________________
૨૩
श्री सङ्घाचार भाष्यम् બનાવ્યું, પણ તે ચિત્ર બનાવતો હતો તે સમયે આંખ મીંચાતા જ રાણીના સાથળ ઉપર રંગનો એક છાંટો પડી ગયો. સાથળ ઉપરના રંગના છાંટને આદર સહિત જ્યાં દૂર કરી અને ચિત્રને ફરી બનાવવા જાય છે ત્યાં ફરી બીજો છાંટો પડ્યો. આ રીતે ત્રીજીવાર પણ છાંટો પડ્યો. આથી તેને વિચાર આવ્યો કે આ રંગ દૂર કરવાની જરૂર નથી, કારણકે ત્યાં ચિહ્ન હોવું જ જોઈએ. ચિત્રસભા તૈયાર થઈ ગઈ. રાજાને ચિત્રકારોએ વિનંતી કરી. રાજાચિત્રસભાને નિહાળવા માટે આવ્યો. ચિત્રોને જોતો જોતો મૃગાવતીના ચિત્ર પાસે આવ્યો. મૃગાવતી રાણીનું ચિત્ર અત્યંત સુંદર હતું. ચિત્રમાં જાંઘ ઉપરનું ચિહ્ન પણ હતું. શતાનીક રાજાએ ચિત્રને નિહાળ્યું. આ જોઈ રાજાની આંખ લાલ થઈ ગઈ. કપાળમાં રેખાઓ ખેંચાઈ ગઈ અને રાજા વિચારમાં ગરક થઈ ગયો. ચોક્કસ આ પાપી ચિત્રકાર સોમે મારી પત્નીને ભ્રષ્ટ કરી છે. જો ભ્રષ્ટ ન કરી હોય તો વસ્ત્રથી આવરેલ એવા મસાને કેવી રીતે જાણી શકે? મારા રાજ્યમાં કોઈ બીજાની પરદારાને સેવતો હોય તો ગમે તેવા અન્યાયીને હું કડકમાં કડક શિક્ષા કરું છું. તો પછી મારી પત્ની સાથે જેને વ્યભિચાર સેવ્યો હોય તેને તો હું શું ન કરું? આવું જાણીને મારાથી સહન પણ કેવી રીતે થાય?
આ વિચાર-કરી રાજાએ સોમ ચિત્રકારનો વધ કરવા માટે આજ્ઞા આપી. આ આજ્ઞા સાંભળી બીજા ચિત્રકારોએ કહ્યું, “રાજના સોમે ચિત્રકળામાં વરદાન પ્રાપ્ત કરેલું છે, આથી તેનો વધ કરવો અમને યોગ્ય જણાતો નથી.'
રાજાએ ચિત્રકારોને પૂછ્યું, “આ સોમ ચિત્રકારે ક્યાંથી વરદાન પ્રાપ્ત કર્યું છે?”
ચિત્રકારોએ રાજાને જણાવ્યું, “શ્રેષ્ઠ કળાના નિવાસ સ્થાન સમાન સાકેત નામનું નગર છે. નગરની ઈશાન દિશામાં સુરપ્રિય નામના યક્ષનું મંદિર છે. સુરપ્રિયનું ત્યાં સતત સાંનિધ્ય રહેતું હતું. દર વર્ષે તેનો ઉત્સવ કરાતો અને તે તેની પ્રતિમાને રંગનાર ચિતારાને મારી નાંખતો. જો પ્રતિમાને રંગવામાં ન આવે તો સુરપ્રિય ગામમાં મારીનો ઉપદ્રવ કરતો. પોતાના પ્રાણો જોખમમાં રહેતા હોવાથી ચિત્રકારો સાકેત નગરને છોડવા લાગ્યા ત્યારે રાજાએ નગરરક્ષાના હેતુથી બધા ચિત્રકારોને પકડાવી લીધા.
त्यजेदेकं कुलस्यार्थे , ग्रामस्यार्थे कुलं त्यजेद् । ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेद् ॥१॥
કુળની રક્ષા માટે એકનો ત્યાગ કરે, ગ્રામની રક્ષા માટે કુળનો ત્યાગ કરે, જનપદની રક્ષા માટે ગામનો ત્યાગ કરે અને આત્મા માટે પૃથ્વીનો પણ ત્યાગ કરે.
હવે તો રાજા દર વર્ષે ચિત્રકારોના નામો કાગળ ઉપર લખાવી કાગળની કાપલીને ઘડામાં નખાવી દેતાં. ઘડામાંથી જેનું નામ નીકળે તે ચિત્રકાર તે વર્ષે સુરપ્રિય યક્ષને ચિતરતો.
મહારાજા! સોમના પિતા મૃત્યુ પામ્યા હતા. આથી સોમ કલા ગ્રહણ કરવા માટે