________________
श्री सङ्घाचार भाष्यम्
(૩) પ્રણામત્રિક : મસ્તક આદિથી પૃથ્વી આદિનો સ્પર્શ કરીને નમસ્કાર કરવો. અર્થાત્ અત્યંત નમ્ર બની જવું. આ પ્રણામ અધિક ભક્તિને માટે ત્રણ વખત કરાય છે. તિન્નિ ચેવ ય પણામા - અહીં મૂકેલ વ શબ્દ પ્રણામ એક ન કરવો, પરંતુ ત્રણ પ્રણામ કરવા તેવું જણાવે છે. આગમમાં પણ કહ્યું છે : તિવ્રુતો મુદ્ધાળ ધરાિતત્કંમિ નિવેશેફ : મસ્તકને ત્રણવાર પૃથ્વીમાં નમાવે છે. તેમજ = પણ બે છે. એક = સમુચ્ચયનો વાચક છે અને બીજો = વિશેષણ વાચક છે. તેથી એક અંગ આદિથી પ્રણામ કરતી વેળાએ પણ ભૂમિ, આકાશ અને મસ્તક વગેરેમાં સર્વત્ર મસ્તક, હાથ અને અંજલિ દ્વારા ત્રણ વાર પ્રણામ કરવો એવો અર્થ જાણવાનો છે. પ્રણામ અને પ્રણિપાત દ્વાર (છઠ્ઠાદ્વાર) માં ભેદ
અહીંયા બતાવામાં આવતું પ્રણામ દ્વાર દશત્રિકમાંનુ ચોથું પેટા દ્વાર છે. પ્રણામ દ્વાર એક અંગ-આદિ દ્વારા નમસ્કાર કરવા સ્વરૂપ છે. પ્રણિપાત દ્વાર પણ નમસ્કાર કરવા સ્વરૂપ છે. તો પણ તે નમસ્કાર પાંચે અંગ નમાવીને કરવામાં આવે છે. આમ, ‘ખિવાઓ પંચંનો પદ દ્વારા કરવામાં આવતું પ્રણિપાત દ્વારનું વર્ણન અયુક્ત ઠરતું નથી.
૪૪
પ્રદક્ષિણા કહેવાય.
અહીંયા પ્રણામ ત્રણ રીતે થાય છે. ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ વખત મસ્તક નમાવવું તે પણ પ્રણામ. અથવા ભૂમિમાં ગુડો સ્થાપવો, ભૂમિમાં મસ્તક નમાવીને સ્પર્શ કરવો તથા મસ્તક પર અંજલિ સ્થાપવી આ પણ ત્રણ પ્રકારના પ્રણામ છે. આ પ્રણામ શક્રસ્તવના પાઠની આદિમાં કરવામાં આવે છે. કહ્યું છે- વામં નાણું સંવે ડાબાગુડાને વાળવો.
અથવા બીજી રીતે પણ અંજલિબદ્ધ, અર્ષાવનત અને પંચાંગ નમસ્કાર આ ત્રણ પ્રકારનો પ્રણામ છે. આ પ્રણામનું વર્ણન આગળ બતાવવામાં આવશે.
(૪) પૂજાત્રિક : અંગપૂજા, અગ્રપૂજા તથા ભાવપૂજા આ પૂજાના ત્રણ પ્રકારો છે. પુષ્પ આદિ દ્વારા અંગપૂજા, નૈવેદ્ય આદિ દ્વારા અગ્રપૂજા તથા સ્તુતિ આદિ દ્વારા ભાવપૂજા કરવામાં આવે છે. પૂજાના ત્રણ પ્રકારની સાથે પંચોપચારી, અષ્ટોપચારી અને સર્વોપચારી પૂજા પણ આગળ બતાવાશે.
આગમના અનુસારે આ ત્રણ પ્રકારની પૂજામાં પૂજાના બધા ભેદોનો સમાવેશ થઈ જાય છે. ચૈત્યવંદન ચૂર્ણિમા પણ કહ્યુ છે- તિવિજ્ઞા પૂયા-પુòહિં નિવેìહિં થુર્દિ ય, સેસમેયા નૃત્યં ચેવ વિનંતિ- પુષ્પ, નૈવેદ્ય અને સ્તુતિથી પૂજાના ત્રણ પ્રકાર છે. આ પૂજાના ભેદોમાં પૂજાના બધા જ પ્રકારોનો સમાવેશ થાય છે. આવો અર્થ ‘તિવિહા પૂયાય તહા’માં તથા શબ્દ દ્વારા બતાવવામાં આવ્યો છે અથવા તો ‘સયમાળયો પદમે' ષોડશક આદિમાં અલગ અલગ રીતે પૂજાત્રિક બતાવવામાં આવ્યા છેં. (૧)