________________
૩૮
श्री सङ्घाचार भाष्यम् કારણથી અને બીજું પાયસમા ઉસાસા સંપદાઓ પદ સમાન ગણવામાં આવી છે. આ વચનને અનુસારે લોગસ્સની સંપદામાં સંપદાપણુ ઘટી શકે છે.
(૧૧) પાંચ દંડકવાર : સામાન્યથી સંપદાઓ દંડક આદિમાં રહેલી છે. આથી અગીયારમું દ્વાર પાંચ દંડક છે. પાંચે દંડકો શાસ્ત્રમાં કહેલ મુદ્રા રાખીને અસ્મલિત પણે બોલાય છે માટે દંડ સમાન સીધા છે (તથા બીજા સૂત્રોની અપેક્ષાએ લાંબા છે, તેથી તેને દંડક કહેવાય છે. નમુત્યુર્ણ આદિ પાંચ દંડક છે. “પણ દંડ સક્કન્ધય' આ ગાથા દ્વારા પાંચ દંડકો બતાવવામાં આવશે. અહીંયા પાંચ દંડકનો અધિકાર છે તે ચૈત્યવંદનના જ લેવાના છે. પણ અન્ય કોઈના નહી, કારણકે અહીંયા ચૈત્યવંદન ભાષ્યમાં ચૈત્યવંદનાનો જ અવસર છે. તેથી પાંચ દંડકો ચૈત્યવંદનના જ લેવાના છે. અહીંયા દંડક આદિ દ્વાર ચૈત્યવંદનના લેવામાં આવ્યા છે તે રીતે અધિકારી આદિ દ્વારો પણ ચૈત્યવંદનના જ લેવાના છે.
(9) An કા#િાર દ્વારા પાંચ દંડકમાં એક બે આદિ અર્થાધિકારો છે. આ અધિકારો કેટલા અને કયા કયા છે તે બાર અધિકારમાં જણાવવામાં આવશે. અધિકાર એટલે વિષય. અર્થાત્ દંડકના ઉચ્ચારણ સમયે ભાવ અરિહંત આદિ બાર વિષયોનું આલંબન લેવામાં આવે છે. આ બાર અધિકારો પાંચ દંડકમાં હોય છે. “દો ઈગ દો દો પંચય' આદિ પદો દ્વારા બાર અધિકારોનું વર્ણન કરવામાં આવશે.
(૧૩) સકાર ઈદળી = અધિકારી હોય તો જ અધિકારો કહી શકાય. જેમ આધેય ન હોય તો આધાર પણ ન હોઈ શકે. ઘી નથી તો ઘીનો ઘડો એમ ન કહી શકાય. આમ, અધિકાર દ્વારનું વર્ણન કર્યા બાદ અધિકારી દ્વારનું વર્ણન કરવામાં આવે છે. અધિકારી એટલે વંદનાનું આલંબન. આ અધિકારીના બે ભેદ છે. વંદનીય અને સ્મરણીય. પહેલા વંદન કરવા યોગ્યનું સામાન્યથી ગ્રહણ કરવામાં આવ્યું છે. જિનેશ્વર આદિ ચારે વંદનયોગ્યને આ વંદનીય દ્વારથી ગ્રહણ કરવામાં આવ્યા છે. વંદનીય એટલે જેઓ પ્રણામ આદિ પૂજાને યોગ્ય છે, એવો અર્થ છે. “ચવિંદણિજ્જ જિણમુણિસુયસિદ્ધ આ પરથી ચાર વંદનીય બતાવવામાં આવશે.
(૧૪) સ્મારાણસીમાં હાર અધિકારીમાંથી જ વંદનીય બતાવ્યા હવે સ્મરણીય નો અવસર છે. અહીંયા સરણિજ્જના ત્રણ અર્થ છે- (૧) સ્તવવા યોગ્ય (૨) સ્મરણ કરાવવા યોગ્ય (૩) સારણા યોગ્ય. (૧) જ્યારે સંઘમાં ક્ષુદ્ર ઉપદ્રવો આવી પડે છે ત્યારે દેવમાં રહેલા ગુણોની પ્રશંસા કરવાની છે, સ્તવના કરવાની છે અને તેના ગુણોના ધ્યાન દ્વારા તેમની ઉપબૃહણા કરવાની છે. (૨) અથવા આ દેવો પ્રમાદમાં પડ્યા હોય અને તેમને કરવા જેવું વેયાવચ્ચનું કામ ભૂલાઈ ગયું હોય ત્યારે સંઘના કાર્યોનું
સ્મરણ કરાવવું (૩) અથવા સારણા કરવી. જૈનશાસનની પ્રભાવના થાય તેવા કાર્યોમાં તેમને જોડવા.