________________
श्री सङ्घाचार भाष्यम् પણ વિજયરાજા ઉપર પડશે એવું નથી કહ્યું.”
હે મંત્રીશ્વર! તમારી બુદ્ધિ તો મારા કરતા પણ ચઢીયાતી છે. હવે તમે આ કામને જલ્દી કરો. આ ગાળામાં રાજા ધર્મમય સમય પસાર કરે.” નૈમિત્તિકે ચોથા મંત્રીના વખાણ કર્યા
પણ મંત્રીશ્વર! જેનો રાજ્ય ઉપર અભિષેક કર્યો છે તેવા નિરપરાધી જીવની હિંસાનો વિચાર મારાથી કેવી રીતે થાય? ઈન્દ્રથી લઈને કીડા સુધીના જીવોને પણ પોતાના પ્રાણનો ત્યાગ દુષ્કર લાગે છે. તો મારા માટે મનુષ્યની હત્યા કેવી રીતે ઉચિત કહેવાય? વળી, બીજા પ્રાણીઓની હત્યા નહિ કરવી એવી મોટા માણસોની દઢ ટેક હોય છે. તો હું પોતાના જીવને માટે કેવી રીતે બીજા જીવની હિંસા કરું?” રાજાએ પોતાનો વિચાર રજુ કર્યો.
આ સમયે યુવરાજે કહ્યું,ધર્મને જાણનારા પુરુષોનું કહેવું એવું છે કે આત્માનું ગમે તે રીતે રક્ષણ કરવું જોઈએ, કારણ કે ધર્મનું પહેલું સાધન શરીર છે. જે માણસ જીવે છે તે સુખ પ્રાપ્ત કરી શકે છે. પુણ્યોપાર્જન કરી શકે છે. માણસ મરણ પામે છે એટલે એનો દેહ ચાલ્યો જાય છે અને ધર્મની સાધના અટકી જાય છે.” આવી અનેક યુક્તિઓ યુવરાજે કરી, પણ રાજા માનવા તૈયાર ન થયો. ત્યારે ચાર પ્રકારની નિર્મળ બુદ્ધિરૂપ મણિના સાગર સુબુદ્ધિ મંત્રીએ રાજાને અરજ કરી, “નાથ! જીવની હિંસા પણ ન થાય અને આપત્તિ પણ ચાલી જાય આ બંને કરવા માંગુ છું.”
પણ મંત્રીશ્વર ! આ બંને કેવી રીતે શક્ય બનશે ?'
રાજનું, રાજ્યની ગાદી પર કુબેરની પ્રતિમાનો અભિષેક કરો. સાત દિવસ સુધી લોકો તેને રાજા તરીકે માનશે. કોઈકદેવી પ્રભાવથી આપત્તિ નહિ આવે તો સારુ જ છે અને કદાચ આપત્તિ આવી પડશે તો પ્રતિમા તૂટી જશે. આમ, આપની રક્ષા થશે અને જીવનો વધ પણ નહિ થાય.” રાજાને આ ઉપાય યોગ્ય લાગ્યો.
રાજાજ્ઞા પ્રાપ્ત થતાં રાજ્યસિંહાસન ઉપર કુબેરની પ્રતિમાનો અભિષેક કરવામાં આવ્યો. જિનાલયોમાં જિનભક્તિ મહોત્સવો કરાવ્યા. રાજા કલ્યાણકારી શ્રેયાંસનાથ પ્રભુની સ્તવના અને વંદના વિશેષથી કરવા લાગ્યો.
શ્રેયાંસનાથ પ્રભુની સ્તુતિ.. ૩ સેવિં ત્રિયંવ૫ત્તિ ઈત્યાદિ કર્યા પછી વિજયરાજાએ કલ્યાણકારી ચૈત્યવંદનાદિને કર્યા. ચૈત્યવંદનાદિ કરી પૌષધશાળામાં ગયા. ત્યાં પૌષધશાળામાં ત્રણ પ્રકારની કલ્યાણકારી બુદ્ધિને ધારણ કરનારા રાજાએ ડાભના સંથારા ઉપર બેસીને સાત દિવસ સુધી પોષહ કર્યો.
વસુદેવહિંડી-ડાભના સંથારા ઉપર બેસીને સાત દિવસ સુધી આરંભ પરિગ્રહનો ત્યાગ કરી બ્રહ્મચર્ય વ્રતવાળા અને સંવિગ્ન એવા વિજય રાજાએ પોષહ કર્યો.
આ બાજુ મંત્રીઓ કુબેરયક્ષની પ્રતિમાને પોતાના રાજાની જેમ માનવા લાગ્યા.