________________
श्री समाचार भाष्यम्।
४७ ઘરના ઉપલક્ષણથી દુકાન આદિનું ગ્રહણ કરવાનું છે.
ઘર, જિનમંદિર અને પુષ્પઆદિ દ્વારા પ્રભુની અર્ચના સ્વરૂપ જિનપૂજાનો વ્યાપાર અનુક્રમે નિસાહિત્રિક કરતા ત્યાગ કરવાનો છે. અહીંયા વ્યાપાર-ઘર, જિનમંદિર તથા જિનપૂજાના કાર્યો તથા કારણોની વિચારણા આદિ સ્વરૂપ છે. આ વિચારણા આદિનો ત્યાગ નિસાહિત્રિક કરીને કરવાનો છે.
પ્રથમ નિશીહિ જિનાલયના મુખ્ય પ્રવેશ દ્વારે કરાય છે. મુખ્યદ્વારની આગળની ચોકી- બલાનક મંડપ (જિન ચૈત્યના અગ્રભાગ)માં પ્રવેશ કરીએ ત્યારે આ પ્રથમ નિસીહિ કરીને, બીજી નિસાહિ ગભારાની આદિમાં અને ત્રીજી નિસાહિ ચૈત્યવંદન પહેલા કરવાની હોય છે.
ભાવાર્થ : પ્રથમ નિશીહિ કર્યા પછી જિનાલયની બહારનો વ્યાપાર નિષેધાઈ જાય છે. ઘર અથવા દુકાનને અર્થે કોઈપણ જાતની ખરીદી કે વેચાણ આદિ પાપ કાર્યો હવે ન થઈ શકે.
અગ્રદ્વારમાં કરાતી આ નિસહિ આગળ કહેવાતા પાંચ અભિગમ પૂર્વક કરવાની છે. જેવી રીતે ભુવનમલ્લરાજાએ કરી હતી.
ભાષ્ય પાંચ પ્રકારનો અભિગમ સાચવી હવે બહારના સંસાર સંબંધી વ્યાપાર નહિ કરીશ આવી ભાવના સાથે અગ્રદ્વારે નિશીહિ કરવી.
પ્રથમ નિશીહિ ત્રણ વખત બોલાય છે. તેના દ્વારા ઘર આદિના મન વચન અને કાયાના વ્યાપારોનો નિષેધ થાય છે. આ ત્રણ પ્રકારના વ્યાપારના નિષેધ માટે જ નિસીહિ ત્રણ વખત બોલાય છે, પરંતુ નિશીહિ એક જ ગણવાની છે.
નિશીહિત્રિકના વિષયમાં ભુવનમલ્લરાજાની કથા કુસુમપુરી નામની નગરી છે. ઘણા ચતુર પુરુષો અને ઘણા ઈન્દ્ર જેવા પુરુષો વાળી આ નગરી છે. એક જ બૃહસ્પતિ અને એક જ ઈન્દ્રવાળી અમરાવતી કરતા આ નગરી ચઢીયાતી હતી. દેવેન્દ્ર સમા હેમપ્રભ નામના નગરીના રાજા છે. તેમને રંભા નામની રાણી અને ભુવનમલ્લ નામનો પુત્ર છે. ભુવનમલ્લ રણમાં શૂરવીર છે, નયનીતિમાં સૌમ્યતા ધરાવે છે, શત્રુઓની સામે કુટિલ પણ બને છે, શાસ્ત્રમાં પંડિત છે, બુદ્ધિમાં બૃહસ્પતિનો સમોવડીયો છે, નીતિના વિષયમાં વિદ્વાન છે, પાપમાં આળસુ
એક દિવસ રાજા સભામાં બેઠા હતા. દ્વારપાળે આવીને રાજાને વિનંતી કરી, “હે દેવી રાજસભાની બહાર એક પુરુષ આપના દર્શન કરવા માટે ઈચ્છે છે. આ પુરુષ પોતાની ઓળખાણ પણ આપતો નથી.”
રાજાએ તે પુરુષને રાજસભામાં આવવા આજ્ઞા આપતા તે હાજર થયો. રાજાએ તેને હસતા હસતા કહ્યું, “હે કરભ ! તું શા માટે તારી જાતને છૂપાવે છે?” કરભે