________________
श्री सङ्घाचार भाष्यम् અભિધેયનો અર્થાત વિષયનો નિર્દેશ કરવામાં આવે તો વિદ્યાર્થીને જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસાથી પ્રેરાયેલો વિદ્યાર્થી ગ્રંથના શ્રવણાદિમાં પ્રવૃત્ત બને છે.
પ્રયોજન - ચૈત્યવંદનાદિ સુવિચારનો બોધ
ગ્રન્થકારે ચિઈવંદણાઈ સુવિયા- આ પદ દ્વારા પ્રયોજન પણ બતાવ્યું છે. સુવિચાર શબ્દમાં વિચાર શબ્દને સુથી વિશેષિત કરવામાં આવ્યો છે. અર્થાત્ સુવિશેષણ છે. આ ચૈત્યવંદનાદિ વિચાર ઘણા શાસ્ત્રોના સારભૂત પદાર્થોના સંગ્રહરૂપ છે એવું સુવિચાર શબ્દ જણાવે છે. (શિષ્યને આ ગ્રંથના અભ્યાસનું પ્રયોજન શાસ્ત્રોના સારભૂત પદાર્થોનાં જ્ઞાનની પ્રાપ્તિ છે.)
આ ગ્રંથના પઠનાદિ દ્વારા તેમનું પ્રયોજન પણ સરે છે. તેથી તેઓ આ ગ્રંથનો અભ્યાસ કરે છે. કોઈપણ વિવેકી માણસ ક્યારે પણ પ્રયોજનવિના પ્રવૃત્તિ કરતો નથી.
કહ્યું છે કે પ્રયોગનમનુદ્દિશ્ય ન બનોfપ પ્રવર્તતે, વિમેવ પ્રવૃત્તિ ચૈતન્ચના હ્રિમ? મંદબુદ્ધિવાળો પણ પ્રયોજન ન હોય તો પ્રવૃત્તિ કરતો નથી. પ્રયોજન વિના પણ જો તે પ્રવૃત્તિ કરવા લાગે તો તેનામાં રહેલી ચેતનાનું ફળ શુ?
શાસ્ત્રકર્તાનું પ્રયોજન અને શ્રોતાનું પ્રયોજન એમ પ્રયોજનના બે ભેદ છે. આ બે પ્રયોજનના અનંતર તથા પરંપર એમ બે ભેદ છે. શાસ્ત્રકાર મહર્ષિનું અનંતર (તરતનું) પ્રયોજન જીવો ઉપર ઉપકાર કરવો એ છે. જે જીવો મહાવિસ્તારવાળા શાસ્ત્રના અધ્યયન આદિમાં સમર્થ નથી હોતા તેવા જીવો જો શાસ્ત્ર સંક્ષિપ્ત હોય તો સુખપૂર્વક તેનું અધ્યયનાદિ કરી શકે છે. કહ્યું છે કે- સુય સારો પારો મારું થર્વ નિ ચ દુષ્મા |
तं किंपि सिक्खियव्वं जं कज्जकरं च थोवं च ॥ ધૃતરૂપી સાગરનો અંત આવી શકે તેમ નથી. આયખું થોડું છે અને જીવો અલ્પબુદ્ધિવાળા છે. તેથી થોડું પણ એવું કાંઈક ઉપયોગી શીખી લેવું જોઈએ.
શાસ્ત્રકારનું પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. કારણકે શાસ્ત્રરચના ધર્મોપદેશ સ્વરૂપ છે અને ધર્મોપદેશ આપવાનું ફળ મોક્ષ છે. કહ્યું પણ છે – સર્વજ્ઞ ભગવાને જેનું કથન કર્યું છે તેનો ઉપદેશ આપી, જેઓ દુઃખથી પીડાતા જીવો પર ઉપકાર કરે છે તે અલ્પકાળમાં શિવવધૂને વરે છે.
ખા ગ્રંથનું અધ્યયન કરનારને શ્રવણ કરનારને અનંતરનું એટલે કે નજીકનું ફળ ચૈત્યવંદનાદિ આચાર વિધિનું જ્ઞાન થવું, તે છે. પરંપર ફળ તો તેઓને પણ મોક્ષની પ્રાપ્તિ થવી તે જ છે. કારણકે ચૈત્યવંદન આદિ વિધિઓને જેઓ સમ્યક રીતે જાણે છે તેઓનો ભાવ શુભ બને છે અને વિધિ પૂર્વક આચરણા કરતા સર્વ કર્મનો નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કહ્યું છે. ચૈત્યવંદનાદિ વિધિને સારી રીતે સાંભળવાથી હળુકર્મોથવાય છે અને કર્મો