________________
૬
श्री सङ्घाचार भाष्यम्
સક્ષમ છે. અને આથી જ તેમનું ધ્યાન કરવા જેવું છે. ‘ચઉ વંદણિજજ જિણ મુણિ સુય સિદ્ધા ઈહ સુરા ય સરણિા’ આ ભાષ્યની ગાથા દ્વારા જ આ પાંચેને વંદનના અધિકારી તરીકે બતાવવામાં આવશે.
આ વંદનીયોનું શાસ્ત્રમાં કહેવામાં આવેલી વિધિના અનુસારે ચૈત્યવંદન ભાષ્યની આદિમાં સ્મરણ આદિ કરવામાં આવ્યું છે.
‘વંદિતુ વંદણિજ્યે સવ્વુ’, આ ગ્રંથ-પંક્તિ દ્વારા મંગલ કરવામાં આવ્યું છે. આ મંગલ દ્વારા આરંભ કરેલ શાસ્ત્રનું અધ્યયન નિર્વિઘ્ને સમાપ્ત થાય તેમજ આ ચૈત્યવંદન ભાષ્યનું અધ્યયન અધ્યાપન શિષ્ય- પ્રશિષ્યની પરંપરામાં ચાલતું રહે માટે ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે. અરિહંત આદિને કરેલા ભાવમંગલ સ્વરૂપ પ્રણામ સઘળાય અમંગલોનો સંપૂર્ણ નાશ કરે છે.
શ્રી ભગવતી સૂત્ર(વિવાહ પ્રજ્ઞપ્તિ) માં પણ કહ્યું છે કે આ પાંચ નમસ્કાર બધાં પાપોનો નાશ કરનાર છે. અને સર્વ મંગલોમાં મુખ્ય મંગલ છે.
મહાનિશીથ- ઈષ્ટદેવતાને નમસ્કાર કર્યા વગર શ્રુતજ્ઞાનના પારને કોઈ પામી શકતું નથી. હે ગૌતમ ! ઈષ્ટદેવતાનો જો નમસ્કાર હોય તો નવકાર એટલે પંચમંગલ જ છે. પંચમંગલ સિવાય બીજો કોઈ ઈષ્ટ દેવતાનો નમસ્કાર મંગલ સ્વરૂપ નથી.
આ પંચમંગલ ‘નમો અરિહંતાણં’ થી લઈને ‘પઢમં હવઈ મંગલં’ સુધી છે. અન્યત્ર પણ કહેલું છે કે અરિહંતો મંગલ સ્વરૂપે છે. સિદ્ધો મંગલ સ્વરૂપે છે. સર્વ સાધુઓ મંગલ સ્વરૂપ છે. કેવલિ ભગવંતોએ કહેલો ધર્મ મારે માટે સદા મંગલ સ્વરૂપે છે. અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, સાધુ ભગવંતો અને શ્રુતજ્ઞાન મારા માટે મંગલ થાઓ. સમ્યગ્દષ્ટિ દેવો મને સમાધિ તથા સમ્યગ્દર્શન આપો.
અરિહંતોને કરેલ વંદના આદિ દ્વારા, વિજયરાજાની જેમ, મંગલ થાય છે. શ્રી વિજયગૃપ કથા
મહારાજાની જેમ પ્રસિદ્ધ જંબૂ નામનો દ્વીપ થાળી જેવો ગોળ (વિત્ત-વૃત્ત) છે. મોટા રાજાનું રાજ્ય જેમ સમુદ્રકાંઠા સુધી વિસ્તરેલું હોય તેમ જંબૂટીપની ચારેબાજુ સમુદ્ર વીંટળાયેલ છે. રાજા જેમ જ્ઞાની હોય તેમ જંબૂદ્વીપ સુંદર વેદિકાવાળો છે. તેમજ રાજા મહાન પરાક્રમ, સુંદર પ્રાસાદ, પ્રોજ્જ્વળ નીતિમત્તા અને સુવિશાળ સેનાને ધરાવતા હોય છે તેમ જંબુદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહની ૩૨ વિજયો, હિમવંત આદિ ૬ વર્ષધર પર્વતો, બીજા મોટા પર્વતો, વિરાટ નદીઓ છે.
આ જંબુદ્રીપમાં ભરત નામનું ક્ષેત્ર છે. જેમ સુભટનું શરીર અનેક ઘાથી યુક્ત હોય છે, તેમ આ ભરતક્ષેત્ર અનેક વનો વાળું હતું. ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય નામનો પર્વત છે. આ પર્વત ઉપર વિદ્યાધરો નિવાસ કરે છે. અહીંયા રથનૂપુર ચક્રવાલ નામનું નગર છે. નગરના રાજા જ્વલનજટી નામના વિદ્યાધર છે. તે જાજ્વલ્યમાન