________________
૧૮
श्री सङ्घाचार भाष्यम्
હળવા બનવાથી અનંતા આત્માઓ આઠે કર્મનો નાશ કરી સિદ્ધિ ગતિમાં પહોંચ્યા છે. સંબંધ-બહુવિત્તિભાસચુણી સુયાણુસારેણ
ચૈત્યવંદન આદિનો સુવિચાર ઘણી ટીકાઓ, ભાષ્યો, ચૂર્ણિઓ અને સૂત્રના અનુસારે કરવાનો છે. અહીંયા બહુ શબ્દ વિત્તિ સાથે મૂકેલો હોવા છતાં ભાષ્ય આદિની સાથે પણ જોડવાનો છે.
વૃત્તિ એટલે ટીકા. આ ટીકા સંસ્કૃત ભાષામાં રચવામાં આવે છે. તેમાં સૂત્ર આદિ અંગોનું વિવરણ કરવામાં આવે છે. લલિત વિસ્તરા આદિ ટીકાઓમાં ચૈત્યવંદનાદિ સૂત્રોનું વિવરણ કરવામાં આવ્યું છે.
ભાષ્યઃ- ભાષ્યની રચના ગાથાઓમાં કરવામાં આવે છે. આમાં સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે છે. બૃહદ્ભાષ્ય (ચેઈવંદણ મહાભાસ) અને વ્યવહાર ભાષ્ય આદિને ભાષ્ય કહેવામાં આવે છે.
ચૂર્ણિઃ- ચૂર્ણિઓની રચના પ્રાયઃ પ્રાકૃતમાં કરવામાં આવે છે. આ રચના પણ સૂત્રના વિવરણ રૂપ છે. પક્ષીસૂત્ર તથા આવશ્યકસૂત્ર આદિની ચૂર્ણિઓ વિદ્યમાન છે..
સૂત્રઃ- સૂત્રની રચના ગણધર આદિ ભગવંતો કરે છે. પક્ષીસૂત્ર આદિનો સૂત્રમાં સમાવેશ થાય છે. આ પક્ખીસૂત્રમાં પાંચની સાક્ષીએ કરાતા ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પંચાંગીમાં સૂત્ર વૃત્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને નિર્યુક્તિ છે. છતાં અહીં નિર્યુક્તિનો નિર્દેશ ચૈત્યવંદન ભાષ્યની પ્રથમ ગાથામાં નથી કર્યો. તેનું એક કારણ છે. નિયુક્તિની રચના ચૌદ પૂર્વધર મહાત્માઓ કરે છે. ચૌદ પૂર્વધર મહાત્મા જે રચના કરે છે તેને સૂત્ર કહેવાય છે. આમ, નિર્યુક્તિ સૂત્રરૂપે હોવાથી શ્રુતના ગ્રહણથી તેનું ગ્રહણ થઈ જાય છે.
કહ્યુ છે કે- સુત્ત દરરË તહેવ પજ્ઞેયયુદ્ધડ્યું ૪ । सुकेवलिणारइयं अभिन्नदसपुव्विणा रइयं ॥ १॥
ગણધર ભગવંતો, પ્રત્યેક બુદ્ઘ મહાત્મા, શ્રુતકેવલી તથા સંપૂર્ણ દશપૂર્વધર મહર્ષિઓએ રચેલા શાસ્ત્રને સૂત્ર કહેવામાં આવે છે.
આમ, નિર્યુક્તિ પણ સૂત્ર રૂપે હોવાથી સૂત્રના ગ્રહણથી તેનું ગ્રહણ થઈ જાય છે. અથવા ભાષ્યના ગ્રહણથી પણ નિયુક્તિનું ગ્રહણ થઈ જાય છે. કારણકે ભાષ્યમાં જેમ સુત્રનું વિવરણ ગાથામાં કરવામાં આવે છે તેમ નિયુક્તિમાં પણ સૂત્રનું વિવરણ ગાથામાં કરવામાં આવે છે. આમ, નિર્યુક્તિ નું ગ્રહણ ભાષ્યના ગ્રહણથી પણ ચૈત્યવંદન ભાષ્યની પ્રથમ ગાથામાં થઈ જાય છે.
બહુવિત્તિભાસચુણીસુયાણુસારેણ- વૃત્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને સૂત્રોમાં જે કહેવામાં