________________
श्री सङ्घाचार भाष्यम् હતા. જેમ બુધ-ગુરુ આદિ નક્ષત્રો ગ્રહોના નાથ ચંદ્ર અને સૂર્યને અનુસરતા હોય છે તેમ બુદ્ધિશાળીઓ, કવિઓ, શૂરવીરો અને વડીલજનો પણ રાજાને સતત વીંટળાઈને રહ્યા છે. શ્રેષ્ઠ હાથી જેમ મદજળને વહાવે છે તેમ રાજા સતત ત્રણ પ્રકારની દાનધારાને વહાવી રહ્યા છે. ઋષિ મહાત્માનું મન જેમ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય આ છ શત્રુઓથી મુક્ત હોય છે. તેમ રાજાથી પણ આ છ શત્રુઓ દૂર ભાગતા હતા. રાજાની પાસે યુદ્ધ માટે તૈયાર સુભટો, હષારવ કરતા ઘોડાઓ અને ગર્જારવ કરતી વિશાળ હાથી સેના હતી. રાજાએ હૃદયમાં જિનાજ્ઞાને વહન કરેલી છે અને એમના બધા અહિતકારી શત્રુઓ નાશ પામ્યા છે.
જ્યારે વિજયરાજા સભામાં બેસીને નાટકને જોઈ રહ્યા હતા એ ટાણે સહસા સુવર્ણદંડને ધારણ કરનાર દ્વારપાળ રાજ્યસભામાં આવ્યો અને તેણે રાજાને નમન કરી વિનંતિ કરી હે રાજન ત્રણે કાળને જાણનારા એવા એક નૈમિત્તિક દ્વારે આવીને ઊભા છે. તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. તેમના હાથમાં પોથી છે. આપના દર્શન કરવાની તેમને ઉત્સુકતા છે. નૈમિત્તિકને આપની પાસે મોકલું કે નહિ?'
રાજાએ કહ્યું – “હમણા નૈમિત્તિકને રાજસભામાં ન મોકલતો. હમણા તેને મળવાનો સમય નથી. શું જ્યારે વીણા વાગતી હોય ત્યારે વેદના શબ્દો કોઈને સાંભળવા ગમે? આ સાંભળીને મંત્રીએ રાજાને વિનંતિ કરી. મહારાજા ત્રિકાલજ્ઞાની પુરુષો બહુ ઓછા જોવા મળે છે. આપની કૃપાથી આ નાટકો તો હંમેશા હોઈ શકે છે.
મંત્રીની સૂચનાને સાંભળીને રાજાએ નૈમિત્તિક રાજસભામાં આવે એવી સંમતિ દ્વારપાળને આપી. આથી નૈમિત્તિકને દ્વારપાળે રાજસભામાં મોકલ્યો. નૈમિત્તિક મંત્રોચ્ચાર પૂર્વક ઉચિત આસને બેઠા. રાજાએ તેમને આદર પૂર્વક કહ્યું કે નૈમિત્તિક, તમે અહીં કાંઈક યાચના કરવા આવ્યા છો કે કાંઈક ભવિષ્ય ભાખવા આવેલા છો?
નૈમિત્તિકે કહ્યું - “આમ તો હું યાચના વડે જ જીવું છું. છતાં પણ તમારી પાસે હમણા યાચના કરવી યોગ્ય નથી. હું તો હમણાં જે કહી શકું એમ નથી તે કહેવા માટે આવ્યો છું. જેમ રોગ જણાયા બાદ રોગનો ઉપાય થઈ શકે છે તેમ તે જાણ્યા પછી તમે તેનો ઉપાય કરી શકો.”
રાજા તેને નિઃશંક પણે જણાવવા માટે કહે છે ત્યારે તેણે કહ્યું. “બરાબર આજથી સાતમે દિવસે પોતનપુરેશ્વર ઉપર વિજળી પડશે. મેં મારા નિમિત્તશાસ્ત્રના બળે જાયું છે?” આ સાંભળી વિજયરાજાના નાનાભાઈ યુવરાજ વિજયસેનને ગુસ્સો આવ્યો અને બોલ્યો, “રાજા ઉપર જે દિવસે વિજળી પડશે તે દિવસે તારી ઉપર શું પડશે? જા જા અહીથી દૂર જા. મનમાં જેમ આવે તેમ બોલનારા તારી જીભ ઉપર રાજસભામાં પણ ચળ ઉપડે છે.'
આ સાંભળી નૈમિત્તિક બોલ્યો- “રાજકુમાર! તમે મારી ઉપર વ્યર્થ ગુસ્સો ન