________________
श्री सङ्घाचार भाष्यम् શું કામ છે ? બીજા ઉપરનો ઉપકાર પુણ્યબંધ કરાવનારો છે અને બીજાને અપાતું દુઃખ પાપબંધ કરાવનારું છે.
દ્રવ્યોપકાર અને ભાવોપકાર આવા બે ભેદ ઉપકારના છે. ખાવા માટે અન્ન, સૂવા માટે પથારી અને ઓઢવા માટે રજાઈ આદિ આપવા તે દ્રવ્ય ઉપકાર છે. આ દ્રવ્ય ઉપકાર સામાન્ય છે અને કાયમી નથી. આ લોકના સુખને સાધવામાં પણ તે સચોટ નથી.
ધર્મશાસ્ત્રો ભણાવવા અને સંભળાવવા એ ભાવ ઉપકાર છે. આ ભાવ ઉપકાર જ મહાન છે. કાયમ ટકે છે અને આ લોક તથા પરલોક બંનેને માટે સુખનું કારણ બને છે. આ કારણે જ ભાવ ઉપકાર કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. વાસ્તવમાં ભાવ ઉપકાર કરવો એ જ જૈન શાસ્ત્રનો ઉપદેશ છે, કારણ કે આ ઉપકાર જ સેંકડો ભવોમાં એકઠા કરેલા લાખો દુઃખોનો નાશ કરી શકે છે. પરોપકારમાં શ્રેષ્ઠ ધર્મદિશના
नोपकारो जगत्यस्मिंस्तादृशो विद्यते क्वचित् ।
यादृशी दुःखविच्छेदाद् देहिनां धर्मदेशना ॥ કહ્યું પણ છે. ધર્મ દેશના આપવા જેવો મોટો ઉપકાર જગતમાં ક્યાંય દેખાતો નથી, કારણકે આ ધર્મદેશના જીવોના દુઃખનાશનું કારણ બને છે.
આ ધર્મોપદેશના વિષયો ઘણા છે. તો પણ સંઘની આચારવિધિ સ્વરૂપ ચૈત્યવંદનાની વિધિ જ પહેલા બતાવવી જોઈએ, કારણકે ચૈત્યવંદના દરરોજ અવશ્ય કરવાનું અનુષ્ઠાન છે અને આથી જ પ્રતિદિનની ક્રિયા તરીકે હરહંમેશ ઉપયોગી છે.
ચૈત્યવંદન - આવશ્યક કૃત્ય મહાનિશીથના સાતમા અધ્યયનમાં કહ્યું છે - ગૌતમ સ્વામી - હે ભગવાન! દરરોજ કરવા યોગ્ય ક્રિયાઓ કઈ છે?
મહાવીર સ્વામી - હે ગૌતમ! પ્રત્યેક સમયે પ્રત્યેક દિવસે અને જ્યાં સુધી આ ખોળીયામાં પ્રાણ છે ત્યાં સુધી આરાધવા યોગ્ય સંખ્યાતા આવશ્યક છે.
ગૌતમ સ્વામી - હે ભગવાન! તે આવશ્યકો કયા કયા છે? મહાવીર સ્વામી - હે ગૌતમ! તે આવશ્યકો ચૈત્યવંદન આદિ છે.
આમ, ચૈત્યવંદન અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાન છે, આવો નિશ્ચય આગમના અનુસારે થાય છે. પૂર્વના ભાષ્યો અને ચૂર્ણિઓ વગેરે ઘણા વિસ્તાર વાળા છે. તથા અતિગહન છે. તેથી આ કાળના જીવો ચૈત્યવંદનના સ્વરૂપનું જ્ઞાન અને વિધિનો નિર્ણય કરવા અસમર્થ છે. વળી, દુઃષમકાળના દોષને કારણે આ જીવો તેવા પ્રકારનું આયુષ્ય બુદ્ધિ અને બળ વિનાના છે. આવા જીવો ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી શાસ્ત્રકાર મહારાજા અત્યંત સંક્ષિપ્ત અને સરળતાથી સમજી શકાય તેવા આચારવિધિ”