________________
श्री सङ्घाचार भाष्यम् જ તત્વ પ્રધાન છે આવી બુદ્ધિથી ભાવિત થાઓ.
કહ્યું પણ છે કે-મુત્તનિ મુજુ નિમનિમgિujનું સંસારવાર રિતિબંત નાં સેવં જિનેશ્વર પ્રભુ, જિનેશ્વર પ્રભુનો સિદ્ધાંત તથા જિનમતના આરાધક વિના વિચારતું સઘળું ય જગત સંસારના કૂડા કચરા જેવું છે.
સમ્યમ્ દર્શન નિર્મળ બને માટે હરહંમેશ જિનેશ્વર પરમાત્માને વંદન કરવું. જિનેશ્વર પ્રભુની વંદનાના અવસરે નિશીહિત્રિક આદિ દશત્રિકોની વિધિ મુજબ આરાધના કરવી જોઈએ.”
આચાર્ય ભગવંતની દેશનાનું શ્રવણ કરી ભુવનમલ્લે કહ્યું - “પ્રભુ રાજા મૂળદેવ મને દેખીને શા માટે મૂછ પામ્યા, વળી પુરુષ હોવા છતાં કામાતુર યુવતીની જેમ ચેષ્ટા શા માટે કરે છે?'
" આચાર્ય ભગવંતે કહ્યું, “ભાઈ! સાંભળ, સિંહપુર નામના નગરમાં રત્નસાર નામના રાજા છે. મદનરેખા રાણી છે. તે ગંગાની જેમ પવિત્ર છે અને દયાવાળી છે. રાણીએ કાંઈક અકાર્ય કર્યું છે એવી ખોટી કલ્પના કરી રાજાને મદનરેખા ઉપર પ્રેમ
ઓછો થયો. રાણીને આ અપમાનનું દુઃખ સહન ન થઈ શક્યું. રાજા ઉપર અનુરાગ હોવા છતાં પણ આ કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. કહ્યું છે કે
अलियाववायअभिदूमियस्स जीवस्स सुद्धहिययस्स। होइ दहंतस्स पुणो चंदणरससीयलोऽग्गीवि ॥
ખોટા આરોપથી વ્યથિત થયેલ અને બળી રહેલ એવા શુદ્ધ હૃદયવાળા જીવને આગ પણ ચંદનના રસ જેવી શીતળ લાગે છે અર્થાત્ પોતાની જાતને આગમાં હોમી દે છે.
મદનરેખાએ આપઘાત કર્યો પણ જિનપૂજા, દાન અને દયાના શુભ પરિણામને કારણે સિદ્ધાર્થપુરમાં મૂળ નક્ષત્રમાં સુંદર રાજાની પુત્રી તરીકે જન્મ લીધો. તેનો જન્મ થતાંની સાથે જ સુંદર રાજા મૃત્યુ પામ્યા. સુમતિ મંત્રીએ સુંદર રાજાની પુત્રીને પુત્ર માની રાજ્ય ઉપર અભિષેક કર્યો. .
સિંહપુર રાજાના રત્નસાર રાજાનું મૃત્યુ થયા બાદ ભુવનમલ્લ તરીકે તું ઉત્પન્ન થયો. પૂર્વભવના સંસ્કારને કારણે તને અહીંયા આવેલો દેખીને આ સુંદર રાજાની પુત્રીને તારી ઉપર પ્રેમ ઉપજ્યો છે.
મને શા માટે ભુવનમલ્લ ઉપર આટલો બધો પ્રેમ હશે આવો વિચાર કરતાં કરતાં રાજકુમારીને જાતિસ્મરણ થયું. જાતિસ્મરણ થયા પછી રાજકુમારીએ જે ચેષ્ટા કરી એના વિષયમાં તે મને પૂછ્યું. આ પ્રમાણે અભયઘોષસૂરિએ ભુવનમલ્લની શંકાનું નિરાકરણ કર્યું.
આચાર્ય ભગવંતની ધર્મદેશનાથી આ મૂળદેવ રાજાએ વૈરાગ્ય વાસિત થઈ