________________
श्री सङ्घाचार भाष्यम्
૧૯ આવ્યું છે તેના આધારે જ આ ચૈત્યવંદન ભાષ્ય આદિમાં અમે કહેવાના છીએ એવું દેવેન્દ્રસૂરિ મહારાજ જણાવે છે.
આ ગ્રંથમાં વૃત્તિઆદિના પાઠો જ્યારે અવસર આવશે ત્યારે આપવામાં આવશે. જે ગ્રંથનું નિર્માણ થતું હોય તે ગ્રંથમાં પૂર્વ મહર્ષિઓ પ્રણીત શાસ્ત્રોના પાઠ આપવામાં આવે તો નવનિર્મિત ગ્રંથનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે. કારણકે જો આધારમાં ઉત્તમતા હોય તો આધેયમાં પણ એ ઉત્તમતા ખેંચાઈ આવે છે. જેમ પૃથ્વી આદિનો આધાર પ્રાપ્ત થાય તો પાણી આદિમાં સ્થિરતા નિર્મળતા આદિ ગુણોનું આધાન થાય છે.
“સુયાણસારેણનો બીજો અર્થ : સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ આદિમાં કહેલા ચૈત્યવંદનાદિ પદાર્થો ગુરુભગવંત પાસે જે રીતે સાંભળ્યા છે તે રીતે હું આ પદાર્થો કહીશ. પરંતુ મારી બુદ્ધિના અનુસારે નથી કહેવાના. કારણકે પોતાની મતિકલ્પનાને અનુસારે કરાતું શુદ્ધ અનુષ્ઠાન પણ કષ્ટાનુષ્ઠાન બને છે અને તેનો અજ્ઞાનતામાં સમાવેશ થાય છે. કહ્યું છે - માછિયમુનિહામ્સ વેવામિત્રભુત્તવારિસ્સા
सव्वुज्जमेणवि कयं अन्नाणतवे बहुं पडइ ॥ જેમને શ્રુતજ્ઞાનરૂપી કસોટી પત્થરનું વિશેષ જ્ઞાન નથી અને જે વિશેષ અર્થને જાણ્યા વિના માત્ર શાસ્ત્રના શબ્દોને પકડી રાખે છે તે પોતાના બધાજ પ્રયત્નથી કોઈપણ અનુષ્ઠાન કરે તો પણ તેના અનુષ્ઠાનનો સમાવેશ અજ્ઞાન તપમાં જ થાય છે.
બીજું માત્ર સૂત્રમાં કહેલું જ જો પ્રમાણ માનવાનું હોય તો સૂત્રો ઉપર કરવામાં આવતી ટીકા-વ્યાખ્યા નકામી થઈ જાય. આગમમાં પણ કહેવામાં આવ્યું છે કે
जंजह सुत्ते भणियं तहेव तं जइ विआरणा नत्थि । આ વિનિમયોગો ોિ વિટ્ટિપદાદિ. આગમસૂત્રોમાં જેમ કહ્યું છે તે તેમજ હોય અને ત્યાં કાંઈ વિચારણા જ ન કરવાની હોય તો દષ્ટિ પ્રધાન મહાપુરુષો કાલિક સૂત્રની ટીકા શા માટે કરત?
ગ્રંથકારે ગ્રંથની રચના કરતા જણાવ્યું કે આ ગ્રંથ ગુરુભગવંત પાસેથી વૃત્તિ આદિ ના પદાર્થોને સાંભળીને હુંરચું છે. આવું કહેવા દ્વારા ગુરુ પાતંત્ર્યની પ્રધાનતા બતાવી અને તેના દ્વારા પોતાની લઘુતા બતાવી છે.
સુચાણસારેણ થી બહુશ્રુતનું ગ્રહણ - બહુવિતિભાસચુણીસુયાણુસારણ અહીંયા બહુ શબ્દ કૃતની સાથે પણ જોડાય છે. જેથી બહુશ્રુત શબ્દ બને છે. બહુશ્રુત એટલે જેમને આગમ સૂત્રનું વિશાળ જ્ઞાન છે અને જેઓ ગીતાર્થ છે આવા પૂર્વાચાર્યો બહુશ્રુત શબ્દથી ગ્રહણ કરવાના છે.
અર્થાત્ બહુશ્રુત પૂર્વાચાર્ય ભગવંતોની પરંપરામાં ચૈત્યવંદનાદિનો વિચાર જે