________________
श्री सङ्घाचार भाष्यम्
ર૭ બોલવું કેટલું યુક્ત છે?
अप्रवृत्तिगतं भूपं, छन्दोवृत्त्या स्तुवन्ति ये। लक्ष्मीहतिकृतोपायाः शत्रवस्ते न मन्त्रिणः ॥ किं भिच्चो सोऽवि न जो नियपहुणो उप्पहं पवन्नस्स ।
नियबुद्धिघणरसेणं अवजसपंसुं उवसमेइ ॥ પોતાનો રાજા અનુચિત પ્રવૃત્તિ કરતો હોય, છતાં પણ તેની પીઠ થાબડીને સ્તુતિ કરવામાં આવે તો સ્તુતિ કરનારા તેના મંત્રીઓ નથી, પણ તેઓ રાજાના ધનભંડારને લૂંટી લેવા માટે કોઈક ઉપાય કરનારા શત્રુઓ છે.
પોતાના સ્વામી ઉન્માર્ગગામી બન્યો હોવા છતા પણ જેઓ પોતાની બુદ્ધિ રુપ મેઘજળથી સ્વામીની અપયશરૂપી ધૂળને દબાવી દેતા નથી તેઓને સેવક કહેવાય ખરા?
દૂત! વધારે તો તને શું કહું? અયોગ્ય રીતે બોલતા તારો વધ જ કરવો જોઈએ, પણ આમ કરવાથી મારી નૈતિકતાનો નાશ થાય, આથી જ હું તારો વધ કરતો નથી.”
શતાનીક રાજાએ આ રીતે તિરસ્કાર કર્યો. સેવકો પાસે તેને ધક્કા મરાવી નગરના ખાળમાં નખાવ્યો. ખાળમાંથી બહાર નીકળીને ચંડપ્રદ્યોત રાજા પાસે ગયો. શતાનીક રાજાએ તેની સાથે જે વર્તન કર્યું તેને એવી રીતે વધારીને કહ્યું, જેથી કરીને ચંડપ્રદ્યોતનો ક્રોધ આસમાને પહોંચવા લાગ્યો. તેણે પોતાની સેનાને સાવધાન કરી. અસંખ્ય હાથી, ઘોડા, રથ અને યોદ્ધાઓથી વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને ૧૪ મુગટબદ્ધ રાજાની સાથે ચંડપ્રદ્યોતે કૌશાંબી તરફ પ્રયાણ આરંભ્ય. કૌશાંબી તરફ ચંડપ્રદ્યોત તેજ ગતિથી આવવા લાગ્યો. યમરાજ જેવો ચંડપ્રદ્યોત આવી રહ્યો છે આવી જાણ થતાં પોતાનું સૈન્ય અલ્પ હોવાથી અતિસાર રોગને કારણે શતાનીક મૃત્યુ પામ્યો.
મારા રૂપને ધિક્કાર થાઓ. મારા રૂપને કારણે જ મારા સ્વામીનાથ મૃત્યુ પામ્યા. પુત્ર ઉદાયન હજી નાનકડો બાળક છે. આ સમયે મારી ઉપર મોત ઝળુંબી રહ્યું છે. જો હું ચંડપ્રદ્યોતનો સ્વીકાર કરું તો ચારેબાજુ મારો અપયશ ફેલાય અને અનુચિત આચરણ કરવાથી પરલોકમાં દુઃખો સહેવા પડે. આ વિકટ પરિસ્થિતિમાં કપટ કરીને મારે કાલક્ષેપ કરવો પડશે.
तो पढियं तो गुणियं तो मुणियं तो अ वेइओ अप्या।
आवडियपिल्लियामंतिओवि य जइ न कुणइ अकज्जं ॥ ક્યારેક અચાનક અકાર્યનું નિમિત્ત આવી પડે, અકાર્ય કરવા માટે કોઈક પ્રેરણા કરે અથવા તો કોઈક આમંત્રણ આપે છતાં પણ અકાર્ય થાય જ નહિ તો જ ભણેલું, ગણેલું કે જાણેલું સાચું છે અને તો જ આત્મા જાણ્યો છે એમ કહી શકાય.
वरिसित्ता अमियरसं सक्कारिय वत्थमाइणा धरिउं।