________________
श्री सङ्घाचार भाष्यम्
૪૩ દ્વારોના ઉત્તર દ્વારા બે હજાર ને ચુમ્મોતેર છે. ચોત્રીસ દ્વારમાંથી પ્રથમદ્વારમાં ત્રીશ, બીજા દ્વારમાં પાંચ, ત્રીજા દ્વારમાં બે, ચોથા દ્વારમાં ત્રણ, પાંચમાંમાં ત્રણ, છટ્ટામાં એક, સાતમામાં એક, આઠમામાં સોળસોને સુડતાળીશ, નવમાં દ્વારમાં એકશો એક્યાશી, દશમામાં સત્તાણું, અગીયારમામાં પાંચ, બારમામાં બાર, તેરમામાં ચાર, ચૌદમામાં એક, પંદરમામાં ચાર, સોળમામાં ચાર, સત્તરમામાં આઠ, અઢારમામાં બાર, ઓગણીશમામાં સોળ, વિશમામાં ઓગણીશ, એકવીશમામાં એક, બાવીશમામાં એક, ત્રેવીસમામાં સાત તથા ચોવીશમામાં દશ પેટા તારો છે. આ બધા જ દ્વારોનો સરવાળો બે હજારને ચુમોતેર થાય છે.
દહતિગ. આદિ ગાથાઓમાં ૨૪ મુખ્ય દ્વારો અને તેના પેટાભેદોની સંખ્યા કહેવામાં આવી. થોધે નિર્દેશ : ઉદ્દેશ અનુસારે નિર્દેશ કરવામાં આવે છે. તેથી દશત્રિક આદિનો જે ક્રમથી ઉદ્દેશ કરવામાં આવ્યો હતો તે જ ક્રમથી દશત્રિક આદિનું વર્ણન કરવામાં આવશે.
પ્રથમ દશત્રિક નામનું દ્વાર છે. ગ્રંથકાર દશત્રિકના વિવરણ કરવાની ઈચ્છાથી દશત્રિકના પેટા દ્વારોને પ્રાચીન મહર્ષિ પ્રણીત ગાથાઓ દ્વારા બતાવવામાં આવ્યા છે.
- - -- દશત્રિકનું વર્ણન तिन्नि निसीहि ॥१॥ तिन्नि उपयाहिणा ॥२॥ तिन्नि चेव य पणामा ॥३॥ तिविहा पया य तहा ॥४॥ अवत्थतिय भावणं चेव ॥५॥ गाथा-६ तिदिसि निरिक्खण विरई ॥६॥पयभूमिपमज्जणं च तिक्खुतो ॥७॥ वन्नाइतियं ॥८॥ मुद्दातियं च ॥९॥तिविहं च पणिहाणं ॥१०॥गाथा-७ (૧) લિસીહિત્રિક
નિસીહિ એટલે જિનાલયમાં ઘર આદિના વ્યાપારનો ત્યાગ કરવો. જિનમંદિર આદિ સ્થાને પ્રવેશતી વેળાએ ત્રણ નિશીહિ કરવાની છે. ગાથામાં ત્રણ નિશીહિ કહ્યું છે, પણ ત્રણ નિશીહિ કરવી એવું અધ્યાહારથી લેવામાં આવ્યું છે.
यश्च निबं परशुना, यश्चैनं मधुसर्पिषा । यश्चैनं गंधमाल्याभ्यां सर्वत्र कटुरेव સ: . લીમડાને કુહાડીથી છેદવામાં આવે, મધ અને ઘી થી લીંપવામાં આવે તથા સુગંધી દ્રવ્ય અને પુષ્પમાળાથી પૂજા કરવામાં આવે તો પણ લીમડો કડવો રહે છે.
જેમ આ શ્લોકમાં છેદવું, લીંપવુ તેમજ પૂજવું આ ત્રણ ક્રિયાઓ અધ્યાહારથી લેવામાં આવી છે તેમ નિસહિકરવી અહીંયા પણ કરવી, ક્રિયા અધ્યાહારથી લેવામાં આવી છે.
(૨) પ્રદક્ષિણા મિકઃ જિનાલયમાં ત્રણ પ્રદક્ષિણા આપવી. જે ક્રિયામાં જ્ઞાન દર્શન અને ચારિત્ર આ ત્રણ રત્નની પ્રાપ્તિ માટે જિનાલયમાં સર્વદિશા અને વિદિશામાં પ્રકર્ષ પણે ફરતી વખતે પોતાની જમણી બાજુ મૂળનાયક ભગવાન રહે તે ક્રિયાને