________________
૨ ૫
श्री सङ्घाचार भाष्यम् વિનંતીનો સ્વીકાર કરી લીધો અને કહ્યું, “સોમ, આ તો તે બીજા માટે માંગ્યું, પણ હવે તું તારા માટે માંગ. હું ખરેખર તારી ઉપર ખુશ થયો છું.' કહ્યું છે કે તે તાવત્ તિન: પરર્થધટ: સ્વાર્થી નાન છે,
सामान्यास्तु परार्थमुद्यतधियः स्वार्थाविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परकृतिर्हन्यते स्वार्थतो,
ये निधनन्ति निरर्थकं परकृतं ते के न जानीमहे ।। જેઓ પોતાના સ્વાર્થને જતો કરે છે અને પરકલ્યાણની પ્રવૃત્તિ કરે છે તે પંડિત છે, જેઓ પોતાનો સ્વાર્થ સચવાય એવી રીતે પરહિતની પ્રવૃત્તિ કરે છે તેઓ સામાન્ય કક્ષાના છે, જેઓ પોતાના સ્વાર્થ ખાતર બીજાને નુકશાન પહોંચાડે છે તેઓ તો મનુષ્ય હોવા છતા રાક્ષસ જેવા છે અને જેઓ કાંઈ પણ પ્રયોજન વિના બીજાનું નુકશાન જ કર્યા કરે છે તેઓ માટે કયા શબ્દો વાપરવા?
સુરપ્રિયના અત્યંત આગ્રહના કારણે સોમે વરદાન માંગ્યું કે હું મનુષ્ય આદિના શરીરના એક ભાગને દેખુ તો પણ એના આધારે સંપૂર્ણ ચિત્રને બનાવી શકું. યક્ષે તેને આ વરદાન આપ્યું.
- નત્તિ સ્થિસ માયા ત તત્તિમં દોડ્ડા
વુદ્દેવિ હોદેવું પડ્યું ત્યારૂ . ' ખરેખર જેના ભાગ્યમાં જેટલું હોય તેટલું જ પ્રાપ્ત થાય છે. ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસે પણ ત્યાં પાણી ટકી શકતું નથી.
સોમ ચિત્રકારની યક્ષ ઉપરની આવી ભક્તિથી તેને આ લોકમાં જ પાપનો ક્ષય થયો અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. જ્યારે જિનેશ્વર ભગવાનની ભક્તિ તો અનંત સુખને આપનારી છે. આથી જિનેશ્વરે પ્રભુની ભક્તિમાં સુંદર વિધિનું પાલન અને જિનભક્તિમાં પ્રયત્ન કરવો જોઈએ.
રાજન! આ રીતે સુરપ્રિય યક્ષે સોમને વરદાન આપી સત્કાર કર્યો. યક્ષ દ્વારા સત્કારાયેલો સોમ આપની સભામાં ચિત્રકામ કરવા માટે આવ્યો. આપ એના મળેલા વરદાનની પરીક્ષા પણ કરી શકો છો. રાજાએ પણ ચિત્રકારની આ કળા જાણવા માટે કુબડી દાસીનું મુખ બતાવ્યું. ચિત્રકારે પણ તેનું કુબડી ચિત્ર બનાવ્યું. આ ચિત્રકાર એક અંગના દેખવા માત્રથી સંપૂર્ણ ચિત્ર બનાવી શકે એવું જાણું છતાં ક્રોધાંધ બનેલા રાજાએ ચિત્રકારનો જમણો અંગુઠો કાપી નાખ્યો અને તેને દેશનિકાલ કર્યો.
नाकारणरुषां संख्या, संख्याताः कारणक्रुधः । कारणेऽपि न कुप्यंति, ये ते जगति पंचषाः ॥
કારણ વિના ક્રોધ કરનારાની કોઈ સંખ્યા જ નથી, કારણ પ્રાપ્ત થાય અને ગુસ્સો કરે એવા લોકો પણ ઘણા હોય છે, જ્યારે કારણ હોવા છતાં પણ જેઓ કોપન કરે તેવા