________________
श्री सङ्घाचार भाष्यम्
श्री
सङ्घाचार भाष्यम्
टीकाकारनुं मंगल
देवेन्द्रस्तुतपादपद्मः स्वर्भूर्भुवः श्रीवरकेलिसा । संदेहसंदोहरज: समीरः स वः शिवायास्तु जिनेन्द्रवीरः ॥ १ ॥ चैत्यवंदनमुनिवंदनप्रभृति भाष्यविवृत्तेर्यथाश्रुतं किंचित् । सङ्घस्याचारविधिं वक्ष्ये स्वपरोपकाराय ॥ २ ॥
૧
જેમના ચરણારવિંદની સ્તુતિ દેવતાઓનો સમૂહ કરે છે, જેઓ સ્વર્ગ પાતાળ અને પૃથ્વી આ ત્રણે લોકની સમૃદ્ધિ માટે સર્વોત્તમ ક્રીડાંગણ સમાન છે અને સંશયની રજને ઉડાડી દેવા માટે પવન સમાન છે એવા શ્રી વીરજિનેશ્વર તમારા કલ્યાણ માટે થાઓ.
ચૈત્યવંદન ભાષ્ય તથા ગુરુવંદન ભાષ્ય આદિની ટીકાને અનુસારે સંઘાચાર વિધિ નામની ટીકાને પોતાના અને બીજાના ઉપકાર માટે હું કાંઈક કહીશ.
સંસારરૂપી સાગરનો અંત કરવો દુઃશક્ય છે, ચારગતિ આ સંસાર સાગરના છેડા છે. વળી તે સાર વિનાનો છે અને નાશવંત છે. આવા પાર વિનાના સંસાર સાગરમાં ડૂબી રહેલ ભવ્ય જીવોએ મનુષ્ય જન્મ આદિ બધી જ સર્વશ્રેષ્ઠ સામગ્રી પ્રાપ્ત કરી છે. આ સામગ્રી જૈન શાસનમાં પ્રસિદ્ધ ચોલ્લકાદિ દશ દૃષ્ટાંતે કરીને દુર્લભ છે. આ સામગ્રીને પ્રાપ્ત કરીને ભવોદધિના નિસ્તારને માટે સર્વ ધર્મોમાં સુંદર એવા સાચા ધર્મના આચરણમાં પ્રયાસ કરવો જોઈએ.
કહ્યુ પણ છે - માનવ ભવ આદિ સામગ્રી કરોડો ભવોએ પણ દુષ્પ્રાપ્ય છે. આ સામગ્રીની પ્રાપ્તિ બાદ ભવસમુદ્રમાં નૌકા સમાન ધર્મમાં સદૈવ પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મમાં પરોપકારનું મહત્ત્વ
भवकोटिदुष्प्रापामवाप्य नृभवादिसकलसामग्रीम् । भवजलधियानयात्रे धर्मे यत्नः सदा कार्यः
II
ધર્મની આસેવનામાં પણ બીજા ઉપર ઉપકાર કરવા સ્વરૂપ ધર્મમાં સૌથી વધુ પ્રયત્ન કરવો જોઈએ. કારણકે પરોપકાર હોય તો પુણ્ય બંધ થાય છે અને પરોપકાર ન હોય તો પુણ્યબંધ થતો નથી. આવો અન્વય અને વ્યતિરેક મળે છે માટે પરોપકાર એ જ પુણ્ય બંધનું કારણ છે.
संक्षेपात् कथ्यते धर्मो जनाः ! किं विस्तरेण ।
"
परोपकारः पुण्याय, पापाय परपीडनम्
II
કહ્યું છે- ભાઈઓ ! અમે ધર્મને ટૂંકમાં કહીએ છીએ. તમારે ધર્મના વિસ્તારનું