________________
૨
૧
श्री सङ्घाचार भाष्यम्
प्रेक्षावतां प्रवृत्त्यर्थं फलादित्रितयं बुधैः ।
मंगलं चैव शास्त्रादौ वाच्यमिष्टार्थसिद्धये ॥ મંગલ પ્રયોજન વિ. નું મહત્વ -
ગ્રંથની આદિમાં મંગલાદિ કરવાનું પ્રયોજન હોય છે. પ્રયોજન, સંબંધ અને વિષય બતાવવામાં આવે તો બુદ્ધિશાળી પુરુષો આ ગ્રંથના અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્તિ કરે છે. ગ્રંથમાં પ્રવૃત્તિ કરી, પણ ભણવું-ભણાવવું આદિ કાર્ય નિર્વપ્ન ત્યારે જ પૂરુ થાય છે જો મંગલ કરવામાં આવ્યું હોય. એટલે ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવામાં આવ્યો હોય. આમ પ્રેક્ષાવાનની પ્રવૃત્તિ થાય અને ઈષ્ટાર્થની સિદ્ધિ થાય તે માટે ગ્રંથમાં મંગલાદિ ચારે કહેવા જોઈએ.
અહીંયા બતાવવામાં આવેલ સંબંધના બે પ્રકાર છે: (૧) ઉપાય-ઉપેય સંબંધ (૨) ગુરુપર્વક્રમ લક્ષણ સંબંધ. જેઓ તર્કવાદી છે તેઓને માટે ઉપાય-ઉપેય સંબંધ છે. આ ચૈત્યવંદન ભાષ્ય જ્ઞાનાદિ પ્રાપ્તિનો ઉપાય છે. જ્ઞાનાદિની પ્રાપ્તિ થવી તે ઉપેય
ગુરુપરંપરા દ્વારા સૂત્રાદિની પ્રાપ્તિ
ગુરુપર્વક્રમ સ્વરૂપ સંબંધ માત્ર શ્રદ્ધાવાદિ માટેનો છે. આ સંબંધ આ પ્રમાણે છે ચૈત્યવંદન આદિ વિધિની દેશના અર્થથી શ્રી મહાવીર પ્રભુ આપે છે અને ગણધર ભગવંતો સૂત્રરૂપે તેને ગ્રંથસ્થ કરે છે.
अत्थं भासइ अरिहा सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ॥१॥
(આવશ્યક નિર્યુક્તિ) અરિહંત ભગવંતો અર્થની દેશના આપે છે. ગણધર ભગવંતો સૂત્રરૂપે નિપુણતાથી ગૂંથે છે. શાસનના હિત માટે કરાયેલ સૂત્ર-અર્થની રચના બાદ સૂત્રની પરંપરા ચાલે છે.
જેમ ઉજ્જૈની અને કોસાંબીની વચ્ચે પુરુષોને ગોઠવી પુરુષોની પરંપરા દ્વારા ઉજ્જૈનમાંથી કોસાંબી સુધી ઈટો લાવી. તે જ રીતે આ ચૈત્યવંદનાદિ વિચાર જંબૂસ્વામી, પ્રભવસ્વામી આદિ કેવલી ભગવંતો, શ્રુતકેવલી ભગવંતો, દશપૂર્વધરો, નવ પૂર્વધરો આદિ પૂર્વાચાર્યોની પરંપરામાં આવ્યો છે. યાવત્ આ વિચાર અમારા ગુરુ સુધી આવ્યો છે.
દુષમકાળના અંધારામાં નહી દેખાતા એવા શ્રી જિનપ્રવચનને પ્રકાશિત કરવામાં પ્રદીપ સમાન એવા શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં આ ગુરુપર્વ ક્રમસંબંધને બતાવ્યો છે. જિનેશ્વર-ગણધર આદિ ગુરુજનોએ ઉપદેશ આપ્યો. આ ઉપદેશ અંબૂસ્વામી આદિ આચાર્ય ભગવંતો ની પરંપરામાં અમારા ગુરુ સુધી આવ્યો