________________
श्री सङ्घाचार भाष्यम्
અહીંયા બતાવેલા આ ચારે અતિશયો પ્રભુના સુગંધી શરીર આદિ અતિશયોનું ઉપલક્ષણ છે, કારણકે સુગંધી શરીર આદિ ૩૪ અતિશય વિના ચારે અતિશયો સંભવતા નથી. આમ, ૩૪ અતિશયોથી યુક્ત એવા તીર્થકર ભગવંતોને વંદન કરીને એવો અર્થ નીકળે છે.
અથવા વંદિતૃ વંદણિજે સવ્વ- અહીં વંદનીય પદ વિશેષ્ય છે. જેઓ વંદન એટલે નમસ્કાર સ્તુતિ અને ધ્યાન આદિ મનવચન કાયાના પ્રશસ્ત વ્યાપાર પૂજા ભક્તિને યોગ્ય છે. અહીં વંદનીયનો આવો અર્થ કરવાથી અરિહંત/સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતોનું ગ્રહણ થાય છે.
આ પાંચે પરમેષ્ઠીઓ વંદનાને યોગ્ય છે, કારણકે અરિહંત ભગવંતો મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. સિદ્ધ ભગવંતો આત્મા અવિનાશી છે આવી બુદ્ધિને જાગૃત કરનારા છે, આચાર્ય ભગવંતો પાંચે આચારનું પાલન કરાવે છે, ઉપાધ્યાય ભગવંતો શિષ્યમાં જ્ઞાનનો વિનિયોગ કરે છે. અને સાધુ ભગવંતો સાધકોને સંયમ સાધનામાં સહાય કરે છે. આ પાંચ કારણને લઈને જ અરિહંત આદિ ભગવંતો વંદન યોગ્ય છે.
मग्गो १ अविप्पणासो २ आयारे ३ विणयया ४ सहायत्तं ५
-- પંવિદના ઋષિ ઈહિં દેહિં ? . આગમમાં પણ કહ્યું છે કે (૧) માર્ગ (૨) અવિપ્રણાશ બુદ્ધિ (૩)આચાર (૪) વિનય (૫) સહાયતા આ પાંચની પ્રાપ્તિ વંદનથી થતી હોવાથી હું પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરું છું.
અથવા જ્યારે અવ્યભિચારી વિશેષણ મૂકવામાં આવ્યું હોય અને વિશેષ્ય મૂકવામાં ન આવ્યું તો પણ વિશિષ્ટ વિશેષણ દ્વારા જ વિશેષ્ય જણાઈ આવે છે. જેમ
નૈઋતાનનો વિતyવારી: પશ્યત્તિ ચં વિમપિ નિર્મનંદ્ધિતીયમ્' ધ્યાનમાં એકાગ્રમનવાળા અને બાહ્ય ઈન્દ્રિયોના વ્યાપારથી મુક્ત બનેલા કોઈપણ નિર્મલ અદ્વિતીયને જુએ છે.અહી વિશેષ્ય યોગી ન મૂક્યું હોવા છતાં પણ ધ્યાનૈક્તાનમનસ: આ પ્રૌઢ વિશેષણ થી વિશેષ્ય યોગી જણાઈ આવે છે. તેવી જ રીતે નિર્મલ અને અદ્વિતીય વિશેષણથી વિશેષ્ય એવા પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે.
આ રીતે ભાષ્યની પ્રથમ ગાથામાં વંદણિજ્જ વિશેષણ મૂક્યું છે અને વિશેષ્ય પંચપરમેષ્ઠી ન મૂક્યું હોવા છતાં પણ વંદનીય પદ દ્વારા પંચ પરમેષ્ઠીનું ગ્રહણ થઈ જાય છે.
આ વંદનીયોમાંથી કેટલા વંદનીયોને વંદન કરવાનું? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે. સવે-બધા ક્ષેત્ર અને ત્રણે કાળના પાંચેય પરમેષ્ઠીને વંદન કરવાનું છે.
અથવા અરિહંત સિદ્ધ, સાધુ, ધર્મ અને સમ્યગૃષ્ટિ દેવ આ પાંચને વંદનીય તરીકે લેવાના છે. આ પાંચેય વંદનીય સિદ્ધિ, બોધિ અને સમાધિ આદિ આપવામાં