________________
૩૨
श्री सङ्घाचार भाष्यम् રખડતી રઝળતી આ બાળા એક ગામમાં આવી. ચોરોના કહેવાથી પલ્લીપતિ તે બાળાને પલ્લીમાં લઈ આવ્યો. બીજી પણ એક સ્ત્રી પલ્લીમાં લાવવામાં આવી. પલ્લીપતિની બહેન આ સ્ત્રીને મારી નાખવા માટે અવસર જોવા લાગી.
એક વખત ચોરો ધાડ પાડવા ગયા. ત્યારે પલ્લીપતિની બહેન નવી સ્ત્રીને કુવા પર લઈ ગઈ અને કહ્યું, “અલી જો તો ખરી, આમાં શું દેખાય છે.” તે ભોળવાઈ ગઈ અને કૂવામાં જોવા લાગી. કૂવામાં જોતી તેને ધક્કો માર્યો. તે સ્ત્રી કૂવામાં પડી ગઈ.
ચોરો ધાડ પાડીને આવ્યાં. તે સ્ત્રી નહી દેખાતા ચોરોએ તેને પૂછ્યું ત્યારે તે બોલી “તમે તમારી વ્હાલીને કેમ સાચવતા નથી?” તેણીની આ વાત સાંભળી ચોરોને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ બિચારી એ સ્ત્રીને આણે જ મારી નાખી છે. .
નવી સ્ત્રીને મારનારી આની આવી ખરાબ ચેષ્ટાને જોઈને આ પલ્લીપતિને મનમાં સંશય ઉત્પન્ન થયો કે આ પારિણી મારી બહેન તો નહી હોય ને? તે પોતાની શંકાનું નિવારણ કરવા માટે મને સર્વજ્ઞ જાણીને અહીં આવ્યો છે. તે પોતાના સંશયને મને મનથી પૂછતો હતો. મેં તેને મોઢેથી પૂછવા માટે કહ્યું, તેણે શરમના માર્યા યા સા' એવો નાનો જ પ્રશ્ન પૂછયો અને મેં પણ તેને “સા સા” એટલો નાનો જ જવાબ આપ્યો. પ્રભુ વીરે આખી ઘટનાનું રહસ્યોદ્ઘાટન કર્યું.
હે ગૌતમ! કેવો છે આ સંસારી સંસારમાં આસક્ત બનેલા જીવો વિરતિના આનંદને પામી શકતા નથી અને ભયંકર વિડંબના પામે છે.” .
પ્રભુની આ દેશના સાંભળી સભાનો રાગ ઓગળવા લાગ્યો. પલ્લીપતિ પણ સંવેગથી ભાવિત બન્યો અને પ્રભુ પાસે દીક્ષિત બન્યો.
વિષભક્ષણ કરતાં વિષયો ભયંકર છે. વિષ ભક્ષણ કરવાથી આ ભવમાં જ દુઃખદાયી મરણ પ્રાપ્ત થાય છે જ્યારે વિષયભોગ તો શું? પરંતુ વિષયોનું શ્રવણ, દર્શન, સ્પર્શન, સ્મરણ તથા વિષયો સામે આવવા માત્રથી અનેક ભવોમાં મરણની પીડા આપવાવાળા બને છે.” વિષયોનું આવું સ્વરૂપ સમજાવી ૪૯૯ ચોરોને મુનિ બનેલા પલ્લીપતિએ ધર્મ પમાડ્યો અને બધાએ દીક્ષા ગ્રહણ કરી.
પ00 ચોરો સાધુ ભગવંત બન્યા. આ અવસરે મૃગાવતી રાણીએ પ્રભુવીરને વિનંતી કરી, “ચંડપ્રદ્યોતરાજા મને જો અનુજ્ઞા આપે તો મારે દીક્ષા ગ્રહણ કરવી છે'. અવંતિપતિને પણ તેણે વિનંતિ કરી કે રાજન, તમે આજ્ઞા આપો તો મારે પણ દીક્ષા સ્વીકારવી છે. ચંડપ્રદ્યોત રાજા પણ સભાની શરમથી મૃગાવતીને રોકી ન શક્યો અને દીક્ષા લેવાની અનુજ્ઞા આપી. રાણીએ પોતાનો પુત્ર ઉદયન રાજાને સોંપી દીધો.મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોત રાજાની અંગારવતી આદિ આઠ અગ્રમહિષીઓ સાથે દીક્ષા સ્વીકારી.
પ્રભુજીએ નૂતનદીક્ષિતોને હિતશિક્ષા આપી અને ચંદનબાળા સાધ્વીજીને સોપ્યા.