં? તેંદિવ્યવિવાહમાં સોનાની પાદુકા સ્થાપી રંભા સાથે મારા લગ્ન કર્યા હતા. રાજાએ કરભ સાથે વાર્તાલાપ કરી તેને અહીંયા આવવાનું પ્રયોજન પૂછ્યું.
“હે સ્વામી, ઉત્તમ ગુણોને ધારણ કરનારી રત્નમાળા નામની રાજકુમારી છે. શ્રીષેણ રાજા રત્નમાળાના પિતા છે. રત્નમાળાએ પ્રતિજ્ઞા કરી હતી કે જે રાધાવેધ કરશે તે મારો પતિ. રાજાને પોતાની બહેનના પુત્ર ભુવનમલ્લ સાથે રાજકુમારીના લગ્ન કરવાની ઈચ્છા હતી, છતા પણ રત્નમાળાના દીલને ઠેસ પહોંચે તેના માટે પણ રાજા તૈયાર નથી. શ્રીષેણ રાજા ભુવનમલ કુમારની કુશળતાને જાણે છે. તેથી મને અહીયા મોકલ્યો છે.
તેથી હેમપ્રભ મહારાજા આપ શ્રીષેણ રાજાના મન અને નયનને આનંદિત કરો.”
દૂતની વાત સાંભળી હેમપ્રભ રાજાએ રાજજોશીની સામે જોયું, ત્યારે જોશીએ રાજાને કહ્યું - રાજાજી આજનો દિવસ અતિ ઉત્તમ છે.
બધી જ અનુકૂળતા જોતા રાજા વિચારવા લાગ્યા કે ચોક્કસ ભુવનમલ્લ કુમારની કલ્યાણ પરંપરાઓ આજે સામે આવી છે. કહ્યું છે. નથુત્થાનાચવિજ્ઞાન, સંવત્ સાધનાનિ ચં?
યતિ પુર: સિદ્ધિ, રાચેવ વર્માન્ | શરૂ છે જ્યારે કાર્યના કારણો સહેલાઈથી ઊભા થઈ જતા હોય, વિનોનો અભાવ હોય તેમજ કારણોની સાધન સામગ્રી ઉપસ્થિત હોય ત્યારે આ કારણે કાર્યની સિદ્ધિને પહેલાથી જ જણાવે છે.
ભુવનમલ્લને મન, પવન, શુકન તથા પરિવાર આ ચારે અનુકૂળ હોવાથી ચતુરંગસૈન્યની સાથે ચંપાપુરી તરફ પ્રયાણ આદર્યું. ભુવનમલ્લ સિદ્ધાર્થપુરની નજીકમાં પહોંચ્યો ત્યારે રાજાએ સેવકો દ્વારા જણાવ્યું કે તમે ક્ષીરસરવનમાં નિવાસ કરો. કુમારે ક્ષીરસરવનમાં પોતાનો પડાવ નાખ્યો. વનરાજીને જોઈ વિસ્મય પામેલો વનમાં ચારેબાજુ જોવા લાગ્યો. ત્યાંજ તેણે હાથી, ઘોડા, રથ અને સુભટોને પોતાની તરફ આવતા જોયા. કુમારે સિદ્ધાર્થ નગરના રાજાના સેવકોને પૂછ્યું કે આ શું છે?
ભુવનમલ્લ કુમાર ! આ કોણ આવી રહ્યું છે તેનો ખ્યાલ અમને નથી, પણ એવું લાગે છે કે શ્રી મૂળદેવ રાજા આવી રહ્યા છે. રાજા મૂળદેવે તમારા આગમનના સમાચાર
જ્યારથી સાંભળ્યા છે ત્યારથી તેમને એક ક્ષણ પણ એક વર્ષ જેવડી લાગે છે. આ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં તો દ્વારપાળે આવીને ભુવનમલને જાણ કરી કે સ્વામી! સિદ્ધાર્થપુરના રાજા ગજરાજા ઉપરથી ઉતરીને પગેથી ચાલીને અહીં આવી રહ્યા છે.