________________
૨
૨
-
श्री सङ्घाचार भाष्यम् લોકો તો આ જગતમાં બહુ ઓછા છે.
સોમ ચિત્રકારનો જમણો અંગુઠો છેદાયો અને તેનો દેશ નિકાલ થયો. સોમ પાછો સાકેત નગરમાં આવ્યો. સુરપ્રિય યક્ષની ઉપાસના કરવા લાગ્યો. પહેલા ઉપવાસે જ યક્ષ સુરપ્રિયે પ્રસન્ન થઈ જમણા હાથની જેમ તેને ડાબા હાથથી ચિતરવાનું વરદાન આપ્યું. સોમ પૂર્વની જેમ ડાબા હાથથી કલાકૃતિનું નિર્માણ કરવા લાગ્યો.
गच्छउ दूरं आरुहउ गिरिवरं विसउ विसमविवरेसु । आराहउ अमराई लिहिआ अहिअंन हु तहावि ॥
ખરેખર ભાગ્યમાં જે નિર્માયુ હોય તેની જ પ્રાપ્તિ થાય છે, પછી ભલેને દૂર દૂર ચાલ્યા જાવ, પર્વતની ટોચે પહોંચી જાવ, ગિરિની ગુફામાં સંતાઈ જાવ કે દેવોને પ્રસન્ન કરો.
ડાબા હાથે કલાકૃતિનું નિર્માણ કરવાનું વરદાન મળતા તેને મનમાં વિચાર આવ્યો કે હું તો નિરપરાધી હતો. છતાં પણ નિષ્કારણશત્રુ એવા શતાનીક રાજાએ મને પરેશાન કરી મૂક્યો. આ રાજાને તેની દુશ્ચેષ્ટાનું ફળ મારે બતાવવું પડશે. આવો વિચાર કરીને એક ચિત્રપટ ઉપર મૃગાવતી રાણીનું સુંદર ચિત્ર દોર્યું. આ ચિત્ર ચંડપ્રદ્યોત રાજાને બતાવ્યું. ચંડપ્રદ્યોત રાજા રાણી મૃગાવતીના રૂપને જોઈને આભો જ બની ગયો. અરે! શું આ કોઈ દેવાંગના છે કે કામદેવની પટ્ટરાણી રતિદેવી છે કે પછી કિન્નરી છે?
ચિત્રકારે રાજાને જણાવ્યું કે રાજાજી આ ચિત્ર દેવી, રતિ કે કિન્નરીનું નથી પણ આ તો માનવલોકની સ્ત્રીનું છે. રાજાએ તેની ચિત્રકળાની ઘણી પ્રશંસા કરી.
આ પ્રશંસા સાંભળી સોમે કહ્યું, “મહારાજા! મારી કળા તો કાંઈ જ નથી. રાણીનું રૂપ તો આ ચિત્ર કરતા પણ ચઢીયાતું છે. મેં તો રાણીનું રૂપ જોયું છે અને આ ચિત્ર બનાવ્યું છે જ્યારે પ્રજાપતિ તો ખરેખર નિપુણ ચિત્રકાર છે. કારણકે વિધાતાએ તો બીજી કોઈ રૂપવતી સ્ત્રીને જોયા વિના જ આ અનુપમ સૌંદર્યવતી શતાનીક રાજાની અગ્રમહિષી મૃગાવતીનું સર્જન કર્યું.”
ચંડપ્રદ્યોતરાજા સ્ત્રીઓમાં અત્યંત આસક્ત હતો. મૃગાવતીના અનુપમ રૂપસૌંદર્યને સાંભળીને તેને પોતાના કુલનું અભિમાન વિસરાઈ ગયું. નીતિ અને મર્યાદા છોડવા તૈયાર થઈ ગયો. ચિત્રકારને સત્કારીને રજા આપી.
મૃગાવતી રાણીમાં આસક્ત બનેલા ચંડપ્રદ્યોત રાજાએ દૂતને સમજાવી કોસાંબી નગરી મોકલ્યો. દૂતે જઈને શતાનીક રાજાને ચંડપ્રદ્યોતનો આદેશ સંભળાવ્યો. ચંડપ્રદ્યોત રાજાનો આદેશ છે કે તમારી આ સુંદર પત્ની મૃગાવતી રાણીને આજે જ તમે મોકલી આપો. નહીં આપો તો યુદ્ધ માટે તૈયાર રહેજો.
દૂત દ્વારા ચંડપ્રદ્યોતનો આદેશ સાંભળી શતાનીકે કહ્યું, હે દુષ્ટ દૂત! તારો આ રાજા તો નીતિ ભ્રષ્ટ થયો છે અને અનુચિત બકવાટ કરે છે, તો પણ તારા માટે આ