________________
श्री सङ्घाचार भाष्यम् ।
૪૫ પોતાના હાથથી ચૂંટીને પુષ્પો લાવવા (૨) બીજાને કહી ઉદ્યાન આદિમાંથી પુષ્પો મંગાવવા. (૩) નંદનવનમાં રહેલા કલ્પવૃક્ષ આદિ ઉત્તમવૃક્ષોના પુષ્પોને મનથી લાવીને પ્રભુજીની માનસિક પૂજા કરવી. આવા ભિન્ન ભિન્ન પૂજાત્રિક ની “તથા” શબ્દ દ્વારા સૂચના કરવામાં આવી છે. આ પૂજાત્રિક આગળ બતાવવામાં આવશે.
(૫) અવસ્થાનિક ઃ છઘસ્થાવસ્થા, કેવલિ અવસ્થા અને સિદ્ધાવસ્થા આ ત્રણ અવસ્થાનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે અવસ્થાત્રિક છે. પરમજ્યોતિ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરવું એ વચનને અનુસાર પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત ધ્યાન માટે આ અવસ્થાત્રિકનું ધ્યાન અવશ્ય કરવું એવો તાત્પર્યાર્થ ‘અવસ્થતિયભાવણે ચેવ” માં રહેલ એવ શબ્દ જણાવે છે, અને આ રીતે અવસ્થાત્રિકનું પુનઃ પુનઃ ચિંતન કરવાથી પિંડસ્થાદિ ધ્યાન સિદ્ધ થઈ જાય છે. આ પિંડસ્થાદિ ધ્યાનની સિદ્ધિ આ રીતે થાય છે અને રુપસ્થ ધ્યાન પ્રભુજીની પ્રતિમાના દર્શન કરવા માત્રથી પણ સિદ્ધ થાય છે.
કહ્યું છે કે- પશ્યતિ પ્રથમં રૂપં સ્તૌતિ ધ્યેયં તત: પઃ તન્મય : ચાત્ તતઃ fપડે, પાતીતઃ માત્ ભવેત્ ધ્યાતા પહેલા પ્રભુની પ્રતિમાના રૂપને જુએ છે, ત્યારબાદ શબ્દોથી ધ્યેય સ્વરૂપ પરમાત્માની સ્તવના કરે છે. સ્તવના કરતો કરતો ભક્ત પ્રભુના પિંડમાં એકતાન બની જાય છે અને અંતે આ ધ્યાનના ક્રમે સાધક પાતીત બને છે અર્થાત્ દેહાતીત બને છે.
(૫) ત્રિદિશાનિરીક્ષણ વિરતિ : જિનાલયમાં પ્રભુજીના દર્શન વેળાએ ઉપર, નીચે તથા આજુબાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવાનો છે. અન્ય દિશામાં દેખવાથી વંદના સમયે અનાદર આદિ દોષો ઊભા થાય છે, આથી જે દિશામાં પ્રભુજીની પ્રતિમા હોય તે જ દિશામાં જોવું. આગમ ઃ ત્રણ ભુવનના એક ગુરુ સમાન એવા જિનેશ્વર પ્રભુની પ્રતિમા ઉપર નયન અને મનને સ્થિર કરીને ચૈત્યવંદન કરવું. '
(૦) પગની ભૂમિને ત્રણવાર પ્રમાવી : ચૈત્યવંદન કરતી વેળાએ પગ મૂકતી વખતે જીવરક્ષા માટે સારી રીતે જોઈને પગ સ્થાપનની ભૂમિને ત્રણ વાર - પ્રમાર્જવી.
मागमः जह तिन्नि वाराउचलणाणं हिट्ठगं भूमिं न पमज्जिज्जा तो पच्छित्तंજો પગની ભૂમિને ત્રણ વખત ન પુંજવામાં આવે તો પ્રાયશ્ચિત આવે છે.
(૮) વણદિ ત્રિક: ચૈત્યવંદન કરતી વખતે મનની એકાગ્રતા જળવાઈ રહે માટે અક્ષરોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવાનો, અર્થનું સારી રીતે ચિંતન કરવાનું અને પ્રતિમાદિ આલંબનમાં દૃષ્ટિને અત્યંત સ્થિર રાખવાની. વર્ણ, અર્થ અને આલંબન આ વર્ણત્રિકને પોતાના જ્ઞાનના અનુસારે સાચવવાનાં.
(૯) મુદ્રાસિક ચૈત્યવંદનમાં હાથ આદિ અંગોને જે સ્થાને કહ્યા છે તે સ્થાને