________________
૩૬
श्री सङ्घाचार भाष्यम् દ્વાર કહેવામાં આવશે. આ અવગ્રહના ત્રણ પ્રકાર છે- જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ જિનેશ્વર પ્રભુનું મૂળબિંબ અર્થાત્ મૂળનાયક અને ચૈત્યવંદનની જગ્યા આ બંને વચ્ચેના અંતરને અવગ્રહ કહેવામાં આવે છે. “નવકર જહન્નુ સટ્ટી કર’ ગાથામાં ત્રણ પ્રકારનો અવગ્રહ બતાવવામાં આવશે.
(૫) ત્રણ પ્રકારની ચૈત્યવંદના અવગ્રહમાં રહી કેટલા પ્રકારની ચૈત્યવંદના કરવી, તે પ્રકારને બતાવવા માટે અવગ્રહ પછી ચૈત્યવંદનાના પ્રકાર બતાવવામાં આવશે. ચૈત્યવંદનાના ત્રણ પ્રકાર છે- જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ. ચૈત્યવંદના શબ્દને અહીંયા વંદના શબ્દથી કહેવામાં આવ્યો છે. “ભામા સત્યભામા' જેમ સત્યભામાને ભામાં કહેવાય છે તેમ ચૈત્યવંદનાને વંદના શબ્દથી કહેવાય છે. “નવકારેણ જહન્ના' આ ગ્રંથ દ્વારા ચૈત્યવંદનાના પ્રકાર બતાવવામાં આવશે. “તિહા ઉ વંદણયા' અહીંયા તુ શબ્દ એક વિશેષતા બતાવે છે કે ચૈત્યવંદના અન્ય ગ્રંથોમાં નવ પ્રકારે બતાવી છે. એ પ્રમાણે અવગ્રહના પણ બાર પ્રકાર અન્ય શાસ્ત્રમાં બતાવ્યા છે. આ ચૈત્યવંદનના નવ પ્રકાર અને અવગ્રહના બાર પ્રકાર આગળ બતાવવામાં આવશે.
(૬) પ્રણિપાત દ્વાર : ચૈત્યવંદના પ્રણિપાત પૂર્વક કરાય છે, આથી છટ્ટ દ્વાર પ્રણિપાત નામનું કહેશે. પ્રણિપાતનો અર્થ પ્રણામ થાય છે. પાંચ અંગથી કરાતો ઉત્કૃષ્ટ પ્રણામ પ્રણિપાત સ્વરૂપ છે. અષ્ટાંગ પ્રણામ પ્રણિપાત તરીકે ગ્રહણ નથી કરવાનો કારણકે આ અષ્ટાંગ પ્રણામની શાસ્ત્રમાં પ્રસિદ્ધિ નથી. પણિવાઓ પંચંગો આ ગાથા દ્વારા પંચાગ પ્રણિપાતનું કથન કરવામાં આવશે.
(૭) નમસ્કાર હાર : પંચાંગ પ્રણિપાત કર્યા પછી પ્રથમ નમસ્કાર કરવા જોઈએ. આથી સાતમું દ્વાર નમસ્કાર દ્વાર છે. જિનેશ્વર પ્રભુના ગુણોનું ગાન જેમાં કરવામાં આવે છે તે મંગલ શ્લોકને નમસ્કાર કહેવામાં આવે છે. પુરુષોને આશ્રયી ઉત્કૃષ્ટથી ૧૦૮ શ્લોક બોલાય છે. “સુમહત્થ નમુક્કારા’ ગાથાથી નમસ્કાર દ્વારનું વર્ણન કરવામાં આવશે.
(૮) વર્ણદ્વાર નમસ્કાર વર્ણમય છે માટે આઠમું દ્વાર વર્ણદ્વાર છે. અથવા કોઈપણ ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં અક્ષરો ઓછા કે વધારે ન બોલવા જોઈએ. અક્ષરો ઓછા બોલાય કે વધુ બોલાય, આ બંનેમાં દોષ લાગે છે. આગમ પણ છે- હિ कुणालकइणो हीणे विज्जाहरदिटुंता । बालाउराण भोयणभेसज्जविवज्जओ उभऐ॥
અક્ષરમાં અધિક્તા કરવાથી કુણાલ અંધ બન્યો અને અક્ષર ઓછા બોલવાથી વિદ્યાધર વિદ્યા ભ્રષ્ટ થવાથી આકાશમાંથી નીચે પડ્યો. હીનાતિરિક્ત ઉભય બોલવામાં બાળરોગીને આહાર ઔષધ બંનેમા વિપર્યય થયો. આ ત્રણ દષ્ટાંતો ઓછા, વધુ અને ઉભયના દૃષ્ટાંતો છે.
સૂત્રમાં અક્ષરો ઓછા બોલાય છે કે વધુ બોલાય છે તેનો ખ્યાલ સૂત્રોમાં કેટલા