________________
૪૨
श्री सङ्घाचार भाष्यम् ગુણોની સ્તવના જ છે. તેથી ઉપરોક્ત ભેદને કારણે ત્રણે એક સ્વરૂપ બનતા નથી. આગમમાં પણ નમસ્કાર, સ્તુતિ અને સ્તવન અલગ બતાવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે- થયથુરૂમ નેળ અંતે! નીવનિ નાયડ્? થયથમં તેનું નાળવૃંસાचरिताणि बोहिलाभं च जणयइ, नाणदंसणचरित्तसंपन्ने णं जीवे अंतकिरियं વિમાળોવત્તિયં આરાહમાં આર હેડ઼ે. (૨૯ અધ્યયન) હે ભંતે! સ્તવ સ્તુતિ અને નમસ્કારથી જીવને શેની પ્રાપ્તિ થાય છે ? હે ગૌતમ! સ્તવ, સ્તુતિ અને નમસ્કાર દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થયા બાદ જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તમદેવપણુ પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, આગમથી પણ સ્તવ, સ્તુતિ અને મંગલ જુદા જુદા છે, એવું સિદ્ધ થાય છે. આ વિષયમાં સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરવો.
(૨૩) સાત વેળા : આ ચૈત્યવંદના દિવસમાં કેટલી વાર સામાન્યથી કરવી જોઈએ તે વિધાન આ દ્વાર બતાવશે. સામાન્યથી પણ દિવસની અંદર સાતવાર ચૈત્યવંદન કરવાનું હોય છે. ‘પડિક્કમણે ચેઈય જિમણ' ગાથા દ્વારા ચૈત્યવંદનની સાત વેળા બતાવવામાં આવશે.
(૨૪) દશઆશાતના ત્યાગ દ્વાર : ચૈત્યવંદના કરતી વખતે આશાતનાનો વિશેષ પ્રકારે ત્યાગ કરવો જોઈએ. ‘ચેઈયવંદણ મહાભાસ’માં પાંચ આશાતના બતાવવામાં આવી છે. નિમવાંમિ અવળા પૂયાડ઼ અળવારો તદ્દા મોળો । મુનિહાળું અશુધિયવિત્તિ આસાયબા પંચ (૧) અવજ્ઞા, અનાદર, ભોગ, દુષ્પ્રણિધાન અને અનુચિત પ્રવૃત્તિ આ પાંચ જિનેશ્વર ભગવાનની આશાતના છે.
બૃહદ્ભાષ્યમાં બતાવેલ અવજ્ઞા આદિ પાંચ આશાતનાઓમાં ત્રીજો ભેદ ભોગ આશાતના છે. અહીંયા બતાવેલ દશ આશાતનાઓનો સમાવેશ ત્રીજી ભોગ આશાતનામાં થાય છે. તંબોલ, પાણી આદિ દશ આશાતનાઓનો જિનાલયમાં પરિહાર કરવો જોઈએ. ‘તંબોલ પાણ ભોયણ...’ ગાથા દ્વારા દશ આશાતનાનું વર્ણન કરવામાં આવશે.
આ દશ આશાતના ઉપલક્ષણ છે. એથી ૮૪ આશાતનાનું ગ્રહણ થઈ શકે છે અથવા ‘તુલાદંડન્યાય’ થી વચ્ચેનું ગ્રહણ કરવાથી આદિ અને અન્તનું પણ ગ્રહણ થાય છે. આ દશ આશાતના ભોગ આશાતનાની અંતર્ગત છે. પાંચ આશાતનામાં ભોગ આશાતના મધ્યમાં છે. આથી ભોગ આશાતનાનું ગ્રહણ કરવાથી પાંચ આશાતનાનું ગ્રહણ થઈ જાય છે. આમ, પાંચ આશાતનાના ગ્રહણથી તેના પેટાભેદ ૮૪ આશાતનાઓનું ગ્રહણ થઈ જાય છે. આ બધું આશાતના દ્વારમાં કહેવામાં આવશે.
ચૈત્યવંદનાના કુલ દ્વાર ૨૪ છે. પ્રથમ ગાથામાં ૮ દ્વાર, બીજી ગાથામાં ૭ દ્વાર, ત્રીજી ગાથામાં ૮ દ્વાર અને ચોથી ગાથામાં ૧ દ્વાર એમ કુલ ૨૪ દ્વારો છે. આ મુખ્ય