________________
श्री सङ्घाचार भाष्यम् આશાના પાશમાં સપડાયેલ જીવ શું શું નથી કરતો? કહ્યું છે કે- નવૅતિ ય આયંતિ ય વંતિ થી સુviતિ વાળા
आसाविवसा जीवा विडंबणं किं न पावंति ॥ दुहखाणी सुहअगणी पावलया दोसआयरा जा सा। सग्गापवग्गनयरप्पवेसलोहग्गला निबिडा ॥ आसाइ जो पहुत्तं देइ स दासत्तमप्पणोऽवस्सं ।
इय सव्वऽणत्थमूला परिहरियव्वा सया आसा ॥ આશાથી બંધાયેલા જીવો નાચે છે, ગાય છે, દયામણો ચંઈ વિનવણી કરે છે, બીજાને સારું લગાડવા મીઠું મીઠું બોલે છે. ખરેખર આ આશાપરવશ જીવો એવી કઈ વિડંબના નથી કે જેને પામતા નથી.
આશા દુઃખની ખાણ છે, સુખ માટે અગ્નિ જેવી છે, પાપની વૃદ્ધિ કરનારી લતા સમાન છે, દોષની ખાણ છે, સ્વર્ગ અને મોક્ષનગરના પ્રવેશદ્વારની અર્ગલા સમાન છે.
જે આશાને સ્વામી બનાવે છે તે આશાના દાસ બની જાય છે. આમ બધાં જ અનર્થોની ખાણ સમાન આશાનો હરહંમેશ ત્યાગ કરવો જોઈએ.
કૌશાંબી નગરીને ચારે બાજુ મોટો કિલ્લો બની ગયો અને કિલ્લાની અંદર વિપુલ સામગ્રીનો સંગ્રહ થઈ ગયો એટલે કૌશાંબીને ઘેરો ઘાલવાથી પણ જીતી ન શકાય એવી દુર્જય નગરી બની ગઈ. મૃગાવતી રાણી ચતુર હતી. તરતજ તેણે કૌશાંબીના દ્વાર બંધ કરાવી દીધા. કિલ્લાની ઉપર સૈનિકો ગોઠવી દીધા. ચંડપ્રદ્યોત મૃગાવતીની આગળ મૂર્ખ ઠર્યો. 'उशना वेद यच्छास्त्रं, यच्च वेद बृहस्पतिः । स्वभावादेव तत्सर्वं, स्त्रीणां बुद्धौ प्रतिष्ठितम् ॥
દાનવોના ગુરુ શુક્ર અને દેવોના ગુરુ બૃહસ્પતિની પાસે જે શાસ્ત્રોનું જ્ઞાન છે, તે સઘળું જ્ઞાન જન્મતાની સાથે જ સ્ત્રીઓમાં રહેલું હોય છે.
ચંડપ્રદ્યોત રાજા મૂર્ખ બનવાથી વિલખો પડ્યો હતો. તેણે કૌશાંબી નગરીની ચારેબાજુ સખત ઘેરો ઘાલ્યો. સંસારના આવા સ્વરૂપથી વિરક્ત થયેલી મૃગાવતી એક રાત્રે વિચારતી હતી કે જ્યાં સૂર્ય સમા તેજસ્વી વીર પ્રભુ ભવ્યજીવો રૂપી કમળોને બોધ પમાડી રહ્યા છે એવા ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણ મુખ આદિ ધન્ય બન્યા છે. તેઓ ધન્યવાદને પાત્ર છે તેઓ પુન્યશાળી છે, તેઓ કૃતાર્થ છે અરે! તેઓ તો ત્રણે જગતને પૂજનીય છે જેઓએ દુઃખમય આ સંસારનો ત્યાગ કરીને બાલ્યાવસ્થામાં જ સંયમવ્રતને સ્વીકાર્યો છે. જેઓ વૈરાગ્ય સ્વરૂપ તીખી તલવારથી મોહના બંધનને કાપી નાંખે છે અને પ્રિય વ્યક્તિને પ્રાપ્ત કર્યા વિના જ મહાસત્ત્વને