________________
૩૯
श्री सङ्घाचार भाष्यम्
સ્મરણીયદ્વારના અધિકારી તરીકે સમ્યગ્દષ્ટિ દેવો જ લેવા, કારણકે આ દેવોનું જ સ્મરણ યોગ્ય છે. અરિહંતોને સ્મરણીય તરીકે નથી લેવાના. તેમનો તો વંદનીય દ્વારમાં સમાવેશ થઈ ગયો છે તથા સ્મરણીયોનું સ્મરણ કરવું તેવા ઉપદેશ દ્વારા સ્મરણ કરાવનારા છે, આમ અરિહંતાદિ સ્મરણીય તરીકે ગ્રહણ નથી કરેલા. ‘સુરા ય સરણિજ્જ’ પદ દ્વારા દેવતા સ્મરણીય છે તેવું બતાવાશે.
(૧૫) ચાર પ્રકારના જિનેશ્વરો : વંદનીય દ્વારમાં સામાન્યથી અધિકારીઓ બતાવ્યા છે. હવે આ અધિકારીઓનું સ્વરૂપ વિશેષ પ્રકારે બતાવવાં માટે આ દ્વાર કહે છે અથવા વંદનીય તરીકે જિનઆદિનું ગ્રહણ કર્યું છે પણ આ જિનેશ્વર ભગવંતોના પ્રકાર કેટલા છે તે બતાવવા માટે આ દ્વાર બતાવ્યું છે. જેમને રાગદ્વેષ આદિ આંતરશત્રુઓને જીતી લીધા તેમને જિન કહેવાય છે. ‘ચઉહ જિણા નામ’ ગાથા દ્વારા નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવથી જિનના ચાર પ્રકાર બતાવાશે.
(૧૬) ચાર સ્તુતિ : જિનેશ્વર આદિની સ્તવના સ્તુતિ આદિ દ્વારા થાય છે. માટે ‘જિન’ દ્વાર પછી સ્તુતિ દ્વાર બતાવવામાં આવ્યું છે. સંપૂર્ણ ચૈત્યવંદનમાં ચૂકિા રૂપ ચાર થોયો બોલવાની છે. ચૈત્યવંદનમાં અરિહંત ચેઈયાણું અને ૧ નવકારનો કાઉસગ્ગ કર્યા પછી પહેલી સ્તુતિ બોલવાની છે. ત્યારબાદ લલિત વિસ્તરા નામની ચૈત્યવંદન સૂત્રની ટીકા તથા આવશ્યક ચૂર્ણિ આદિના અનુસારે ત્રણ થોયો કહેવાની છે. આ ત્રણ સ્તુતિ લોગસ્સ ઉજ્જોગરે, પુખ્ખરવર દીવઢે અને સિદ્ધાણં બુદ્ધાણં રૂપ નામ સ્તુતિ, શ્રુત સ્તુતિ અને સિદ્ધસ્તુતિ ના ત્રણ દંડકના કાયોત્સર્ગ પછી અર્થાત એક એક કાઉસગ્ગ પછી એક એક સ્તુતિ કહેવાની છે.
‘ઉસ્સગ્ગ પારિયમ્મિ થઈ’ આવા આવશ્યક નિર્યુક્તિના વિધાનને અનુસારે સ્તુતિ કાઉસ્સગ્ગ પાર્યા પછી બોલવાની છે. આ સિદ્ધાંત બરાબર પણ છે કારણકે કાઉસ્સગ્ગ ચાર છે તેમ સ્તુતિ પણ ચાર છે. તેથી કાઉસ્સગ્ગ પાર્યા પછી સ્તુતિ બોલવી. સ્તુતિમાં અરિહંતાદિના પ્રસિદ્ધ ગુણોની સ્તવના કરવામાં આવી છે.
કાઉસ્સગ્ગ પછી તરત બોલાતી આ સ્તુતિઓ ચૂલિકા રૂપે છે. આ સ્તુતિઓ ને અધ્રુવ કહેવા પાછળનું કારણ એ છે કે અત્યારના પ્રચલિત થોય જોડામાંથી બધી સ્તુતિઓનો ધ્રુવ પાઠ થતો નથી. (પરંતુ તિથિ અને ચૈત્યા અનુસારે ભિન્ન ભિન્ન બોલાય છે.) આમ, આ સ્તુતિઓ અવ સ્તુતિ છે. વળી, સમૂહમાં સાથે ચૈત્યવંદન કરાતું હોય ત્યારે આ સ્તુતિ બધાયે બોલવાની નથી, પણ એક જ વ્યક્તિ બોલે છે માટે પણ આ સ્તુતિ અશ્રુવ છે.
આ ચાર સ્તુતિને ચૂલિકા સ્તુતિ કહેવામાં આવે છે, કારણકે ‘ઉસ્સગ્ગ પારિએ નમો અરિહંતાણં’ આ વચનને અનુસારે ચૈત્યસ્તવઆદિના ચારે કાઉસ્સગ્ગને પારવા માટે કાઉસ્સગને અંતે આ ચારે સ્તુતિ બોલવાની હોય છે. આ રીતે સ્તુતિઓને