________________
श्री सङ्घाचार भाष्यम्
. ૧ ૧ કરો. મારા જ્ઞાનમાં જણાતી વસ્તુને કહેવામાં મારો કોઈ દોષ નથી. ગમે તેવો સારો જોષી પણ ભવિષ્યમાં ઘવા વાળા સારા કે નરસા બનાવોને કહી તો શકે છે પણ નરસા બનાવોમાંથી બચાવી શકવામાં સમર્થથતાં નથી. વળી, તે દિવસે મારી ઉપર સત્કારપૂર્વક આભૂષણ, વસ્ત્ર, માણિક્ય અને સુવર્ણ આદિની શ્રેષ્ઠ વૃષ્ટિ થશે.”
રાજાએ પણ કુમારને સમજાવ્યો કે એક ચતુર જાસુસની જેમ આ નૈમિત્તિક સાચેસાચુ કહેનારો હોવાથી મહાઉપકારી છે. એની ઉપર તું ગુસ્સો ન કર. ત્યારબાદ રાજાએ નૈમિત્તિકને કહ્યું - આ નિમિત્તશાસ્ત્રનો અભ્યાસ તે ક્યાં કર્યો છે? કારણકે સંબંધ વિનાના વચનમાં આધાર વિના શ્રદ્ધા થતી નથી.
નૈમિત્તિકે કહ્યું- “બળદેવ અચળે જ્યારે દીક્ષાનો સ્વીકાર કર્યો ત્યારે સાથે સાથે તેમના સારથી અને મારા પિતા શાંડિલ્ય પણ દીક્ષા અંગીકાર કરી હતી. પિતાની લાગણીના બંધને બંધાયેલા મેં પણ પિતાની સાથે સંયમ સ્વીકાર્યો હતો. સાધુપણામાં બધાં જ નિમિત્તશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ખરેખર જિનેશ્વર પ્રભુના શાસ્ત્રો વિના દોષવિનાનું જ્ઞાન ક્યાંય નથી. રાજન, હું સાચે જ આઠે આઠ નિમિત્તને જાણું છું. લાભ, અલાભ, શુભ, અશુભ, જીવિત, મરણ, જય તથા વિજય આ આઠ સૂચક (૧) લક્ષણ (૨) દિવ્ય (૩) ઉત્પાત (૪) આકાશ (૫) ભૂમિ (૬) અંગ (૭) વ્યંજન (૮) સ્વર તથા (૧) પદ્ય (૨) સદન (૩) ઉલ્કા (૪) વીજળી (૫) ધરતીકંપ (૬) અંગફુરણ (૭) તિલક (૮) શકુન આ આઠ નિમિત્ત છે.
હું યુવાન થયો. વિહાર કરતો કરતો હું પદ્મિનીખંડનગરમાં આવ્યો. આ નગરમાં હિરણ્યલોમા નામના મારા ફઈ રહેતા હતા. તેમની ચંદ્રયશા નામની પુત્રીની સાથે મારો પહેલા વિવાહ થયેલો હતો. પદ્મિનીખંડ નગરમાં ચંદ્રયશાને જોતા હું રાગી બન્યો અને મેં દીક્ષાને છોડી દીધી. ચંદ્રયશા સાથે લગ્ન કર્યા. હમણાં હું સ્વકાર્યની સિદ્ધિ (આભરણ વસ્ત્ર આદિની) અને આપની પર આવતી આ આફતને નિમિત્ત દ્વારા જાણીને આવ્યો છું. હવે હે રાજન આપને જે યોગ્ય લાગે તે કરો.”
મંત્રીઓ પણ આ સમયે રાજાનું રક્ષણ શી રીતે કરવું એની ચિંતામાં આકુળવ્યાકુળ થઈ ગયા. એક મંત્રીએ કહ્યું- રાજા સાત દિવસ સુધી મહાસમુદ્રમાં નૌકામાં બેસે. બીજા મંત્રીએ કહ્યું - સમુદ્રમાં નાવડીમાં બેસે એ મને ગમતું નથી. કેમકે જો ત્યાં વીજળી પડે તો તેને કોણ અટકાવી શકે? તેથી મહારાજાને વૈતાઢય પર્વતની ગુફામાં રાખીએ. કેમકે આ અવસર્પિણી કાળમાં નાગેન્દ્ર આપેલી વિદ્યાના પ્રભાવથી ત્યાં વીજળી પડતી નથી એવું સાંભળ્યું છે.
આ સાંભળી ત્રીજા મંત્રીએ કહ્યું કે જ્યાં જે કાંઈ અવશ્ય થવાનું છે ત્યાં બીજું કાઈ થઈ શકતું નથી. આ બાબતે મારે એક દષ્ટાંત કહેવું છે.
આ ભરતક્ષેત્રમાં વિજયનગર નામનું નગર છે. સોમ નામનો બ્રાહ્મણ છે.